દિલિપકુમાર | કેટરીના કેફ | સલમાન ખાન | સમાચાર/ગપસપ | નવી ફિલ્મો | ફિલ્મ સમીક્ષા | કલાકારોની પ્રોફાઇલ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » 'અગ્નિપથે' તોડ્યો 'બોડીગાર્ડ'નો રેકોર્ડ

P.R
બોલિવૂડની પહેલી બ્લોકબસ્ટર ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. હા, રિતીક રોશન-સંજય દત્ત અભિનીત 'અગ્નિપથ'ની પહેલા દિવસની કમાણી જોતા તો લાગે જ છે કે આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થશે.

'અગ્નિપથ'એ સલમાન ખાન અભિનીત 'બોડીગાર્ડ'નો પહેલા દિવસે સૌથી વધુ કલેક્શનનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. પ્રિયંકા ચોપરાએ હાલમાં જ ટ્વિટ કરી હતી કે, "તમારા બધાનો આભાર. અગ્નિપથની પહેલી દિવસની કમાણી 25 કરોડ. માનવામાં નથી આવતું. આ અદ્દભુત લાગણી છે. યુ રોક ટીમ અગ્નિપથ."

કરણ જોહરની 'અગ્નિપથ' 1990માં આવેલી અમિતાભ બચ્ચન અભિનીત 'અગ્નિપથ'ની રિમેક છે. મૂળ ફિલ્મમાં અમિતાભ બચ્ચને વિજય દિનાનાથ ચૌહાણની ભૂમિકા ભજવી હતી જ્યારે કરણ જોહરની આ ફિલ્મમાં રિતીક રોશને તે પાત્ર ભજવ્યું છે.
'અગ્નિપથ'ની સફળતા વિશે વાત કરતા ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે કહ્યુ હતું કે, "અગ્નિપથ ઓપનિંગ: માત્ર રિતીકની પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ નહીં પણ અત્યાર સુધીમાં પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. તેણે પહેલા દિવસે રેકોર્ડ સ્થાપિત કરનારી કમાણી કરવી જોઈએ."

એક પ્રદર્શનકર્તાએ કહ્યુ હતું કે, "દર્શકોએ ફિલ્મને આપેલો પ્રતિસાદ અસમાન્ય છે, લાગે છે કે આ ફિલ્મ પહેલા ત્રણ અઠવાડિયામાં અમે ભોગવેલા નુકશાનનું વળતર વાળી લેશે."

પહેલા એવી વાતો થઈ રહી હતી કે 'અગ્નિપથ'ની પહેલા દિવસની કમાણી 20 કરોડ સુધી પહોંચશે. ટ્રેડ એનાલિસ્ટ કોમલ નહાતાએ કહ્યુ હતું કે, "ફિલ્મનું પહેલા દિવસનું કલેક્શન 19-20 કરોડ જેટલું તો થઈ જ જાત. તેના ટાઈટલ 'અગ્નિપથ'ને કારણે ફિલ્મને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. પ્રજાસત્તાક દિવસની કરણ જોહરે દર્શકોને આપેલી સુપર્બ ગિફ્ટ છે."
સંબંધિત જાણકારી
WebduniaWebdunia