સફળ ફિલ્મકાર, ટીવી શોજના જાદુગર અને કમાલના એડ નિર્માતા - કરણ જોહરમા આ ત્રણે ખૂબીઓ ચોખ્ખી દેખાય છે. નાની નાની વસ્તુઓમાં ખુશી શોધી નાખનારા આ ફિલ્મકાર જીવનસાથી પણ શોધી રહ્યા છે.
સુપ્રસિધ્ધ ફિલ્મકાર યશ જોહરના સુપુત્ર કરણ જોહરની શરૂઆત જ કમાલની રહી. તેમણે 'દિલવાલે દુલ્હનિયાઁ ...'થી પોતાની બોલીવુડ યાત્રા શરૂ કરી. જેમા આદિત્ય ચોપડાના સહાયક નિર્દેશકની ભૂમિકા નિભાવી, સ્ક્રીન પ્લે લખવામા ભાગીદાર રહ્યા અને અભિનય પણ કર્યો. તેમણે ફિલ્મના હીરો શાહરૂખ માટે કોસ્ટ્યૂમ ડિઝાઈન પણ કરી..
'દિલવાલે દુલ્હનિયાઁ...'એ જે સફળતા મેળવી એ તો ઠીક છે પણ કરણે જે પહેલી ફિલ્મ જાતે નિર્દેશિત કરી, તે હતી 'કુછ કુછ હોતા હૈ'. આ ફિલ્મએ રેકોર્ડતોડ બીઝનેસ કર્યો. 1998ના આઠ ફિલ્મફેયર એવોર્ડ એકલી આ જ ફિલ્મએ જીત્યા. બીજા એવોર્ડસની વત અલગ છે. બીજી ફિલ્મ 'કભી ખુશી કભી ગમ'એ પણ પાઁચ ફિલ્મફેયર જીતીને તેમને ટોચ પર પહોંચાડી દીધા. 'કલ હો ના...', 'કદી અલવિદા ન કહેના' જેવી સફળ ફિલ્મો પણ તેમણે જ આપી. ઘણા પુરસ્કાર અને સન્માન મેળવી ચૂકેલા કરણનો 2006માં મિસ વર્લ્ડ પ્રતિયોગિતાના નિર્ણાયક મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો. તેઓ પહેલા ભારતીય છે જેમણે આ તક આપવામાં આવી.
અસાધારણ પ્રતિભા ધરાવતા કરણનુ પાછલુ વર્ષ આમ જ ગયુ. હવે લોકો વારંવાર એ જ સવાલ કરે છે કે ગયા વર્ષે તેમણે શુ કર્યુ ? કારણકે 2007માં તેમની એકપણ ફિલ્મ નથી આવી. તેમણે થોડીક એડ ફિલ્મ બનાવી અને ઈંટરવ્યુ કર્યા.
IFM
જાહેરાત બનાવવા વિશે તેમના વિચાર છે કે આનાથી તમારી પ્રતિભામાં નિખરે છે. એક ઈંટરવ્યુમાં કરણે કહ્યુ કે - જાહેરાત બતાવે છે કે તમે તમારા મુખ્ય કામની સાથે વધુ શુ કરી શકો છો. સાથે સાથે તમારી બ્રાંડ વેલ્યુ પણ વધે છે. એક જ ક્ષેત્રમાં પોતાને જાતને હોમી નાખવી એ ખુદ સાથે અન્યાય છે. બસ બંને વચ્ચે સમતુલન બનાવી રાખવુ જોઈએ.
કરણે માત્ર સારી ફિલ્મો બનાવીને કે જાહેરાત બનાવીને જ કમાણી નથી કરી પણ જ કરી પરંતુ બહુચર્ચિત ટીવી શો 'કોફી વિથ કરણ' ને માટે પણ તેમણે યાદ કરવામાં આવે છે. હવે 2008 માટે તેમણે નક્કી કર્યુ છે કે તેઓ આ વર્ષે વધુ ટોક શો નએહે કરે. તેમના મુજબ આ સમયે તેઓ 'દુબઈ લાઈફસ્ટાઈલ' ના અધિકૃત ઈંટરવીવર છે, જેને માટે ગયા વર્ષે તેમણે પ્રખ્યાત ટેનિસ ખેલાડી મારિયા શારાપોવાનો ઈંટરવ્યુ લીધો હતો. ખાસ લોકોના ઈંટરવ્યુ લેવાની સાથે સાથે તેઓ ફિલ્મ નિર્માણમાં વધુ ધ્યાન આપશે.
બહુમુખી પ્રતિભા ધરાવતા આ કલાકારને ફિલ્મકારથી માંડીને મીડિયા સુધીની પોતાની યાત્રા રસપ્રદ લાગે છે. તેમને માત્ર ઈંટરવ્યુ લેવાનુ જ નથી ગમતુ પણ એ પણ ગમે છે કે કોઈ તેમનો ઈંટરવ્યુ લે. વિવિધ મીડીયા માધ્યમોમાં પોતાની બદલતી ભૂમિકાને ભરપૂર માણનારા કરણ કહે છે કે કોને ખબર છે કે આવતીકાલે હું ન્યૂઝ રીડર બની જાઉં.
કરણ જોહરના બેનર 'ધર્મા પ્રોડક્શંસ' આ વર્ષથી જ ફિલ્મ બનાવવાનુ શરૂ કરી રહ્યા છે. આ બેનર સાથે જોડાયેલા યુવા નિર્દેશક તરુણ મનસુખાની આવતી માર્ચથી ફિલ્મ શરૂ કરવા જઈ રહ્યા છે, જે જુલાઈ સુધી પૂરી થઈ જશે એવી આશા છે.
તરુણ દ્વારા બનાવવામાં આવી રહેલ આ ફિલ્મમાં અભિષેક બચ્ચન, પ્રિયંકા ચોપડા અને જોન અબ્રાહમ હશે. કરણનુ માનીએ તો આ ફિલ્મમાં બોબી દેઓલ વિશેષ પાત્ર ભજવશે. 2008માં માત્ર આ જ ફિલ્મ પ્રદર્શિત થશે. જ્યારેકે 2009 થી 2011માં તેમની યોજના છે કે દરેક વર્ષે ત્રણ ફિલ્મો રજૂ કરવામાં આવે. તેમણે એક ઈંટરવ્યુમાં જણાવ્યુ છે કે 2009માં તેમની પ્રથમ એનિમેશન ફિલ્મ 'કુચી કુચી હોતા હૈ' પણ રિલીજ થઈ જશે, અને આ ફિલ્મ 2008ના અંત સુધી શરૂ થઈ જશે જેને કરણ પોતે નિર્દેશિત કરશે.