નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ | સલમાન ખાન
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » પ્રિયંકા અને લારા 'ડોન 2' માં જોવા મળશે
સમાચાર/ગપસપ
Bookmark and Share Feedback Print
 
IFM

પ્રિયંકા ચોપડા અને લારા દત્તા એકવાર ફરી સામસામે રહેશે. બંને 'ડોન'ની શ્રેણીમાં કામ કરી રહી છે. ફિલ્મની મુખ્ય અભિનેત્રી પ્રિયંકા જ છે, પરંતુ લારાની પણ આમા મુખ્ય ભૂમિકા રહેશે.

'ડોન-2' માં લારાની નાનકડી ભૂમિકા ખૂબ જ ગ્લેમરસ છે, જે બોક્સ ઓફિસ પર સનસની મચાવી શકે છે.

લારા પોતાનો આ રોલ માટે ખૂબ જ મહેનત કરી રહી છે. ફિલ્મમાં વધુ હોટ અને ફિટ લાગવા માટે તેણે જીરન વોટસનને પોતાના પ્રશિક્ષક રાખ્યા છે. તેમણે વોટસનની દેખરેખમાં 'વર્કઆઉટ' કરવા ઉપરાંત ખાસ ડાયેટ પણ લઈ રહી છે, જેથી તેમનુ ફિગર વધુ સનસનાટી મચાવે અને તેની અદાઓ પ્રિયંકાની સુંદરતા સામે ફીકી ન પડે.
IFM

પ્રિયંકા અને લારાએ લગભગ એક સાથે જ પોતાનુ કેરિયર શરૂ કર્યુ હતુ, પરંતુ પ્રિયંકા તેના કરતા વધુ આગળ નીકળી ગઈ. જ્યારે કે લારાની આજ સુધી કોઈ ખાસ ફિલ્મ નથી આવી. કદાચ લારા 'ડોન-2' ને એક તકની જેમ ઝડપવા માંગતી હોય અને આ ફિલ્મના દ્વારા તે બતાવી દેવા માંગે છે કે એ પણ કોઈનાથી કમ નથી.

જો કે લારા શુ વિચારી રહી છે અને પ્રિયંકા શુ કરવાની છે એ તો એ જ જાણે, પરંતુ 'ડોન-2'માં આ બે હોટ અભિનેત્રીઓની ટક્કરથી દર્શકોની જરૂર લોટરી લાગી જશે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: પ્રિયંકા, લારા, ડોન 2