અક્ષય કુમાર એક એવા હીરો છે જેમને બોલીવુડમાં ઘણા સંઘર્ષો બાદ આજે એક મુકામ મેળવ્યો છે. તેમના સ્ટંટ દ્રશ્યો સૌથી વધુ લોકપ્રિય છે. તેમની ઈમેજ એક રફ એંડ ટફ કલાકારની છે. આવીએ જાણીએ તેમના જીવનની ખાટીમીઠી વાતો તેમના મોઢે.... - આ વર્ષે ‘વેલકમ’ તમારી આઠમી ફિલ્મ છે! શું તમે તેને સિદ્ધિ ગણો છો? -શું કામ ગણું? એની પહેલાં પણ મેં ઘણી હિટ ફિલ્મો આપી છે. હું માનું છું કે લાઇફ અને કરિયર બંને સર્કલમાં ફરે છે. હું તો એવો ને એવો જ છું પણ ફરીથી મારો સમય આવી ગયો છે.
>> તમને યશરાજ ફિલ્મ કે ધર્મા બેનરનો સપોર્ટ નથી મળ્યો તો શું તમારી કરિયરમાં તેની કંઇ અસર છે? - મોટા બેનર સાથે કામ કર્યાં વિના મને જે સફળતા મળે છે તે વધારે મૂલ્યવાન છે. મારી ૧૮ વર્ષની કરિયરમાં મારી સાથે કોઇ મોટા ફિલ્મમેકરે કામ નથી કર્યું. તેમને એવું લાગતું હતું કે હું મોટા બેનરમાં ફિટ થઇ શકું તેમ નથી. ઘણી મોટી હિરોઇનોએ પણ મારી સાથે કામ કરવાની ના પાડી છે, કારણ કે ત્યારે હું કોઇ મોટા સ્ટારનો દીકરો ન હતો. અને કોઇ સુપરસ્ટાર પણ હતો નહીં. ત્યારે મારી સામે બે વિકલ્પો હતા એક કે હું મારી જાતને લુઝર માનીને બેસું અથવા તો મારા માટે એક નવો રસ્તો ખોલું તો મેં બીજો વિકલ્પ ચૂઝ કર્યો અને તમે જોઇ શકો છો કે અત્યારે હું ક્યાં છું.
>> શું તમને મળેલી સફળતા અચાનક ગાયબ થઇ જશે એવો ડર લાગે છે? - સાચું કહું તો હું મારી જાતને સુપરસ્ટાર ગણતો જ નથી. હું તો બસ ખાલી મારા રસ્તા પર ચાલ્યા જ કરું છું.
>> તમને પહેલાં પથ્થર કે લાકડા જેવા એક્ટર ગણવામાં આવતા હતા, કારણ કે તમારા ફેશ પર ઘણી વાર કોઇ હાવભાવ જ નહોતા દેખાતા તો એવી કઇ વસ્તુ છે જે તમને ચહેરા પર હાવભાવ લાવવા માટે પ્રેરે છે? - હું ૧૮ વર્ષથી આ ફિલ્મઉદ્યોગમાં છું. આટલા વખતમાં ઇન્સાન કુછ તો શીખતા હૈ ના?
>> એવું સાંભળવા મળ્યું છે કે તમે હવે ફિલ્મ કરવા માટે ૨૨ કરોડ લો છો! તો શું તમને લાગે છે આ ભાવ બરાબર છે? - કેમ નહીં! હું તો બસ એવું માનું છું કે હું જેટલી મહેનત કરું છું તેનું પૂરેપૂરું વળતર મને મળવું જોઇએ.
>> તમને તમારી આસપાસ ચાલતી સ્પર્ધાત્મક દુનિયાથી ડર લાગે છે! તમે નવા આવતા કલાકારો સાથે કેવી રીતે તાલમેલ મેળવી શકો છો? હું નવા આવનારા કલાકારોથી ખૂબ ડરું છું. મને સતત એવું લાગ્યા કરે છે કે તેઓ મને કળવાની ટ્રાય કર્યાં કરે છે. એટલે હું દરરોજ મારા કામમાં ૧૦ % મહેનત વધારે ઉમેરી દઉં છું.
>> એવી કોઇ ફિલ્મ છે જે તમને કરવી ન ગમી હોય? અત્યાર સુધીમાં મેં ૧૨૦ ફિલ્મો કરી છે એમાં એવી ઘણી ફિલ્મો છે કે જેના વિશે હું વિચારું છું તો મને તે કર્યાનું દુઃખ થાય છે.
>> શું તે સાચું છે કે ‘સિંગ ઇઝ કિંગ’ ફિલ્મ માટે તમે રોજ ૮૦ માળ ચઢતા હતા? - તે પેપરમાં આવ્યું હતું એટલે તે સાચું જ હશે પણ તેમાં એક વાત ખોટી છે તે છે માળની સંખ્યા, હું રોજ ૧૫૦ માળ ચઢતો હતો.
>> સાચે જ? - હા, જ્યારે તમે સ્વસ્થ હો ત્યારે તમારા માટે કોઇ પણ વસ્તુ કરવી શક્ય છે.
>> જો તમે ફિલ્મોમાં સફળ ન થયા હોત તો તમે શું કરતા હોત તેવું કોઇ દિવસ તમે વિચાર્યું છે? - હું ક્યાંક સ્ટ્રગલિંગ એક્ટર હોત. કદાચ હું ક્યાંક માર્શલ આર્ટ્સ શીખવતો હોત અથવા તો હું કદાચ રસોયો હોત અને અત્યાર સુધીમાં તો હું હેડસેફ બની ગયો હોત. કદાચ હું મારી રેસ્ટોરાંની ચેઇન ચલાવતો હોત. હું તે રેસ્ટોરાંનું નામ ‘ગરમ મસાલા’ રાખત.
>> તમે અક્ષય કુમાર બન્યા પછી કોઇ દિવસ રસોડામાં પગ મૂક્યો છે? -હું જ્યારે ઘરે એકલો હોઉં ત્યારે મોટા ભાગે રસોડામાં જ હોઉં છું.
>> તમે ને તમારી પત્ની કઇ વાતમાં ઝઘડો છો? - લગભગ દરેક વાતમાં.
>> તમને તમારી પત્નીમાં કઇ વાત ગમતી નથી? બધું બાદ કરતાં એવું કંઇ નથી કે જે મને ટ્વિંકલમાં ન ગમતું હોય.
>> તમારા ઘરનું રિમોટ કન્ટ્રોલ કોના હાથમાં છે? - જેના હાથમાં તે આવી જાય તેના હાથમાં હોય છે.
>> તમે તમારી પત્નીને ક્યારેય ચોંકાવી છે? - હા, અમે હમણાં જ નવું ઘર લીધું છે અને તે ઘરમાં પહેલી વખત હું દાઢી રાખીને ગયો હતો ત્યારે ટ્વિંકલને લાગ્યુ કે ઘરમાં બિન લાદેન ઘૂસી ગયો છે.
>> તમે સવારે સૌથી પહેલાં શું કરો છો? - હું મારા દીકરા આરવને કિસ કરું છું.
>> આરવ સૌથી પહેલાં કયો શબ્દ બોલ્યો હતો? શું ત્યારે તમે તેની સાથે હતા? - તે સૌથી પહેલાં ‘ઓમ’ બોલ્યો હતો અને જ્યારથી તે બોલતા શીખ્યો છે ત્યારથી હું તે સાંભળું છું.
>> તમને સૌથી વધારે શું વાંચવું ગમે છે? - હું તમને જોઇ શકું છું.
|