બોલીવુડની અભિનેત્રીઓમાં આજે સૌથી ગ્લેમરસ અને સુંદર અભિનેત્રી છે તો એ છે પ્રિયંકા ચોપડા. એશના લગ્ન પછી પ્રિયંકાને એશના વિકલ્પ રૂપે ગણાતા તેમને વધુ ફિલ્મો અને જાહેરાતો મળતા તે હવે વધુ વ્યસ્ત થઈ ગઈ છે. આજે આવો અમે તમારી મુલાકાત બોલીવુડની આ સુંદર અભિનેત્રી સાથે કરાવીએ. પુરૂષ કોઇ સ્ત્રીને એક થપ્પડ મારે તો મહિલાએ બે મારવી જોઇએ ! પ્રશ્ન : તમારા મતે હાલના સમયમાં એક સફળ મહિલાને પુરુષ કઈ નજરથી જુએ છે? * મારા મતે હાલ શહેરી પુરુષોના માનસમાં ઘણું જ પરિવર્તન આવ્યું છે આજે સ્ત્રીને પુરુષ સમોવડી ગણવામાં આવી રહી છે. અને જ્યારે તમે કોઈને ચાહો છો ત્યારે તમારે તમારી ઈગો પર કાબૂ રાખતા શીખી લેવું જોઈએ.
પ્રશ્ન : શું તમને ક્યારે પણ તમારી સફળતાને લીધે કોઈ પુરુષની ઈર્ષાનો અનુભવ થયો છે? * હું મારા કામપ્રત્યે સંપૂર્ણ સમર્પિત છું એ જે કંઈપણ મારી જિંદગીમાં છે તે બધા જ જાણે છે, હું ઈચ્છું છું કે મારી સાથે મારા કામ પર ગર્વ કરે.
પ્રશ્નઃ જો તમારો સાથી મિત્ર શૂટીંગ દરમ્યાન તમે પહેરેલા કપડાંને નાપસંદ કરે તો? * જો તમે મને એ સમજાવવામાં સફળ થશો કે એ કપડા મારા પર સારા નથી લાગતા તો હું સ્વેચ્છાએ તેની વાત માનીશ પરંતુ કોઈ વ્યક્તિ મારી સાથે બળજબરી કરે એ હું ક્યારે પણ ચલાવી નહીં લઉં.
પ્રશ્ન : કહેવાય છે કે તમે તમારા પિતાથી ખાસ પ્રભાવિત છો? * ખૂબ જ મારા મતે દરેક સ્ત્રીને મારા પિતા જેવા પતિ મેળવવાની ઝંખના હોય છે.
પ્રશ્ન : તમને તમારા પિતાની કઈ બાબત સૌથી વધુ પસંદ છે. * તેમનામાં અજબ ભાવનાત્મક શક્તિ રહેલી છે તેમને જ મને વૈચારિક વ્યક્તિ તરીકે મળવા પ્રોત્સાહન આપ્યું છે.
પ્રશ્ન : તમે તમારા ભાઈ સાથેના સંબંધો વિશે કઈ જણાવશો? * તે હાલ ઘણો જ નાનો છે. અને ધીરે ધીરે મોટો થઈ રહ્યો છે અને મને તે વાતની ઘણી જ ખુશી છે.
પ્રશ્ન : કહેવાય છે કે 13 વર્ષની ઉંમર સુધી તમે તમને એક છોકરા તરીકે ઓળખવાનું વધારે પસંદ કરતા હતા? * બિલકુલ 13 વર્ષ સુધી હું મેં મારી જાતને ક્યારે પણ છોકરી તરીકે કલ્પી નથી. હું ટોમબોયની જેમ જ વર્તતી હતી. હું વૃક્ષ પર ચડતી, અને મારા મોટા ભાગે છોકરા સાથે દોસ્તી હતી. પ્રશ્ન : તો પછી તમારા સ્વભાવમાં પરિવર્તન કેવી રીતે આવ્યું? * આ સમયગાળા દરમ્યાન કેટલાક છોકરા મને કહેવા લાગ્યા કે તું ખૂબ જ સુંદર છે બસ, ત્યારથી જ હું મારા વાળ પહેરવેશ અને દેખાવ અંગે સભાન બની. જીંદગીમાં મેં ઘણું બધું મારી મમ્મી અને દાદી પાસેથી શીખી છું, પરંતુ અંતમાં મેં ઘણું બધું મારી ભૂલોથી શીખી, એક વાત દરેક માણસે યાદ રાખવી જોઈએ કે પોતે જે ભૂલો કરે, એના કરતાં અન્યની ભૂલ જોઈ તમારા જીવનમાં એ ભૂલ ન થાય, એનું ધ્યાન રાખવું વધારે સારું છે. મારા મને પુરુષો બિલકુલ બાળકો જેવા હોય છે તે ખૂબ જ ઝડપથી આવેશમાં આવી જતાં હોય છે, તેમની સાથે તમારે ખૂબ જ શાંતિપૂર્વક કામ કરવું પડે, બહારની દુનિયામાં ભલે તે પોતાને શેર સમાન ગણાવતો હોય પરંતુ સ્ત્રીની સામે તે હંમેશા બાળક જેવો બની જાય છે.
પ્રશ્ન : જો કોઈ પુરુષ તમારા પર ગુસ્સે થઈ હાથ ઊઠાવે તો તમે તેને માફ કરશો? * ના, પરંતુ હું વળતા જવાબમાં તેને લાફો નહીં મારૂં. પુરૂષ કોઇ સ્ત્રીને એક થપ્પડ મારે તો મહિલાએ બે મારવી જોઇએ !
પ્રશ્ન : કેટલાક લોકોનું માનવું છે કે સ્ત્રીઓ પુરુષોને તેમની સહનશીલતાની હદ સુધી ઉત્તેજીત કરે છે અને બાદમાં તેમની જ ટીકા કરે છે? * ના, આ વાતમાં બિલકુલ તથ્ય નથી.
પ્રશ્ન : શું? તમને નથી લાગતું કે હિન્દી સિનેજગતમાં છોકરીઓ આજકાલ ખૂબ જ નાની ઉંમરમાં આવવા લાગી છે? * મારા હિસાબે આ સમસ્યા પહેલેથી જ હતી, પરંતુ આપણને એ વાતની જાણ મોડી થઈ છે.
|