નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ | સલમાન ખાન
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » તુમ જીયો હજારો સાલ : હેપી બર્થડે આશાજી
સમાચાર/ગપસપ
Bookmark and Share Feedback Print
 

IFM
પદ્મ વિભૂષણથી સન્માનિત અને 18 ભાષાઓમાં 12,000થી વધુ ગીત ગાઈ ચુકેલ આશા ભોંસલેની આ સુરીલી યાત્રા આજે પણ યથાવત છે. પ્રખ્યાત પાશ્વ ગાયિકા આશા બુધવારે પોતાનો 77મો જન્મદિવસ ઉજવશે. તઓ આજે પણ બોલીવુડમાં મજબૂત સ્થિતિમાં છે અને તેના ઘણા પ્રશંસકો છે.

ફિલ્મદ્યોગોમાં છ દસકા ગુજાર્યા પછી આજે પણ તેમના અવાજમાં પહેલા જેવો જ જાદુ અને તાજગીની રણક છે. ખૂબ જ ઓછી વયે પોતાના ગાયકીનુ કેરિયર શરૂ કરનાર આશાએ જુદા જુદા પ્રકારના ગીતો ગાયા છે. હિંદી ફિલ્મોદ્યોગની જાણીતી ડાંસર હેલન માટે ઘણા ગીતોમાં અવાજ આપ્યા પછી તેઓ કૈબરે ગાયિકા તરીકે ઓળખાવા લાગી.

પછી 1957માં આવેલ દિલીપ કુમાર-વૈજયતીમાલા અભિનીત ફિલ્મ 'નયા દૌર'ના 'માંગ કે સાથ તુમ્હારા'ગીતે તેમની કૈબરે ગાયિકાની છબી તોડી અને તેમને બહુમુખી પ્રતિભાવાળી એક ગાયિકાના રૂપમાં સ્થાપિત કરી.

ત્યારબાદ તેમણે ક્યારેય પાછળ વળીને જોયુ નથી. તેમણે રવિ, ખય્યામ, શંકર, જયકિશન અને આર.ડી. બર્મન જેવા પ્રખ્યાત સંગીતકારોની સાથે કામ કર્યુ. બર્મને તેમને તેમની મોટી બહેન અને જાણીતી ગાયિકા લતા મંગેશકરની મંગેશકરની છાયામાંથી બહાર કાઢવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

આશાએ બર્મનની સાથે 'દમ મારો દમ'(હરે રામા, હરે કૃષ્ણા), મહેબૂબા મહેબૂબા(શોલે), 'મેરા કુશ સામાન(ઈજાજત), પિયા તૂ અબ તો આજા'(કારવા) અને 'ચુરા લિયા હૈ તુમને'(યાદો કી બારાત)જેવા સુરીલા ગીત આપ્યા.

આશા કહે છે 'પંચમ(બર્મન)માં આ અનોખો ગુણ હતો કે તે દરેક કલાકારને સહજ બનાવી તેની પાસેથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરાવી લેતા હતા. તેઓ જાણતા હતા કે હું ગીતને કેવી રીતે અસરદાર બનાવી શકુ છુ.'

આશાએ અસમિયા, બાંગ્લા, ગુજરાતી, હિંદી, મલયાલમ, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગૂ, અંગ્રેજી, રૂસી, ચેક,નેપાળી અને મલય સહિત 18 ભાષાઓમાં ગીત ગાયા છે.

જ્યારે 80ના દાયકામાં તેમના 'ઉમરાવ જાન'માં તેમના 'દિલ ચીઝ ક્યા હૈ', 'ઈન આંખો કી મસ્તી' અને 'યે ક્યા જગહ હૈ દોસ્તો'જેવા ગીત આવ્યા તો તેમને બધાને રોમાંચિત કરી દીધા હતા. તેમના ફિલ્મી ગીતોની સુરીલી યાત્રા આજે પણ કાયમ છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: હેપી બર્થડે, જન્મદિવસ, આશા ભોંસલે, ગાયિકા