મુખ પૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > કલાકારોની પ્રોફાઇલ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સામાન્ય માણસને નાયક બનાવનારા રાજકપૂર
IFM

ચૌદ ડિસેમ્બરે રાજ કપૂરનો જન્મદિવસ છે. જો આજે તે જીવતા હોત તો તેમની ઉંમર 83 વર્ષની હોત. કદાચ તે આ સમયે રણબીરને લઈને કોઈ ફિલ્મ બનાવી રહ્યા હોત. રાજ કપૂરને આ સંસારમાંથી વિદાય લઈને 19 વર્ષથી પણ વધુ સમય થઈ ગયો છે. પણ આજે પણ તેઓ પોતાની ફિલ્મો દ્વારા અમારી વચ્ચે જીવીત છે.

શો-મેન તરીકે ઓળખાતાં રાજકપૂરની ફિલ્મોમાં મનોરંજનની સાથે કોઈને કોઈ છૂપો સંદેશ પણ હોય છે. થોડી સચ્ચાઈ અને થોડી વાર્તા દ્વારા વાતને કહેવાની તેમની પોતાની શૈલી હતી. સામાન્ય માણસને નાયક બનાવીને તેના દ્વારા તેમણે પોતાની વાત કહી. આજે પણ તેમની ફિલ્મોને દેશ-વિદેશમાં જુદા જુદા કાર્યક્રમોમાં જોવામાં આવે છે. આવો આજે તેમના જન્મદિવસે જાણીએ કેટલીક એવી વાતો જે તેમના વિશે ઓછી જાણવામાં આવે છે.

બે ભાઈઓ બીજા હતા

રાજ કપૂરની બહેન ઉર્મિલા, ભાઈ શમ્મી અને શશિ સિવાય બે ભાઈઓ બીજા પણ હતા- રવિન્દ્ર અને દેવેન્દ્ર. આ બંનેનુ નાની વયે જ મૃત્યુ થઈ ગયુ. રવીન્દ્રએ ભૂલથી ઉંદર મારવાની દવા ખાઈ લીધી હતી, જેના કારણે તેનું મૃત્યુ થયુ હતુ. તેના એક અઠવાડિયા બાદ જ દેવેન્દ્રએ પણ નિમોનિયાને કારણે દમ તોડી દીધો હતો. ત્યારબાદ શમ્મી અને શશિનો જન્મ થયો હતો. શમ્મીને રાજકપૂર ખૂબ પસંદ કરતા હતા. તેમની ઈચ્છા હોવા છતાં તેઓ શમ્મીને પોતાની ફિલ્મમાં નહોતા લઈ શકતા. કારણકે શમ્મીની યાહુ ઈમેજ રાજકપૂરની ફિલ્મો સાથે મેળ નહોતી ખાતી. પછી શમ્મીએ પ્રેમરોગમાં કામ કર્યુ.

આર.કે,નું પ્રતીક ચિન્હ

આર.કે બેનરના પ્રતીક ચિન્હમાં માણસના એક હાથમાં વાયોલીન છે અને બીજી બાજુ એક સ્ત્રી તેના હાથોમાં ઝૂલી રહી છે. આ પ્રતીક ચિન્હ રાજ કપૂરની જ ફિલ્મ 'બરસાત'ના એક સ્થિર ચિત્રથી લીધુ છે. રાજજીને આ ચિત્ર ખૂબ જ પસંદ આવ્યુ હતુ કારણકે એક હાથમાં સંગીત અને બીજા હાથમાં સૌદર્ય. સંગીત અને સૌદર્યના આ મિશ્રણને તેમણે પોતાના બેનરના પ્રતીક ચિન્હના રૂપે પસંદ કર્યુ.

