નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ | સલમાન ખાન
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » કેટરીના-મલાઈકા સામ-સામે
સમાચાર/ગપસપ
Bookmark and Share Feedback Print
 
IFM

ફિલ્મ 'દબંગ'માં મલાઈકાનુ 'મુન્ની બદનામ હુઈ' આઈટમ નંબર કેટરીના માટે પડકારરૂપ બની ગયુ છે જી, હા કેટરીના પણ હવે આઈટમ નંબર કરતી જોવા મળશે. મતલબ સલમાનના જીવનની બે ખાસ વ્યક્તિ એક તો ભાભી અને એક ખાસ મિત્ર સામસામે જોવા મળશે.

કેટરીના પોતાની આવનારી ફિલ્મ 'તીસ માર ખાં'માં એક સેક્સી ડાંસ નંબર કરી રહી છે. આ ગીતના બોલ છે 'શીલા કી જવાની'.

નિર્દેશક ફરાહ ખાનની આ ફિલ્મમાં કેટરીનાએ 'દબંગ'ની મુન્ની જેવો જ રોલ અપનાવ્યો છે. તેમના કપડાં પણ મોટાભાગે એકબીજા સાથે મેળ ખાય છે.
IFM

આઈટસોંગ્સની ખાસ વાત છે સલમાન ખાન. જી હા, દોસ્તો મુન્ની બનેલ ભાભીની સાથે અને શીલા બનેલી કેટરીના સાથે પણ સલમાન જોવા મળશે.

વાત એમ છે કે ફરાહ ખાનની ફિલ્મ 'તીસ માર ખાં'ના આ આઈટમ સોંગમાં સલમાન કેટરીના સાથે ઠુમકા લગાવશે.

હવે જોવાનુ એ છે કે લોકોને કોનો ડાંસ વધુ ગમે છે..'મુન્ની'નો કે પછી 'શીલા'નો.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: સલમાન, શીલા કી જવાની, મુન્ની