સલમાન ખાન અને કેટરિના કૈફની મિત્રતા શાંતીપૂર્ણ રીતે આગળ વધી રહી છે. આર્યલેન્ડ અને ઈસ્તાનબૂલમાં શૂટિંગ કર્યા પછી હવે આ પૂર્વપ્રેમીઓ 'એક થા ટાઈગર'ના શૂટિંગ માટે ક્યુબા ગયા છે.
કબીર ખાન દ્વારા ડાયરેક્ટેડ આ ફિલ્મની વાર્તા દુનિયાના ઘણા દેશોમાં સ્થિત છે. આ માટે હવે તેઓ ક્યુબામાં શૂટિંગ કરી રહ્યા છે.
સાંભળવા મળ્યા અનુસાર ક્યુબાની પસંદગી ખાસ તો સલમાન ખાનની ન્યુરોલોજીકલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરાઈ છે કારણ કે તેની ટ્રાઈજેમિનલ ન્યુરલજીયાની સમસ્યા ઠંડા વાતાવરણમાં વધુ ખરાબ થઈ જાય છે. ગત વર્ષે ઓગસ્ટમાં જ સલમાન ખાને આ બીમારી માટે ખાસ સર્જરી કરાવી હતી પણ વર્ષના અંત સમય સુધી ડબલિનમાં શૂટિંગ કરવાને કારણે ત્યાંની ઠંડીને લીધે તેની સમસ્યા પાછી શરૂ થઈ ગઈ હતી.
કેટરિના કૈફ પહેલીવાર ક્યુબા ગઈ છે. સાંભળવા મળ્યા અનુસાર તે સલમાન ખાનની તબિયત વિશે ખાસ ચિતિંત છે અને ધ્યાન રાખી રહી છે કે શૂટિંગ દરમિયાન સલમાનની સ્થિતિ વધારે તંગ ન થાય. બીજી બાજુ સલમાન ખાન પણ કેટરિના માટે પહેલાથી જ ઘણો પ્રોટેક્ટિવ છે. બન્ને વચ્ચેની કાળજી અને લાગણી પરસ્પર એકસમાન છે પણ તેને 'પ્રેમ'નું નામ આપવું કદાચ ઉતાવળ થશે.
જો કે, સલમાન ખાન અને કેટરિનાના ચાહકો તો ઈચ્છતા જ હશે કે આ બન્ને ફરીથી એક સાથે આવી જાય!