દિલિપકુમાર | કેટરીના કેફ | સલમાન ખાન | સમાચાર/ગપસપ | નવી ફિલ્મો | ફિલ્મ સમીક્ષા | કલાકારોની પ્રોફાઇલ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » વિદ્યા જેવુ સ્થાન મેળવવા અભિનેત્રીઓ તરસે છે - નસીરુદ્દીન શાહ
P.R

'ધ ડર્ટી પિક્ચર'ની રિલીઝ પહેલા વિદ્યા બાલન નસીરુદ્દીન શાહની પ્રશંસા કરી રહી હતી. અને હવે, નસીર સાહેબ જાતે વિદ્યાના વખાણ કરી રહ્યા છે.

'ચાલીશ ચૌરાસી'ના મ્યુઝિક લોન્ચ સમયે નસીરુદ્દીન શાહે પત્રકારોને જણાવ્યુ હતું કે, "તે અદ્દભુત અભિનેત્રી છે. તે ઘણી બહાદુર રહી છે, તેણે માત્ર મહેનત જ નથી કરી પણ કામની પસંદગીમાં પણ નિડર રહી છે. તે અત્યારે ઈન્ડસ્ટ્રીમાં જે સ્થાન પર છે તે સ્થાન મેળવવા માટે પડાપડી કરે છે, આ જ વાત તેની બહાદુરીનો પુરાવો છે."

આટલું જ નહીં પણ નસીરુદ્દીને એમ પણ કહ્યુ હતું કે વિદ્યા બાલન જ એકમાત્ર એવી અભિનેત્રી છે જે સ્ત્રી-કેન્દ્રિત વાર્તાને ન્યાય આપી શકે." આ બહુ જ સારી વાત છે. માટે વિદ્યાને તો સલામ કરવી જોઈએ."

ગઈકાલે જ્યારે કરણ જોહરે 2011ની પોતાની મનપસંદ ફિલ્મ 'ઝિંદગી ના મિલેગી દોબારા'ને ગણાવી હતી તો નસીરે 'દિલ્હી બેલી'ને પોતાની મનપસંદ ફિલ્મ ગણાવી હતી. "તે બહુ જ રમૂજી ફિલ્મ હતી. તેના ક્લાઈમેક્સ સિવાય આખી ફિલ્મ સરસ છે. આવી ફિલ્મ બનાવવી અને તેની સ્ક્રિપ્ટ બનાવવી સરળ વાત નથી."

'ચાલીશ ચૌરાસી'ના 3 ગીતોમાં નસીરુદ્દીન ડાન્સ કરતા જોવા મળશે. નવાઈની વાત નથી કે જે અભિનેતાએ પોતાની એક્ટિંગ કરિયરમાં ગણીને 2-3 ગીતો પર ડાન્સ કર્યો છે તે એક જ ફિલ્મમાં 3 ગીતો પર નાચશે!
સંબંધિત જાણકારી
WebduniaWebdunia