કિમ શર્મા વધુ ફિલ્મોમાં તો આવી નથી પણ તે એક આકર્ષિત કરનારી અને બિન્દાસ અભિનેત્રી છે તેમની સાથેની એક મુલાકાતમાં તેમણે જણાવ્યુ કે તેઓ પુરૂષો વિશે શુ વિચારે છે. કિમ શર્મા હંમેશા પુરૂષોના આકર્ષણનું કેન્દ્ર રહી છે તે પુરૂષોની નજરનો સામનો કેવી રીતે કરે છે એ તેના શબ્દોમાં જાણીએ.
સવાલઃ- તમને કયારે એમ લાગ્યું કે પુરૂષો તમારી તરફ આકર્ષાય છે? કિમઃ- જ્યારે પંદર વર્ષની હતી ત્યારે.
સવાલઃ હવે તો આદત પડી ગઈ હશે ? કિમઃ- અનેક પુરૂષોની નજરમાં મારા પ્રત્યે પ્રશંસાનો ભાવ હોય છે તો કેટલાંક એવી રીતે ઘુરે છે કે તેમના પ્રત્યે ખુબ ગુસ્સો આવે છે એ વિચારીને પણ ખરાબ લાગે છે કે તેઓ મહિલાઓ સમક્ષ કઈ રીતે રહેવું તેના સંસ્કાર પણ ધરાવતા નથી.
સવાલઃ- તમારામાં કઈ ખાસિયત છે કે જેના પર પુરૂષોનું ધ્યાન સૌ પહેલા જાય છે ? કિમઃ- પ્રથમ દ્રષ્ટિએ તો શારીરિક ખૂબસુરતી જ આકર્ષણનું કારણ બને છે પણ જ્યારે વાતચીત શરૂ થાયછે તો મારા વિચારો પણ લોકોને પ્રભાવિત કરે છે કદાચ મારૂ દિમાગ મારા શરીર કરતાં વધુ ખૂબ સુરત છે.
સવાલઃ- મોટાભાગની હીરોઈન્સ સેકસ સિમ્બોલના લેબલથી દૂર કેમ ભાગે છે ? કિમઃ- ખબર નથી પણ એ હકિકત નથી દરેક સેકસી અને હોટ દેખાવા ઈચ્છે છે. યુવતીઓ પણ વર્ક આઉટ કરી રહી છે, ગ્લેમરસ દેખાવા માટે કંઈ પણ કરવા તેઓ તૈયાર છે.
સવાલઃ- પુરૂષો તમારો વધુ ખ્યાલ રાખે છે તમને શું લાગે છે ? કિમઃ- હા એવુ છે પણ માત્ર પુરૂષો જ નહીં મારી જીંદગીમાં એવી મહિલાઓ પણ છે, જે મારૂં કંઈક વધારે પડતુ ધ્યાન રાખે છે. શરૂઆત મારો પિતાએ કરી. સવાલઃ- તમારા પરિવારમાં મહિલાઓ અને પુરૂષો સાથે અસલ વ્યવહાર થાય છે ? કિમઃ- ના ત્રણ બહેનો અને માતા સહિત પરિવારમાં અમે ચાર મહિલાઓ છીએ. અમારા પાળીતા શ્વાનો પણ ફિમેલ છે. ચાર ભત્રીજીઓ પણ છે બધુ મળીને મહિલાઓનું વર્ચસ્વ ધરાવતો પરિવાર છે.
સવાલઃ- શું પુરૂષોને મહિલાઓની વિતેલી જીંદગી વિશે પૂછપરછ કરવાની ટેવ વધુ હોય છે? કિમઃ પુરૂષો જ નહી પણ મહિલાઓમાં પણ આવી ટેવ હોય છે. જો કોઈની સાથે ડેટિંગ કરી રહ્યા છો તો તેના અંગે ખુબ સંવેદનશીલ બની જાઓ છો. સાથીના વિતેલા જીવન અંગે જાણવાની જિજ્ઞાસા તો થાય જ છે.
સવાલઃ- તમને લાગે છે કે સ્ત્રીએ પોતાની પાછલી જીંદગી વિશે પુરૂષોને જણાવવું જોઈએ? કિમઃ- હા, પણ વધારે ન જણાવવું જોઈએ કારણ કે પુરુષો આવી વાતો વધુ વખત સુધી પચાવી શકતા નથી.
સવાલઃ- આજ શણગારનો સીધો સંબંધ પુરુષોને આકર્ષિત કરવાનો છે કે ખુદને સંતુષ્ટ કરવા? કિમઃ- મારે કોઈને રિઝવવાની જરૂર પડતી નથી વિના પ્રયાસે જ અનેક લોકો માત્ર આસપાસ ઘુમતા રહે છે, હું માત્ર મારા માટે જ આજ શણગાર કરું છું.
સવાલઃ- શું પુરૂષો તમારા વ્યકિતત્વથી ગભરાય છે? કિમઃ- ઘણાં બધાં લોકો મારાથી ગભરાય છે. જેમાં પુરૂષો પછી સામેલ છે.
સવાલઃ- જો કોઈ પુરૂષ તમારા પર હાથ ઉપાડે અને પછી ખુલાસો કરે કે ગુસ્સામાં તેણે એમ કર્યુ તે તમે તેને માફ કરશો? કિમઃ- હું એજ વખતે બદલો લઈશ, તેને ઉલ્ટો લટકાવી દઈશ અને એટલો મારી શકે જીવનભર તે યાદ રાખે.
સવાલઃ- સ્ત્રીઓની છેડતી માટે તેણે પહેરેલા ઉશ્કેરણીજનક વસ્ત્રોને કારણભૂત ગણાવતા પુરૂષો વિશે તમે શું વિચારો છો? કિમઃ તેઓને એક જોરદાર તમાચો મારવો જોઈએ.
સવાલઃ- પુરૂષોને ખૂબસુરત યુવતીઓને ઘુરવાની ટેવ હોય છે શું સ્ત્રીઓએ પણ અમે કરવું જોઈએ? કિમઃ જોવા ગમે એવા પુરુષો છે કયાં? આ શહેરમાં તો હેન્ડસમ પુરૂષોની અછત છે એવું પણ સ્થળ હોવું જોઈએ જ્યાં સ્ત્રીઓ પણ પુરૂષોને તાકી શકે.
|