મિથુનનો છોકરો મિમોહ ચક્રવર્તીની પહેલી ફિલ્મ 'જિમી' બહુ જલ્દી રજૂ થવા જઈ રહી છે. મિમોહને લઈને પહેલા 'હી' બનાવવાની જાહેરાત થઈ હતી, પરંતુ દુર્ભાગ્યવશ તે બંધ થઈ ગઈ. 'જિમી' લાંબા સમયથી બનીને તૈયાર છે, પણ તેની રજૂ થવાની તારીખ સતત આગળ વધતી જઈ રહી છે. મિમોહને આશા છે કે મે મહીનામાં તેમની આ ફિલ્મ સિનેમાઘરોમાં જોવા મળશે. અહી રજૂ કરીએ છીએ મિમોહ સાથેની વાતચીત.
તમારી પહેલી ફિલ્મના રૂપમાં 'હી-ધ ઓનલી વન' શરૂ થઈ હતી, પણ હવે 'જિમી' તમારી પહેલી ફિલ્મના રૂપમાં રજૂ થવા જઈ રહી છે ?
'હી' મારી પહેલી ફિલ્મ હતી, પણ નિર્માતાઓની વચ્ચે થયેલા વિવાદોને કારણે આ ફિલ્મ બંધ પડી ગઈ. 'જિમી' મેં 'હી' પહેલા સાઈન કરી હતી. 'હી' બંધ થયા પછી મેં પુરૂ ધ્યાન 'જિમી' પર આપ્યુ અને હવે આ ફિલ્મ પ્રદર્શન માટે તૈયાર છે.
મિથુનના પુત્ર હોવાને નાતે તમે કોઈ મોટા બેનર સાથે પણ તમારુ કેરિયર શરૂ કરી શકતા હતા. 'જિમી' ના નિર્માતા નવા છે આ વિશે તમે શુ કહો છો ?
મિથુને પણ પોતાની શરૂઆત 'મૃગયા' જેવી નાની ફિલ્મથી કરી હતી અને ત્યારબાદ તેઓ મોટા સ્ટાર બન્યા હતા. મિથુને મને સલાહ આપી કે હુ પોતાના કેરિયરની શરૂઆત નાની ફિલ્મથી કરુ. આ ફિલ્મ જો થોડી પણ ચાલશે તો તેનો શ્રેય મને મળશે.
મિથુને તમને શુ સલાહ આપી ?
પોતાના અનુભવોના આધારે તેમણે મને કહ્યુ કે તુ પોતાની જાતને વધુ હોશિયાર ન સમજીશ જેવુ નિર્દેશક કહે તેવુ જ કરજે અને દરેકની સાથે સન્માનપૂર્વક વાતચીત કરજે. કેટલીવાર તેઓ મજાક પણ કરતા હતા. તેઓ મને કહેતા હતા કે તારો રંગ તારી મમ્મી પર ગયો છે. જો તૂ મારી જેવો શ્યામ હોત તો તને ફિલ્મોમાં વીસ વર્ષ સુધી સંઘર્ષ કરવો પડત.
તમે તમારા પિતાને મિથુન કેમ કહો છો ?
જ્યારે મેં ચાર વર્ષનો હતો, ત્યાં સુધી મને બોલતા નહોતુ આવડતુ. આ કારણથી મારા માતા-પિતા ખૂબ પરેશાન રહેતા હતા. એક દિવસ મિથુને મારી પાસે આવીને મને 'મિ' બોલાવવાનો પ્રયત્ન કર્યો. હું જેમતેમ કરીને મિ બોલવા માંડયો. બે ત્રણ દિવસ તેઓ મને આ જ શબ્દ બોલાવતા રહ્યા. પછી હું થુ અને ન નો વારો આવ્યો. મારે મોઢેથી મિથુન શબ્દ સાંભળીને તેઓ ખૂબ ખુશ થતા હતા. આ રીતે હું તેમને મિથુન જ કહેવા લાગ્યો. મારુ જોઈને મારા ભાઈ બહેન મહાશય, રિમોહ, નમોશિ અને દિશાની પણ તેમને મિથુન જ કહે છે. કોઈ પણ તેમને પાપા કે બાબા કહીને નથી બોલાવતા.
મિથુનની આગળ તમે તમારી જાતને ક્યા જુઓ છો ?
'જિમી' ની સ્ટોરી માટે ક્લિક કરો
ડાંસમાં તેમની સાથે હરીફાઈ કરી શકુ છુ, પણ અભિનયની બાબતે હું હજુ પાછળ છુ.
તમને અને તમારા પિતાજીને સાથે લઈને કોઈ ફિલ્મનો પ્રસ્તાવ મળ્યો છે ?
કેટલાય લોકો આ અંગે વાતચીત કરી ચૂક્યા છે પણ હું પોતે નથી ઈચ્છતો કે તેમની સાથે આઉ. હજુ હું તેમની સાથે આવવા માટે તૈયાર નથી. જે દિવસે મને લાગશે કે હું તૈયાર છુ, હું ફિલ્મ કરવાની હા પાડી દઈશ.
મિથુન કલા ફિલ્મોમાં પણ જોવા મળ્યા. શુ તમારી રુચિ પણ કલા ફિલ્મોમાં છે ?
પહેલી ફિલ્મ 'મૃગયા' દ્વારા મિથુનને રાષ્ટ્રીય પુરસ્કાર જરૂર મળ્યો પણ કામ નહી. ભૂખા રહેવાનો વારો આવ્યો હતો. આ વાત પરથી તેમને સબક મેળવીને મસાલા ફિલ્મોમાં કામ કર્યુ. પોતાને સ્થાપિત કર્યાના 15 વર્ષ બાદ તેમણે 'તહાદેર કથા' જેવી કલા ફિલ્મોમાં કામ કર્યુ. મિથુને પોતાના જીવનની આ કથા આ શીખ સાથે ઘણીવાર મને સંભળાવી કે પહેલા પોતાની જાતને સ્થાપિત કરો અને પછી ફિલ્મોમાં નવા પ્રયોગ કરો.
તમારી આવનારી ફિલ્મ ?
હેમિલ્ટન, પેલેસ, લૂટ, ઈંડિયા રોક્સ અને જનરેશન નેક્સ્ટ.
|