બોલીવુડની બોલ્ડ અભિનેત્રી રિયા સેન આજે પોતાનો 31મો જન્મદિવસ ઉજવી રહી છે. રિયા સેન એક ફિલ્મી પરિવારની છે. તેની માતા મુનમુન સેન, નાની સુચિત્રા સેન અને બહેન રાઈમા સેન પણ હિન્દી ફિલ્મ ઈંડસ્ટ્રી સાથે સંકળાયેલી છે. રિયાએ પોતાના ફિલ્મ કેરિયર એક બાળ કલાકારના રૂપમાં શરૂ કર્યો હતો. પહેલી ફિલ્મનુ નામ હતુ 'વિષકન્યા' વર્ષ 2011માં રજૂ થયેલ સેક્સ કોમેડી ફિલ્મ સ્ટાઈલ તેમને પ્રથમ સફળ ફિલ્મ હતી. આ અભિનેત્રી વિવાદોમાં ખૂબ રહી. રિયા સેન અને અશ્મિત પટેલનો વર્ષો જૂનો એમએમએસ(અશ્લીલ વીડિયો) આજે પણ પોર્ન વેબસાઈટ્સ પર જોવા મળે છે. જો કે તેણે દાવો કરો કે આ એમએમએસ નકલી છે. તમે પણ અમારી સાથે આ વિવાદાસ્પદ અભિનેત્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવો.
સંબંધિત જાણકારી