દિલિપકુમાર | કેટરીના કેફ | સલમાન ખાન | સમાચાર/ગપસપ | નવી ફિલ્મો | ફિલ્મ સમીક્ષા | કલાકારોની પ્રોફાઇલ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » રણબીર અને દીપિકાની નિકટતા વધી

P.R
દિપીકા પાદુકોણ આયન મુખર્જીની ફિલ્મ 'યે જવાની હૈ દિવાની'માં પોતાના પૂર્વ પ્રેમી રણબીર કપૂર સાથે કામ કરવા માટે તૈયાર થઈ ગઈ છે. જો કે, દિપીકા-રણબીર માત્ર ફિલ્મમાં કામ કરવા પૂરતા નિકટ નથી આવ્યા પણ અંગત રીતે પણ ફરીથી જોડાયા છે. લાગે છે કે ખરાબ રીતે બ્રેકઅપ થયેલા તેમના પ્રેમસંબંધોને તેઓ ફરીથી શરૂ કરવા માંગે છે. છેલ્લે જાણવા મળેલા અહેવાલો અનુસાર, કહી શકાય છે દિપીકાએ પોતાના બિઝનેસ ટાયકુન પ્રેમી સિદ્ધાર્થ માલ્યાને છોડીને રણબીર કપૂરની પસંદગી કરી લીધી છે.

થોડા દિવસો પહેલા જ દિપીકા સંગીતમાં પોતાના રસ વિશે વાત રણબીર સાથે વાત કરીને ઘણી ખુશ જણાતી હતી. વાતચીત દરમિયાન તેણે રણબીરને એમ પણ જણાવ્યું હતું કે તે પિઆનો શીખવા માંગે છે. વિચારો બીજા દિવસે શું થયું હશે...દિપીકાના ઘરની બેલ વાગી અને જ્યારે તેણે દરવાજો ખોલ્યો ત્યારે સામે એક પિઆનો ગિફ્ટ રૅપ કરેલો હતો.

વિચારવાની જરૂર નથી કે આ પિઆનો કોણે ગિફ્ટ કર્યો હશે. આ સ્પષ્ટ સંકેત છે કે રણબીર હજી પણ દિપીકા માટે લાગણીઓ ધરાવે છે અને તેને ખુશ કરીને પોતે ખુશ થઈ રહ્યો છે.

આ દરમિયાન દિપીકાનો કહેવાતો બોયફ્રેન્ડ સિદ્ધાર્થ માલ્યાએ રવિવારે ટ્વિટ કરી હતી કે, "હવે મને અહેસાસ થયો છે કે કોણ મારી 'કાળજી' લે છે અને કોણ તેમની જરૂરિયાત સમયે મારી 'કાળજી' લે છે."

થોડા સમયથી દિપીકા અને સિદ્ધાર્થ એકબીજાથી અંતર જાળવી રહ્યા છે. ઘણા કાર્યક્રમોમાં તેઓ સાથે જોવા નથી મળી રહ્યા.

આ સંકેતો જોતા તો લાગે છે કે દિપીકાએ રણબીર માટે થઈને સિદ્ધાર્થને છોડી દીધો છે. બોલિવૂડમાં પ્રેમસંબંધો બહુ જ અસ્થિર છે.
સંબંધિત જાણકારી
WebduniaWebdunia