શશિ કપૂર એવા કલાકાર છે જેમણે પોતાની યાત્રા સંઘર્ષથી શરૂ કરી. રાજ અને શમ્મી કપૂર જેવા મોટા ભાઈઓ હોવા છતાં પણ શશિએ પોતાની લક્ષ્ય પોતે નક્કી કર્યુ અને એક સફળ કલાકારના રૂપમાં સ્થાપિત થયા, સાર્થક અને કલાત્મક ફિલ્મો બનાવી અને વિદેશી ફિલ્મોમાં પણ કામ કર્યુ. આજકાલ તેઓ પૃથ્વી થિયેટરના માધ્યમ દ્વારા નાટકોની દુનિયામાં રંગાઈ ગયા છે.
રાજકપૂરની જાણીતી ફિલ્મો 'આગ' અને 'આવારા'માં એક નિર્દોષ નાનો બાળક જોવા મળે છે. જે એ જમાનાની ઘણી ધાર્મિક ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યો હતો. સીધો સાદો અને ભોળો લાગતો આ કલાકાર છે શશી કપૂર.
આ લગભગ સાત દશકા પહેલાની વાત છે. 'આગ' 1948માં રજૂ થઈ અને તે સમયે શશી કપૂરની ઉમંર હતી માત્ર દસ વર્ષ. ત્યારે ધાર્મિક ફિલ્મો વધુ બનતી હતી. જેમાં તેઓ એક બાળ કલાકારના રૂપમાં જોવા મળ્યા. 'આવારા'માં રાજકપૂરના બાળપણનો રોલ પણ તેમને જ કર્યો હતો. તે છતાં તેમણે મોટા થઈને સંઘર્ષ કરવો પડ્યો. જો કે તેમના મોટા બે ભાઈ રાજ અને શમ્મી કપૂર બોલીવુડમાં સ્થાપિત થઈ ચૂક્યા હતા. એક હીરોના રૂપમાં તેમની પહેલી ફિલ્મ 1961માં આવી. આ ફિલ્મ હતી 'ધર્મપુત્ર' જેમાં યશરાજ ચોપડા જેવા સુસ્થાપિત ફિલ્મકારે બનાવી હતી. ત્યારબાદ તો તેમના કેરિયરને જાણે પાંખો મળી ગઈ. લગભગ 25 વર્ષ સુધી તેમણે એક રોમેંટિક હીરોની સાથે સાથે વિવિધ ભૂમિકાઓ રજૂ કરી. સાહીઠ અને સીત્તેરના ગાળામાં તેમની ફિલ્મો આવતી જ રહી. એંશીના શરૂઆતના વર્ષોમાં પણ શાન અને નમકહલાલ જેવે ફિલ્મો આવી, જેમાં તેમણે મહત્વનો ભાગ ભજવ્યો હતો.
સાહીઠના દર્શકોમાં તેમની મહત્વપૂર્ણ ફિલ્મો હતી - વક્ત, જબ જબ ફૂલ ખિલે, આમને સામને, હસીના માન જાયેગી, પ્યારકા મૌસમ વગેરે. આ દરમિયાન તેમની અંગ્રેજી ફિલ્મો શેક્સ પિયર વાલા અને પ્રેંટી પોલી પણ આવી. સીત્તેરના દશકાની મહત્વની ફિલ્મોમાં શર્મિલી, આ ગલે લગ જા, રોટી કપડાં ઔર મકાન, ચોર મચાયે શોર, કભી-કભી, ઈમાન-ધરમ, ત્રિશૂળ, સત્યમ શિવમ સુંદરમ, જુનૂન, સુહાગ, કાલા પત્થર વગેરે રહી. એશીના દશકમાં કલિયુગ, દો ઔર દો પાંચ, શાન, ક્રાંતિ, સિલસિલા, બસેરા, વિજેતા, નમકહલાલ, સવાલ, ન્યૂ દેહલી ટાઈમ્સ, ઈલ્જામ, ઈજાજત વગેરે આવી.
હિન્દી ફિલ્મોના સફળ અદાકાર શશી કપૂરની એક બીજી ઈમેજ પણ છે. તે ઈમેજ એક ભારતીય કલાકારની. જેણે બ્રિટિશ અને અમેરિકામાં પણ કામ કર્યુ. ખાસ કરીને મર્ચંટ આઈવરી પ્રોડક્શનની ઘણી ફિલ્મોમાં 'ક્રોસઓવર એક્ટર' કહેવાતા શશિએ અવ્વલ નંબરની ભૂમિકા નિભાવી. લોટ્સ ફિલ્મ્સ દ્વારા બનાવવામાં આવેલી અમેરિકન ફિલ્મ 'સિધ્ધાર્થ' તો એવી કૃતિ છે જેને તેમણે આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રસિદ્ધિ અપાવી અને સન્માન પણ.
મર્ચંટ આઈવરીની શેક્સપિયર વાલા, બોમ્બે ટોકીઝ, હીટ એંડ ડસ્ટ અને સાઈડ સ્ટ્રીટ્સ વગેરે ફિલ્મોમાં શશીકપૂરે કામ કર્યુ. હીટ એંડ ડસ્ટમાં તેમની સાથે તેમની પત્ની જેનીફર પણ હતી. દીગર પ્રોડક્શન કંપનીઓની ફિલ્મોમાં પ્રેટી પોલી. સિધ્ધાર્થ અને સેમી એંડ રોજી ગોટ લેંડ વગેરે છે. અભિનયમાં સફળ થયા પછી તેમણે ફિલ્મ નિર્માણમાં પગ મૂક્યો અને સ્સામાન્ય ફિલ્મો બનાવવાને બદલે સાર્થક ફિલ્મો બનાવી. આ ફિલ્મો કલા દ્રષ્ટિએ ખૂબ જ ઉત્કૃષ્ટ છે. આવી ફિલ્મોમાં જનૂન, કલયુગ, 36 ચૌરંગી લેન, વિજેતા, ઉત્સવ અને અજૂબા જેવી ફિલ્મો છે. અજૂબાનુ નિર્દેશન પણ શશી કપૂરે જ કર્યુ હતુ. આજકાલ આ પૃથ્વી થિયેટરના આધારસ્તંભ બનેલા છે. આ થિયેટરને તેમના પિતા પૃથ્વીરાજ કપૂરે સ્થાપિત કરી હતી. શશિ કપૂરના માર્ગદર્શનમાં આ સંસ્થા નાટકોને તેમની સુસ્થાપિત ખ્યાતિ અપાવવાની દિશામાં મહત્વપૂર્ણ કામ કરી રહી છે.
અમિતાભ-યશરાજનો મળ્યો સાથ
દોસ્તી પર આધારિત કે ભાઈઓથી છુટા પડવુ-ભેગા થવુ વાળી ફિલ્મોનો સમય શરૂ થયો તો શશિ કપૂરની જોડી અમિતાભની સાથે જામી ગઈ. બંને જણે કેટલીય ફિલ્મો સાથે સાથે કરી. જેમાં દિવાર, ત્રિશૂલ, સિલસિલા, કભી કભી, સુહાગ, દો ઔર દો પાંચ વગેરે.
આ જ રીતે યશ ચોપડાની સાથે શશિ કપૂરની સફળ જોડી બની. યશના નિર્દેશનમાં શશિએ કેટલીય ફિલ્મો બનાવી હતી, જેમાં વક્ત, દીવાર, ત્રિશૂલ, સિલસિલા અને કભી-કભી જેવી સુપરહિટ ફિલ્મો છે.