અક્ષય સલમાનથી નારાજ

સલમાન ખાનના એક નિવેદનથી અક્ષય કુમાર નારાજ થઈ ગયા છે. સલમાનના એક નિવેદન પછી બંને વચ્ચે નિવેદનોની જંગ છેડાઈ ગઈ છે. બંને આ સાબિત કરવામાં લાગ્યા છે કે બોલીવુડનો અસલી 'દબંગ' કોણ છે. વાત એમ છે કે થોડા દિવસો પહેલા અક્ષય કેનાડામાં અનીસ બઝમીની ફિલ્મ 'થેંક્યૂ'નુ શૂટિંગ કરી રહ્યા હતા. અક્ષયની સાથે કલાકાર ઈરફાન ખાન અને સોનમ પણ હતા. ત્યારે સેટ પર કેટલાક પ્રશંસક જમા થઈ ગયા જે ઈરાફાનને મળવા માંગતા હતા અને તેમની સાથે ફોટો પાડવા માંગતા હતા. જાણવા મળ્યુ કે આ દરમિયાન કોઈપણ પ્રશંસકે અક્ષય તરફ ધ્યાન પણ ન આપ્યુ. જેના પર ફિલ્મના ક્રૂ મેમ્બર સહિત અક્ષયને પણ આશ્વર્ય થયુ. પાછળથી કેટલાક લોકોએ આ સમાચારને ઈરફાનની પબ્લિસિટી સ્ટંટ તરીકે ગણાવ્યુ. આ બાબતે ઈરફાન તો ચૂપ રહ્યા, પરંતુ તેમના બદલે સલમાને મોરચો સંભાળ્યો. સલમને 'ટ્વિટર' પર લખ્યુ કે 'મને વિશ્વાસ નથી થતો કે ઈરફાન પબ્લિસિટી માટે આવી વાર્તા ઘડી શકે છે, કારણ કે ખાન વૃક્ષ વાવે છે વાર્તાઓ નથી બનાવતા.'