આવનારા દિવસોમાં બિપાશા બાસુ મોટાભાગનો સમય ગોવામાં જ વીતાવશે. સૌ પહેલા તે ગોવા સમુદ્ર કિનારે થનારી પોતાની ફિટનેસ વીડિયોના શૂટિંગમાં ભાગ લેશે. ત્યારબાદ 'દમ મારો દમ'ના રિમિક્સ ગીતનુ શૂટિંગ થશે જે રોહન સિપ્પીની આ જ નામે બની રહેલ ફિલ્મનો એક ભાગ હશે.
આર.ડી બર્મન દ્વારા સંગીત બધ્ધ કરવામાં આવેલ 'દમ મારો દમ' આજે પણ લોકપ્રિય છે અને બિપાશા આ ગીત પર નાચવા ખાસ ઉત્સાહિત છે. કોપીરાઈટ ઈશ્યુને પણ ઉકેલી લીધો છે અને 'હરે રામા હરે કૃષ્ણા'ના નિર્માતા દેવ આનંદે પોતાની તરફથી લીલી ઝંડી બતાવી દીધી છે. પ્રીતમ ચક્રવર્તી હવે આ ગીતને નવી રીતે બનાવી રહ્યા છે.
આ વિશે હુ વાત કરવા પર બિપાશા કહે છે 'હું આ વિશે હાલ વાત કરવા નથી માંગતી, કારણ કે શૂટિંગ સ્ટાર્ટ થવામાં હજુ પણ બે અઠવાડિયાનો સમય છે.'
'આક્રોશ'ની સ્કૂલ ટીચર
થોડા દિવસો પહેલા બિપાશાની 'લમ્હા' નામની ફિલ્મ રજૂ થઈ હતી, જે કાશ્મીર સમસ્યાને લઈને હતી. બોક્સ ઓફિસ પર આ સંપૂર્ણ રીતે ફ્લોપ રહી. બિપાશાની એક વધુ ઈશ્યૂ બેસ્ડ ફિલ્મ 'આક્રોશ' ઓક્ટોબરમાં રજૂ થવાની છે. બિપાશાને ખબર નહોતી કે લોકો આ પ્રકારની ફિલ્મ જોવી પસંદ કરે છે કે નહી. બિપાશા કહે છે 'આક્રોશ'માં ઓનર કિલિંગને એક થ્રિલરની જેમ રજૂ કરવામાં આવી છે. 'લમ્હા'માં પણ થોડીક આ પ્રકારનો પ્રયત્ન હતો, પરંતુ કેટલા લોકો 'લમ્હા' ફિલ્મ જોવા ગયા ?
'આક્રોશ'માં બિપાશા એક સ્કૂલ ટીચર બની છે. 'આક્રોશ'માં હું ગ્લેમરસ ઈમેજથી થોડી જુદુ પાત્ર ભજવી રહી છુ. મારુ માનવુ છે કે રિયલ કેરેક્ટર્સ ભજવવા સહેલા છે. પ્રિયદર્શન જેવા નિર્દેશકની સાથે કામ કરવુ આનંદદાયી રહ્યુ. સાથે જ અજય દેવગન જેવા કલાકારની સાથે હોય તો સારુ લાગે છે. અજય અને મારી એક ફિલ્મ 'મિ.ફ્રોડ' લાંબા સમયથી અટકી છે, જેને અબ્બાસ-મસ્તાન બનાવી રહ્યા છે. ખબર નહી આ ફિલ્મ ક્યારે રજૂ થશે.'