'રેસ' અને 'વેલકમ' જેવી હિટ ફિલ્મો સાથે જોડાયેલા અનિલ કપૂર હાલ ફરી ચર્ચાનુ કેન્દ્ર બન્યા છે. લગભગ પચાસ વર્ષના અનિલ કપૂરને બોલીવુડની ઘણી ફિલ્મોના પ્રસ્તાવ મળી રહ્યા છે. યશરાજ ફિલ્મ્સની 'ટશન' માં તેઓ ભૈયાજીનુ પાત્ર ભજવી રહ્યા છે. અહીં અમે અનિલ કપૂર સાથે એક મુલાકાત રજૂ કરી રહ્યા છે.
યશરાજ ફિલ્મસની સાથે વર્ષો પછી કામ કરવુ કેવુ લાગી રહ્યુ છે ?
મને પોતાના કેરિયરના શરૂઆતમાં યશજીની સાથે 'મશાલ' જેવી ફિલ્મમાં કામ કરવાની તક મળી હતી. જેમાં દિલીપ કુમાર જેવા મહાન અભિનેતા પણ હતા. જો યશજી મને 'મશાલ'માં કામ કરવાની તક ન આપતા તો કદાચ હુ અહીં સુધી ન પહોંચતો. યશજીની સાથે મેં 'લમ્હે' માં પણ કામ કર્યુ. આજે પણ લોકો તે ફિલ્મને યાદ કરે છે. આ બેનરની સાથે કામ કરવુ એ મને હંમેશા સારુ લાગે છે.
'ટશન'ની વ્યાખ્યા કેવી રીતે કરશો અને તમારુ ટશન શુ છે ?
સાચા અર્થમાં ટશનનો મતલબ છે કે ગુડલક. ફિલ્મમાં ટશનનો અર્થ ગુડલક, વ્યવ્હાર અને સ્ટાઈલ છે. ફિલ્મમાં મારુ ટશન બે જોડી જીંસ જેણે હું 365 દિવસ પહેરુ છુ. અને મારા બૂટ જેણે હું વર્ષોથી પહેર્યા છે. જીંસ અને બૂટ મારી સ્ટાઈલ છે.
તમારા પાત્ર વિશે કાંઈક જણાવો.
મારુ પાત્ર કાનપુરમાં રહેનારાનુ છે. આ રિક્ષા ચલાવીને પૈસા કમાવે છે, પણ છે ખૂબ જ મહત્વાકાંક્ષી. તેણે લોકો ભૈયાજી કહીને બોલાવે છે. પોતાની ઈચ્છાઓને પૂરી કરવા તે કાયદો તોડતા પણ ગભરાતો નથી. મુંબઈ આવીને તે પોતાના સપનાઓ ને પૂરા કરે છે. હવે તેનુ સ્વપ્ન આંતરરાષ્ટ્રીય સ્તરનુ છે, પણ તે અંગ્રેજી સારી રીતે નથી જાણતો. તે ત્રીજુ ધોરણ પાસ છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યુ છે કે તે કેવી રીતે અંગ્રેજી બોલતા શીખે છે અને પોતાના સપના પૂરા કરે છે.
તમે ખરાબ પાત્ર ભજવવુ પસંદ કેમ કર્યુ ?
હુ આને ખરાબ પાત્ર નથી માનતો. મારા હિસાબથી ભૈયાજી એક પ્રેમાળ પાત્ર છે. આમ પણ હવે લોકો ખરાબ લોકોને વધુ પસંદ કરે છે. આજની યુવા પેઢી ખરાબ વ્યક્તિઓ પ્રત્યે વધુ આકર્ષિત થાય છે.
P.R
અક્ષય કુમાર કેટલીય ફિલ્મો પછી 'ટશન'માં જોવા મળશે. સેફ અને કરીનાની હોટ જોડી પણ આ ફિલ્મમાં છે તમે શુ કહેશો આ વિશે ?
આ ફિલ્મમાં મારા ત્રણે સહયોગીઓએ અત્યાર સુધીની ફિલ્મો કરતાં શ્રેષ્ઠ અભિનય કર્યો છે.
ફિલ્મના નિર્દેશક વિજય કૃષ્ણ આચાર્યએ 'ધૂમ' અને 'ધૂમ 2' ની વાર્તા લખી છે. હવે તેઓ નિર્દેશકના રૂપમાં લોકોની સામે આવી રહ્યા છે. શુ તેઓ આ ફિલ્મ દ્વારા ધૂમ મચાવવામાં સફળ થશે ?
ફિલ્મનો બોક્સ ઓફિસ પર જે કોઈ પરિણામ આવે, પણ આટલુ તો જરૂર કહીશ કે તેઓ એક સારા લેખક છે અને તેથી વધુ એક સારા નિર્દેશક છે.