વાત લગભગ વીસ વર્ષ જુની છે. 'ઘાયલ'ની પટકથા લઈને રાજકુમાર સંતોષી સની દેઓલને મળ્યા હતા. સનીની ભૂલ તે સમયે ટોચ કલાકારોમાં થતી હતી. સનીએ વાર્તા વાંચી અને સંતોષીના વાર્તા સાંભળવાના અંદાજથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા તેમણે પપ્પા ધર્મેન્દ્ર સાથે વાત કરી અને પોતે ફિલ્મ નિર્માતા બનીને ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો.
ફિલ્મની વાર્તા ખૂબ જ સાધારણ હતી,પણ સંતોષીએ તેને પરદા પર ખૂબ જ પ્રભાવી રૂપથી રજૂ કરી. વાર્તા સન્નીની એક્શન ઈમેજને ધ્યાનમાં મૂકીને લખવામાં આવી હતી. તે સમયે સની એક્શન તો સારી કરી લેતા હતા પણ અભિનયમાં કમજોર સમજવામાં આવતા હતા.
'ઘાયલે' સાબિત કરી આપ્યુ કે સની અભિનય પણ કરી શકે છે. 22 જૂન 1990એ આ ફિલ્મ રજૂ થઈ. આ દિવસે જ આમિર ખાન અભિનીત ફિલ્મ 'દિલ' પણ રજૂ થઈ હતી, જેનો દર્શકોને ક્રેજ હતો. પણ 'ઘાયલ' એ પણ ખૂબ જ સફળતા મેળવી હતી.
સનીને ઈનામ અને પ્રશંસા મળી અને તેમની સંતોષી સાથે સારી મિત્રતા થઈ ગઈ. સંતોષી પણ સનીના અહેસાનોની નીચે દબાઈ ગયા. કારણકે સનીએ તેમની પર વિશ્વાસ કર્યો અને એક મોટી તક આપી.
ત્યારબાદ સંતોષીએ સનીને લઈને 'દામિની' અને 'ઘાતક' બનાવવની જાહેરાત કરી. 'દામિની' એક સંદેશ પ્રધાન ફિલ્મ હતી, જેને સંતોષીએ મનોરંજક રૂપે રજૂ કરી. આ ફિલ્મમાં સનીનો નાનો પણ ખૂબ જ પ્રભાવશાળી અભિનય બતાવ્યો. આ ફિલ્મને માટે તેમને ઘણા ઈનામો મળ્યા.
સંતોષીની આ ફિલ્મમાં પણ હીરોઈન મીનાક્ષી શેષાદ્રિ હતી. મીનાક્ષીને સતત પોતાની ફિલ્મોમાં લેવાનું રહસ્ય તે સમયે ખૂલ્યુ જ્યારે સંતોષીએ પોતાના પ્રેમનો એકરાર મીનાક્ષી સામે કરી દીધો. મીનાક્ષી જેને માટે બિલકુલ તૈયાર નહોતી અને આખો કિસ્સો વન વે ટ્રાફિકની જેવો જ હતો.
મીનાક્ષીએ સંતોષીના પ્રેમને ઠુકરાવી દીધો ત્યારે એવુ લાગતુ હતુ કે સંતોષીની ફિલ્મ 'ઘાતક' રોકાઈ જશે. પણ બંનેએ વ્યવસાયિક કલાકારો હોવાનુ પ્રમાણ આપતા ફિલ્મ પૂરી કરી.
સનીને પીઠ દર્દની સમસ્યા હતી અને તે મહીનાઓ સુધી શૂટિંગ ન કરી શક્યા. ખાલી સમયનો સદપયોગ કરતા સંતોષીએ આમિર ખાન અને સલમાન ખાનને લઈને 'અંદાજ અપના અપના' બનાવી.