નવી ફિલ્મો | ફિલ્મ સમીક્ષા | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ
મુખપૃષ્ઠ મનોરંજન  બોલીવુડ  કલાકારોની પ્રોફાઇલ > સફળતાથી મળશે સંતોષ : રાજકુમાર સંતોષી
કલાકારોની પ્રોફાઇલ

IFM
સંતોષીએ 'ઘાતક'(1996)માં એ થીમ પર બનાવી હતી કે જો કાયરતા અને હિંસામાંથી કોઈ એકને પસંદ કરવુ પડે તો હિંસા પસંદ કરવી જોઈએ. સની દેઓલ પાસેથી તેમને એકવાર ફરી જોરદાર અભિનય કરાવ્યો. ફિલ્મની પટકથા સારી હોવાથી દર્શકોને પસંદ આવી.

સંતોષી એ સામાજિક (દામિની) એક્શન(ઘાયલ અને ઘાતક) અને હાસ્ય (અંદાજ અપના અપના) ફિલ્મ બનાવીને બતાવ્યુ છે કે દરેક વખતની જેમ ફિલ્મ સફળતાપૂર્વક બનાવી શકે છે. તેમની વાર્ત કહેવાનો અંદાજ ખૂબ જ શ્રેષ્ઠ છે અને તેમના પાત્ર મજબૂત હોય છે. તેમની છબિ એક એવા નિર્દેશકની બની જે કલાકારો પાસે સારુ કામ લે છે. અનિલ કપૂર, અજય દેવગન, સની દેઓલ, માધુરી દીક્ષિતે સંતોષીની ફિલ્મમાં કામ કરી કેટલાય ઈનામો જીત્યા.

દેઓલ પરિવાર માટે સંતોષી પ્રિય બની ગયા. જ્યારે બોબી દેઓલની ઉમંર ફિલ્મમા આવવા જેટલે થઈ કે બોબીની લોંચિગ ફિલ્મ 'બરસાત' ની જવાબદારી સની અને ધર્મેન્દ્રએ સંતોષીને સોપી. પહેલા આ ફિલ્મ શેખર કપૂર બનાવવાના હતા.

બોબીની પહેલી ફિલ્મ હોવાથી સની અને ધર્મેન્દ્ર જરૂર કરતા વધુ સાવધાની રાખતા હતા. તેમને સંતોષીના કામમાં પણ ખૂબ દખલ કરી અને 'બરસાત'(1995)ને બોક્સ ઓફિસ પર એવી સફળતા ન મળી જેવી કે આશા રાખવામાં આવી હતી.

સનીની દખલથી સંતોષી નારાજ થઈ ગયા અને બંનેની દોસ્તીની વચ્ચે દરાર આવી ગઈ. જે સમયે વહેતા વધુ પહોળી થઈ ગઈ. સનીને એકવાર સંતોષીએ કહ્યુ હતુ; કે તેઓ ભગતસિંહ પર ફિલ્મ બનાવવા માગે છે. સની પોતાના ભાઈ બોબીને ભગતસિંહ બનાવવા માંગતા હતા પણ સંતોષી અડી ગયા કે બોબીને લઈને ફિલ્મ નહી બનાવે. અને આ વાતને લઈને બંનેની મિત્રતા તૂટી ગઈ.

ત્યારબાદ સંતોષીએ ચાઈના ગેટ(1998), પુકાર(2000) અને લજ્જા(2001) બનાવી પણ તેમને સફળતા ન મળી. આ ફિલ્મોમાં સંતોષી પોતાના રંગમાં નહી જોવા મળ્યા.

સંતોષી પર કેટલાય આરોપો લાગ્યા કે ફિલ્મ બનાવવામાં જરૂર કરતા વધુ સમય અને પૈસા વેડફી રહ્યા છે, પણ સંતોષીની પ્રતિભા પર કોઈને શક નથી. કદાચ તેથી જ તો સતત તેમને તક મળતી રહી. કલાકારોને પણ સંતોષી પર વિશ્વાસ છે. તેથી તેમની ફિલ્મોમાં દિગ્ગજ કલાકારો જોવા મળ્યા.

અસફળતાને કારણે તેમના પગ ડગમગી ગયા છે તેથી તેઓ કેટલીય ફિલ્મોની જાહેરાત કરી અને પાછળથી તે ફિલ્મો બંધ કરી દીધી.

11 જાન્યુઆરીએ રજૂ થનારી ફિલ્મ 'હલ્લા બોલ' લાંબા સમયથી તૈયાર છે. પણ સંતોષીના પાછલા રેકોર્ડને જોતા કેટલાય મહિનાઓ સુધી તેના ખરીદનારા ન મળ્યા. હવે આ ફિલ્મ રજૂ થવા જઈ રહી છે. આશા રાખીએ કે 'હલ્લા બોલ' દ્વારા સંતોષીને રિસાયેલી સફળતા પરત મળે.

<<1|2