મુખપૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > કલાકારોની પ્રોફાઇલ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
હું પણ એક ક્રેઝી માણસ છુ : સુરેશ મેનન

P.R
પ્રખ્યાત હાસ્ય કલાકાર સુરેશ મેનનનો પરિચય કરાવવાની જરૂર નથી. દર્શકો તેમને ટીવી કે ફિલ્મોમાં કેટલીય વાર જોઈ ચૂક્યા છે. સુરેશ હવે આવનારી ફિલ્મ 'ક્રેજી 4' માં જોવા મળશે. આ ફિલ્મમાં તેઓ એક મહત્વપૂર્ણ પાત્ર ભજવી રહ્યા છે. તેમની સાથેની અમારી મુલાકાતના કેટલાક અંશ અહીં અમે રજૂ કરી રહ્યા છે.

- 'ક્રેજી 4' માં તમારા પાત્ર વિશે કશુ બતાવો.
ડબ્બૂ નામનુ પાત્ર કરી રહ્યો છુ જે પોતાના વિશે કશુ પણ બોલતો નથી. આ ચરિત્ર મારા કરતા એકદમ વિરુધ્ધ છે. હું ખૂબ જ બક બક કરુ છુ. આમ તો હું પણ ક્રેજી માણસ છુ નહિ તો શુ ફિલ્મોમાં કામ કરવા ટાઈમ્સ ઓફ ઈંડિયાની નોકરી છોડીને થોડી આવતો.

-'ક્રેજી 4' વિશે તમારુ શુ માનવુ છે ?
ફિલ્મની સ્ટોરી ખૂબ જ સાધારણ જેવી છે. ચાર માણસો છે, જે પરસ્પર મિત્રો છે. તેઓ પોતાના મગજનો ઈલાજ કરાવી રહ્યા છે. તેમનુ માનવુ છે કે માનસિક રૂપથી બીમાર લોકોને ગાંડાના હોસ્પિટલમાં નહી પણ બહાર મૂકવા જોઈએ અને સામાન્ય માણસોને ગાંડાના હોસ્પિટલમાં મૂકવા જોઈએ. કારણકે સામાન્ય માણસો વધુ ક્રેજી હોય છે. હું દાવો તો નથી કરતો કે આ ફિલ્મ સંપૂર્ણ રીતે કોમેડી ફિલ્મ છે, પરંતુ એક વાત છે કે આ ફિલ્મમાં દરેક વાત વ્યંગ્યાત્મક રૂપે કહેવામાં આવી છે. આ ફિલ્મને બધા પસંદ કરશે.
P.R

એક નિર્દેશકના રૂપમા જયદીપ સેનની આ પહેલી ફિલ્મ છે. તેમની સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો ?
ભલે જ આ જયદીપ સેનની નિર્દેશકના રૂપમાં પહેલી ફિલ્મ હોય, પણ તેઓ ખૂબ જ અનુભવી છે. લાંબા સમયથી તેઓ ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. રાકેશ રોશન સિવાય ઘણા નિર્દેશકો સાથે સહાયકના રૂપમા કામ કરી ચૂક્યા છે. તેઓ એક શ્રેષ્ઠ નિર્દેશક છે અને આ ફિલ્મ જોયા પછી બધા માનશે કે તેમનામાં ઘણી પ્રતિભા છે.

શૂંટિંગ દરમિયાન સેટનુ વાતાવરણ કેવુ રહેતુ હતુ ?
એકદમ સરસ. અમે લોકો સેટ પર ખૂબ હસી-મજાક કરતા રહેતા હતા. આમ પણ કામ સાથે મસ્તી હોવી જરૂરી છે. ઈરફાન અને રાજપાલ તો હંમેશા ઉત્સાહમાં જોવા મળતા. અમે લોકોએ કોઈ પણ જાતની તકલીફ વગર શાનદાર રીતે અમારું કામ પુરૂ કર્યુ.

જો તમને ભવિષ્યમાં કોઈ ગંભીર પાત્ર ભજવવુ પડે તો તમે ભજવવુ પસંદ કરશો ?
P.R
મને લાગે છે કે હું હાસ્ય ભૂમિકાઓને માટે યોગ્ય છુ. બની શકે કે ભવિષ્યમાં કદી ગંભીર પાત્ર ભજવી પણ લ ઉ તો જ્યાં સુધી મારુ મંતવ્ય છે તો હુ હસ્ય અભિનેતાના રૂપમાં જ સારો છુ.

શુ લોકોને હસાવવા તમને સહેલુ લાગે છે ?
જી નહી. આ સૌથી વધુ મુશ્કેલ કામ છે. દરેક માણસ પોતાની જીંદગીમાં તમામ સમસ્યાઓથી ઘેરાયેલો રહે છે. અને તેને હસવા માટે એક ક્ષણ પણ નથી મળતી. આવામાં જો આપણે તેને હસાવવામાં સફળ થઈએ તો થોડા સમય માટે તે તનાવથી મુક્ત થવાનો અનુભવ કરે છે.

તમે કેરિયરની શરૂઆત કેવી રીતે કરી હતી ?
ટેલીવિઝન પર 'મેં ભી ડિટેક્ટિવ' નામના એક ગેમ શો દ્વારા. આમાં મારી સાથે સાજિદ ખાન હતા.

'ક્રેજી 4' ની સ્ટોરી માટે ક્લિક કરો
ઘણું બધુ
ઋત્વિકે મને માર્ગદર્શન આપ્યુ : રાજેશ રોશન
આશુતોષ ગોવારીકર સાથે મુલાકાત.
યશરાજ ફિલ્મ્સ - નવ મહિના પાંચ ફિલ્મો.
43 વર્ષના થયા આમિર ખાન
'રેસ'ના નિર્માતા અબ્બાસ મસ્તાન સાથે મુલાકાત
અક્ષય સાથે રસપ્રદ મુલાકાત