નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ | સલમાન ખાન
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » જૈકલીન અભય સાથે કામ કરવા માંગે છે
સમાચાર/ગપસપ
Bookmark and Share Feedback Print
 

P.R
શ્રીલંકાઈ અભિનેત્રી જૈકલીન ફર્નાંડિઝ હવે અભિનેતા અભય દેઓલ સાથે કામ કરવા માંગે છે. તેમની પસંદગીના અભિનેતા વિશે પૂછતા જૈકલીને કહ્યુ, 'હુ એશ્વર્યા રાયની સુંદરતા અને આત્મવિશ્વાસ માટે તેમના જેવી બનવા માંગુ છુ.

હું અભિનેતા અભય દેઓલ સાથે જોડી બનાવીને કામ કરવા માંગુ છુ. તે ખૂબ જ પ્રતિભાશાળી છે અને મને પર્સનલ રીતે તેમનુ કામ ખૂબ જ ગમે છે.

અત્યાર સુધી કાલ્પનિક રોલ કરતી રહેલ જૈકલીન હવે ફિલ્મકાર મિલાપ ઝવેરીની આગામી ફિલ્મમાં એક વાસ્તવિક ભૂમિકા ભજવી રહી છે અને કહે છે કે કાલ્પનિક ભૂમિકાઓ કરતા આ પ્રકારની ભૂમિકાઓ વધુ પડકારરૂપ છે.

જૈકલીને કહ્યુ કે પોતાની બીજી પરિયોજના માટે એકવાર ફરી મિલાપ ઝવેરીની સાથે કામ કરવાનુ શરૂ કરી રહી છુ. હજુ તેની પટકથા લખવામાં આવી રહી છે.

મારુ પાત્ર વાસ્તવિક છે અને આ ભૂમિકા 'અલાદ્દીન'કે પછી 'જાને કહા સે આઈ હૈ' જેવી ફિલ્મોના કાલ્પનિક પાત્રો જેવુ નથી.

તેણે કહ્યુ કે પરંતુ હુ એ સ્વીકારૂ છુ કે વાર્તા કે કાલ્પનિક પાત્રોની ભૂમિકાઓ કરતા વાસ્તવિક ભૂમિકા કરવી વધુ મુશ્કેલ છે. જેમા દર્શકો સાથે તારતમ્ય સ્થાપિત કરી તેમને વાસ્તવિક પર ભરોસો કરાવવો ખૂબ જ મુશ્કેલ હોય છે. આ માટે એક કલાકરને ઘણી શોધ કરવી પડે છે. તે માટે તેને એ પાત્રમાં ઉતરી જવુ પડે છે અને મેં આ પહેલા આવુ નથી કર્યુ.'
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: જૈકલીન, જાને કહા સે આઈ હૈ