મુખ પૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > કલાકારોની પ્રોફાઇલ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
રોમાંસિંગ વિથ દેવ આનંદ

W.D
ભારતીય સિનેમામાં ત્રણ અભિનેતા પોતે અભિનયની સ્કૂલ છે. દિલીપકુમાર/રાજકપૂર અને દેવઆનંદ. તેમાંથી દેવ આનંદ અને દિલીપકુમાર અમારી વચ્ચે હયાત છે. રાજ સાહેબને ગુજરીને ભલે દશકો વીતી ગયો હોય, તેમની છાયા અમારી આસપાસ હાજર છે. આ ત્રણે અભિનેતાઓએ પોતાની પ્રતિભા તથા એકાગ્રતાને આધારે અભિનયના નવા કીર્તિમાન સ્થાપિત કર્યા અને ઉભરતાં કલાકારોને અભિનયનો ક્ક્કો શીખવાડ્યો છે. જેને આપણે શાહરૂખ ખાન/અમિતાભ બચ્ચન જેવા કલાકારોમાં અનુભવી શકીએ છીએ.

દેવ સાહેબનું કેરિયર છ દશકાથી પણ લાંબુ છે. આટલો લાંબો સમય એક ઈતિહાસ રચવા માટે પૂરતો છે. આજે તેઓ જીવીત કિવંદતી બનેલા છે. તેમના જન્મ દિવસે (26 સપ્ટેમ્બર)ના દિવસે તેમની આત્મકથા 'રોમાંસિંગ વિથ લાઈફ' પ્રકાશિત થઈ. જેમાં હિન્દી સિનેમાના ઈતિહાસનો એક શિલાલેખ અમારી સામે આવ્યો.

આવો જાણીએ દેવઆનંદ વિશેની રસપ્રદ વાતો-

આશાવાદી સિનેમા - દેવ આનંદની ફિલ્મોની સૌથી સારી વાત એ છે કે તેમની ફિલ્મો ફક્ત મનોરંજન જ કરે છે. તેમાં ગીત છે, સંગીત છે, જીવનનો આનંદ છે. અને એક અશાવાદી દ્રષ્ટિકોણ. તેમણે પોતાની બોડી લેંગેવેજ/રહેવાની સ્ટાઈલ, ચાલ, પોશાક અને તેમના હાવભાવ દ્રારા આઝાદ ભારતના યુવાનોને સ્માર્ટ રહેવાનું શીખવ્યુ છે. તેઓ હંમેશા યુવા વર્ગ ખાસ કરીને યુવતીયોથી હંમેશા ઘેરાયેલા રહ્યા. તેથી આજે 84 વર્ષની ઉમંરે પણ તેઓ સદાબહાર રહ્યા છે. તેમણે હંમેશા પોતાની ફિલ્મોમાં નવી-નવેલી હીરોઈનોને તક આપીને તેમને બોલીવુડમાં સ્થાપિત કરી છે.

જો ભી પ્યાર સે મિલા -

W.D
દેવ આનંદે ફેશનના અનેક નવા રૂપ આપ્યા. આમ તો તેઓ ધોતી પાયજામો પહેરીને પ્રભાત ફિલ્મ કંપનીની ફિલ્મ 'હમ એક હૈ ' થી પડદાં પર પ્રગટ થયા હતા, પણ બહુ જલ્દી જ તેમણે વિલાયતી કપડાં ધારણ કરી લીધા. માથા પર કેટલાય પ્રકારની હેટ, ગળામાં સ્કાર્ફ. શર્ટનું સૌથી ઉપરનું બટન હંમેશા બંધ. હાથમાં હંટર/ખભા લટકાવીને અને લાંબા હાથો દ્રારા ખુલ્લા આકાશ નીચે, લીલાછમ જંગલો અને રસ્તા પર પોતાની મચલી રહેલી નાયિકાની પાછળ પાછળ ગીત ગાતા દેવ આનંદ યુવાનોને લલચાવતા રહ્યા છે. હમ હે રાહી પ્યાર કે હમ સે કુછ ન બોલીયે. જો ભી પ્યાર સે મીલા હમ ઉસી કે હો લિએ. અથવા તો પછી આઁચલમે ક્યાં જી રુપહલા બાદલ, બાદલમેં ક્યાજી, અજબ-સી હલચલ. જેવા મસ્ત બનાવનારા ગીતોની વચ્ચે દેવ સાહેબની મજાક કરવાની આદત દર્શકોના આકર્ષણનું કેન્દ્ર બની છે.

હર ફિક્ર કો ધુએમે ઉડાતા ચલા ગયા......

W.D
દેવ આનંદના સદાબહાર રહેનારા અને આજ સુધી સક્રિય રહેવાના અનેક રહસ્ય છે. મતલબ તેમણે સિગરેટ એટલીજ પીધી જેટલી અભિનય માટે જરૂરી હતી. દારૂને દવાની જેમ પીધી. ફક્ત એક જ જામ અને તે પણ પાર્ટીયોમાં, મહેમાનોની શાન જાળવવા માટે. દેવ સાહેબ દાદા મુનિ એટલેકે અશોક કુમારના શિષ્ય રહ્યા છે, એટલે સ્વાસ્થ્ય પ્રત્યે હંમેશા સજાગ રહ્યા છે. તેમણે ફિલ્મોમા જે પૈસો કમાવ્યો તેણે ફિલ્મમાં જ લગાવ્યો. પોતાના બેનર નવકેતન હેઠળ પોતાના મોટા ભાઈ ચેતન આનંદના નિર્દેશનમાં તેમણે યાદગાર ફિલ્મોનું નિર્માણ કર્યુ. જ્યારે ચેતને પોતાના પ્રોડક્શન હાઉસ અલગ કર્યો તો નાના ભાઈ વિજય આનંદને સાથે લઈને 'તેરે ઘર કે સામને' અને 'ગાઈડ' જેવી યાદગાર ફિલ્મો આપી.
1 | 2  >>  
ઘણું બધુ
સુષ્મિતા સેન આજે 33 વર્ષમાં પ્રવેશી
અશોક કુમાર
હું હિન્દુસ્તાનનો શહેનશાહ પણ છુ - પૃથ્વીરાજ કપૂર
નેહા ધૂપિયા
એશને ખુબ ખુબ શુભકામનાઓ
બલરાજ સહાની