રાજનો નાયક : સામાન્ય માણસ

રાજ કપૂર દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મોમાં સામાન્ય માણસ છે. ફૂટપાથ પર રહેનારા, લારીવાલા, ચા વેચવાવાળાને તેમની ફિલ્મોમાં જોઈ શકાતા છે. રાજ કપૂર મોટાભાગે મોંઘી હોટલો કરતા નુક્કડ પર આવેલી ચા ની દુકાને અને ઢાબા પર જતા હતા. ત્યાં તેઓ લોકો જોડે વાત કરી તેમના સુખ-દુ:ખ વિશે જાણતા હતા. રાજ કપૂરને આ વાતો ફિલ્મ બનાવવામાં મદદરૂપ થતી હતી. તેમનુ કહેવુ અહ્તુ કે સામાન્ય માણસને માટે ફિલ્મ બનાવુ છુ તેથી સામાન્ય માણસો સાથે સમય વિતાવવો મને ગમે છે.

સત્યજીત રાયથી પ્રભાવિ

IFM
રાજ કપૂર 'ચોરી-ચોરી' ની શૂંટિગ મદ્રાસમાં કરી રહ્યા હતા. તેમણે સત્યજીત રાય દ્વારા નિર્દેશિત ફિલ્મ 'પાથેર પાંચાલી' વિશે સાંભળ્યુ હતુ. તે સમયે મદ્રાસમાં ફિલ્મ બતાવવામાં આવી રહી હતી. રાજ કપૂરે પણ ફિલ્મ જોઈ અને બે દિવસ સુધી તે ફિલ્મના પ્રભાવથી દૂર ન રહી શક્યા. પછી તેઓ સત્યજીત રોયને મળ્યા અને તેમણે કહ્યુ કે તેઓ આર.કેને માટે હિન્દીમાં એક ફિલ્મ બનાવે, પરંતુ સત્યજીત રોયને હિન્દી નહોતુ આવડતુ. તેથી આ શક્ય ન બની શક્યુ.

કેદાર શર્માની થપ્પડ

રાજ કપૂરે જ્યારે ફિલ્મોમાં રસ બતાવ્યો ત્યારે તેમના પિતાજી પૃથ્વીરાજ કપૂરે તેમને ફિલ્મોની બારીકાઈઓ સીખવા માટે કેદાર શર્મા પાસે મોકલ્યો. પૃથ્વીરાજ ઈચ્છતા તો તે પોતે રાજ કપૂર માટે ફિલ્મો બનાવી શકતા હતા, પણ તે ઈચ્છતા હતા કે તેમનો પુત્ર પહેલી સીડીથી શરૂઆત કરે. કેદાર શર્માની ફિલ્મમાં રાજ કપૂરને ક્લૈપર બોયનું કામ મળ્યુ.

શોટ શરૂ થતા પહેલા રાજકપૂર વાળમાં કાંસકો ફેરવી ક્લૈપ આપવાનું કામ કરતા હતા. કેદાર શર્માએ તેમને કેટલીય વાર સમજાવ્યુ હતુ કે જ્યારે તેમણે ફિલ્મમાં બતાવવામાં જ નહી આવે તો પછી વાળમાં કાંસકો લગાવીને સમય બરબાદ કેમ કરવો ? રાજ કપૂર તેમની વાત ધ્યાનમાં નહોતા લેતા.

એક વાર તેમણે ક્લૈપર પટ્ટીને એટલા જોરથી અથાડ્યુ કે અભિનેતાની નકલી દાઢી તેમાં ફસાઈને નીકળી ગઈ. આ જોઈને કેદાર શર્માને ગુસ્સો આવ્યો અને તેમણે એક જોરદાર થપ્પડ રાજના ગાલ પર મારી દીધી. પછી કેદાર શર્માએ રાજ કપૂરને 'નીલ કમલ'માં નાયકની ભૂમિકા આપી. કેદાર શર્માએ કહ્યુ કે તે દિવસે તમારી આંખોમાં હુ જે દર્દ જોયુ તેનાથી હું પ્રભાવિત થઈ ગયો. એ થપ્પડથી રાજ કપૂરના આગળના દરવાજા ખુલી ગયા.
ઘણું બધુ
કરોડોના રજનીકાંત
ટ્રેજેડી કિંગ દિલીપસાહેબનો બર્થ-ડે
રોમાંસિંગ વિથ દેવ આનંદ
બાળપણના એક બાપુજી હતા......
સુષ્મિતા સેન આજે 33 વર્ષમાં પ્રવેશી
અશોક કુમાર