'ગોલમાલ'(2006)પ્રદર્શિત થતા પહેલા રોહિત શેટ્ટીના વિશે કોઈ જાણતુ નહોતુ. આ હાસ્ય ફિલ્મએ જ્યારે સફળતા મેળવી ત્યારે રોહિતની એક ઓળખાણ બની ગઈ. રોહિતને એક એવો ફિલ્મકાર માનવામાં આવે છે જેમાં સારી ફિલ્મ બનાવવાની શક્યતાઓ જોવા મળે છે. રોહિત આ સમયે 'ગોલમાલ'ની સીક્વલ 'ગોલમાલ રિટર્ન' બનાવવામાં વ્યસ્ત છે. અને 25 જાન્યુઆરીએ તેમના દ્વારા નિર્દેશિત ફિલ્મ 'સંડે' પ્રદર્શિત થવા જઈ રહી છે. આવો જાણીએ શુ કહે છે રોહિત પોતાની આ ફિલ્મ વિશે.
'સંડે' નામ કેમ ?
મેં જ્યારે ફિલ્મનુ નામ 'સંડે' રાખ્યુ ત્યારે બધા મને પૂછવા લાગ્યા કે આ નામ શુ કામ રાખ્યુ ? મારી ફિલ્મ સંડે પર જ આધારિત છે આથી મને આ નામ યોગ્ય લાગ્યુ. જ્યારે અમે ફિલ્મનુ નામ વિચારવા બેસ્યા હતા ત્યારે કશુ પણ સુઝતુ નહોતુ. અમે એવુ નામ નહોતા રાખવા માંગતા જેનાથી ફિલ્મ હાસ્ય કે થ્રિલર કે એક્શન ફિલ્મ છે એવો ભ્રમ થાય. 'સંડે' નામ બધાને ગમ્યુ.
આશા કરતા વધુ સારી બની છે 'સંડે'
વિશ્વાસ કરો, આ ફિલ્મ મારી ધારણા કરતા ઘણી સારી બની છે. આનો શ્રેય હુ મારા કલાકારોને આપવા માંગુ છુ. અજય, અરશદ, ઈરફાન અને આયેશાએ પોતાની ભૂમિકામાં જીવ નાખ્યુઓ છે. તેમનો શાનદાર અભિનય દર્શકોને ખૂબ જ પસંદ આવશે. અજય દેવગન આ ફિલ્મમાં ભ્રષ્ટ પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે. મને યાદ છે કે જ્યારે મેં અજયને પહેલીવાર એની ભૂમિકા સંભળાવી હતી, ત્યારે ભૂમિકા સાંભળતાજ અજયે આ ફિલ્મ માટે હા પાડી દીધી હતી. હાસ્ય ભૂમિકાઓમં અરશદ વારસીનો જવાબ નથી. તે એક કૈબ ડ્રાઈવરની ભૂમિકા ભજવી રહ્યા છે. ઈરફાન ખાને કદાચ જ પહેલા આવી ભૂમિકા નિભાવી હોય, જેવી કે આ ફિલ્મમાં નિભાવી છે. આ કલાકારોની સાથે કામ કરવામાં મને બહુ મજા આવી.
થોડી કોમેડી, થોડી એકશન, થોડી થ્રિલ.
આ સમયે બોલીવુડમાં કેટલીય હાસ્ય ફિલ્મો બની રહી છે અને તાજેતરમાં જ રજૂ પણ થઈ છે. પોતાની ફિલ્મની વાત હુ કરુ તો મારી ફિલ્મ તે હાસ્ય ફિલ્મોની જેવી નથી. આમા થોડી કોમેડી, થોડી એક્શન અને થોડી થ્રિલ છે. જ્યારે દર્શક મારી ફિલ્મ જોશે તો હઁસવાની સાથે સાથે એ પણ વિચારશે કે આગળ શુ થવાનુ છે અને આ જ કારણે મારી ફિલ્મ બીજી હાસ્ય ફિલ્મોથી જુદી છે.
ગોલમાલ રિટર્ન
'ગોલમાલ'ને દર્શકોએ પસંદ કરી અને આ જ કારણે હુ તેની સીકવલ 'ગોલમાલ રિટર્ન' નામની ફિલ્મ બનાવી રહ્યો છુ. 'ગોલમાલ' માં ચાર નાયક અજય દેવગન, તુષાર કપૂર, અરશદ વારસી અને શરમન જોશી હતા જે એક નાયિકા રિમી સેનની પાછળ ભાગે છે. 'ગોલમાલ રિટર્ન'માં ચાર નાયક અને ચાર નાયિકાઓ છે. તેથી મજા પણ બેવડી આવશે. મારી આ ફિલ્મ પણ આ જ વર્ષે પ્રદર્શિત થશે.
|