એક અભિનેત્રીના રૂપમાં પ્રશંસા મેળવેલી ટ્યુલિપ જોશીને અત્યાર સુધી સફળતા નથી મળી. ટ્યુલિપ પોતાની તરફથી આ માટે ખૂબ મહેનત કરી રહી છે. ટ્યુલિપ વ્યવસાયિક અને કલા ફિલ્મોમાં સમતુલન બનાવી રાખવા માંગે છે. તેની 'સુપરસ્ટાર' જલ્દી પ્રદર્શિત થવાની છે. અહીં રજૂ કરીએ છીએ ટ્યુલિપ જોશી સાથેની વાતચીત.
તમારી પાછલી ફિલ્મ 'ધોખા' ને લોકોએ ખૂબ વખાણી,પણ બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સફળ ન થઈ શકી. શુ તમને આનાથી નિરાશા સાંપડી ?
બિલકુલ નહી થઈ. જ્યારે મેં આ ફિલ્મની પટકથા વાંચી હતી ત્યારે જ સમજી ગઈ હતી કે આ ફિલ્મને વ્યવસાયિક સફળતા મળવી મુશ્કેલ છે. ફિલ્મનો વિષય સારો હતો, તે કારણે મેં આ ફિલ્મમાં અભિનય કર્યો. આ ફિલ્મને કરવા માટે મને ગર્વ છે. પૂજા ભટ્ટની સાથે કામ કરવાથી મને ખુશી મળી.
તમને નથી લાગતુ કે 'માતૃભૂમિ' ફિલ્મથી તમને જે પ્રસિધ્ધિ મળી, તે હિસાબથી સફળતા અત્યાર સુધી નથી મળી શકી.
મને મારા જીવનમાં ધણુ બધુ મળ્યુ છે. યશ ચોપડાની ફિલ્મ 'મેરે યાર કી શાદી હૈ' થી મેં શરૂઆત કરી. ત્યારબાદ 'માતૃભૂમિ'માં એક અભિનેત્રીના રૂપે મારી પ્રશંસા થઈ. 'ધોખા' જેવી ફિલ્મમાં કામ કર્યુ. હવે 'સુપરસ્ટાર' આવી રહી છે. આટલા મોટા બેનર્સ હેઠળ કામ કરવાની તક મળી છે. મને લાગે છે કે મને મારી પ્રસિધ્ધિ કરતા વિશેષ મળી રહ્યુ છે અને જેને માટે હું ઈશ્વરની આભારી છુ. હુ મારી તરફથી મહેનત કરી રહી છુ.
સુપરસ્ટાર' સાથે જોડાવવાનુ કારણ ?
ઘણા કારણો છે. પહેલી વાર મને એક મસાલો ફિલ્મમાં કામ કરવાની તક મળી છે. જે ફિલ્મના નૃત્ય-ગીતોમાં મેં અભિનય કર્યો છે. હુ કુણાલ અને નિર્દેશક રોહિત જુગરાજ સાથે પણ કામ કરવા માંગતી હતી.
આ ફિલ્મમાં તમારા પાત્ર વિશે કાંઈક જણાવશો ?
મારા પાત્રનુ નામ છે મૌસમ. આ ખૂબ જ મુશ્કેલ પાત્ર છે. તે કોલેજની છોકરી છે અને કુણાલને પ્રેમ કરે છે. કુણાલ ફિલ્મોમાં સુપરસ્ટાર બનવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. મૌસમ ટીવી પત્રકાર બનવા માંગે છે. બંને પોતાના લક્ષ્ય સુધી પહોચે છે. આ યાત્રમાં કુણાલ બદલાય છે, જેને કારણે એમના સંબંધોમાં બદલાવ આવે છે. કુણાલને મૌસમ હકીકતનો પડછાયો બતાવવાની કોશિશ કરે છે. ખૂબ જ તાજગીથી ભરેલુ અને સરસ પાત્ર છે.
કુણાલ ખેમુ સાથે કામ કરવુ કેવું લાગ્યુ ?
કુણાલની 'કળયુગ' જોયા પછી હુ તેમની પ્રશંસક બની ગઈ. તેઓ પ્રતિભાશાળી હોવાની સાથે સાથે ડાઉન ટૂ અર્થ છે. તેઓ સાથી કલાકારોને મદદ કરવા હંમેશા તૈયાર જ રહે છે અને સેટ પર મોજ-મસ્તી પણ કરે છે.
બોલીવુડમાં પ્રત્યેક દિવસે નવી પ્રતિભાઓનું આગમન થાય છે. તમે તમારી કંઈ આવડતને કારણે તેમનો સામનો કરી શકો છો ?
હું તે મુઠ્ઠીભર અભિનેત્રીઓમાંથી છુ, જેમણે સમાનાંતર ફિલ્મો સાથે મુખ્યધારાની વ્યવસાયિક ફિલ્મોમાં પણ ગ્લેમરસ પાત્ર કરવાની તક મળે છે. મારા ખ્યાલથી આ જ મારી સૌથી ખૂબી છે.
|