દિલિપકુમાર | કેટરીના કેફ | સલમાન ખાન | સમાચાર/ગપસપ | નવી ફિલ્મો | ફિલ્મ સમીક્ષા | કલાકારોની પ્રોફાઇલ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » પ્રેમ કરો તો સાચા દિલથી - બિપાશા
P.R

બિપાશા બાસુનો જોન અબ્રાહમ સાથેનો આઠ વર્ષનો સંબંધ ભલે તૂટી ગયો હોય, પણ આજે પણ પ્રેમ તેના માટે ફર્સ્ટ પ્રાયોરિટી જ છે.

ઉલ્લેખનીય છે કે બિપાશા પોતાની આવનારી ફિલ્મના એક ગીતમાં લોકોને પ્રેમની ભાષા શીખવી રહી છે. વેલ, સિંગલ રહીને તે આવું કઇ રીતે કરી શકે? તેના જવાબમાં બંગાળી બ્યુટી બિપાશા જણાવે છે, "હું લોકોને પ્રેમની ભાષા સરળતાથી શીખવી શકું છે. વાસ્તવમાં મારા માટે પ્રેમ ફર્સ્ટ પ્રાયોરિટી છે અને હંમેશા હું તેમાં ઇમાનદાર રહેવા ઇચ્છુ છું. જ્યારે આપણે પ્રેમની વાત કરીએ છીએ ત્યારે માત્ર મહિલા અને પુરુષનો પ્રેમ નહીં, પણ મિત્રો, ફેમિલી અને કો-સ્ટારનો પ્રેમ પણ હોઇ શકે છે. હું લોકોને આ પ્રેમ વિષે જણાવવા ઇચ્છુ છું."

બિપાશાને ભલે તેની રિલેશનશિપને લઇને જોન સામે ફરિયાદો છે, પણ તે અન્યને સાચા દિલથી પ્રેમ કરવાની સલાહ આપે છે. બિપાશા કહે છે, કે જ્યારે પણ તમે કોઇને પ્રેમ કરો, તો સાચા દિલથી કરો. મારું માનવું છે કે પ્રેમના મામલામાં તમારે પૂરી રીતે ઇમાનદાર રહેવું જોઇએ.

જોન સાથેની રિલેશનશિપ વિષે પ્રશ્ન પૂછાતા બિપ્સે જણાવ્યું, "મને લાગે છે કે જોન સાથે રિલેશનશિપ સમાપ્ત થવી એ અમારા બંને માટે ફાયદાકારક રહ્યું છે."
સંબંધિત જાણકારી
WebduniaWebdunia