મિથુન ચક્રવર્તીના પુત્ર મિમોહને પહેલી ફિલ્મ 'જિમી' રજૂ થવા જઈ રહી છે. આ ફિલ્મના રજૂ થતાં પહેલાં મિમોહ ચર્ચાનો વિષય બનેલા છે, પણ નાયિકા વિવાનાને બધા ભૂલી જાય છે.
વિવાનાનો અર્થ છે અનંતકાળ સુધી ચમકતા રહેવુ અને વિવાના બોલીવુડના આકાશમાં ચમકવા માંગે છે. વિવાનાની પણ આ પહેલી ફિલ્મ છે અને તે આતુરતા પૂર્વક આ ફિલ્મના રજૂ થવાની અને લોકોના અભિપ્રાય જાણવાની રાહ જોઈ રહી છે.
કોણ છે વિવાના ?
વિવાના ગૈર ફિલ્મી પરિવારથી છે અને તેના પિતા પોલીસ ઓફિસર છે. ઉત્તરપ્રદેશમાં રહેનારી વિવાના જ્યારે 9માં ઘોરણમાં ભણતી હતી, ત્યારે શાહરૂખ અભિનીત ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ' જોઈ. આ ફિલ્મએ વિવાનાના મગજ પર ઉંડી અસર કરી અને તેણે હીરોઈન બનવાના સપનાં જોવા શરૂ કરી નાખ્યા.
મસૂરી બોર્ડિંગ સ્કૂલમાં ભણતી વિવાનાએ પોતાના પિતાને પત્ર લખ્યો અને પોતાના સપનાના વિશે જણાવ્યુ. વિવાનાના પિતાએ તેમણે પહેલા ભણતર પુરૂ કરવા માટે કહ્યુ. વિવાના તો પોતાનુ સપનું પુરૂ કરવા માંગતી હતી. તેણે પિતાની વાત માનીને પોતાનો અભ્યાસ પૂરો કર્યો અને પછી 2005માં પોતાના માતા-પિતાની પરવાનગી લઈને મુંબઈનો રસ્તો પકડ્યો.
અભિનયનુ પ્રશિક્ષણ
વિવાનાને અભિનયનો બિલકુલ અનુભવ નહોતો. તેથી તેણે સૌથી પહેલા અભિનયમાં નિપુણતા મેળવવા માટે અનૂપમ ખેરની સ્કૂલમાં એડમિશન લીધુ. અભિનય શીખ્યા પછી વિવાનાનો અસલી સંઘર્ષ શરૂ થયો.
ફિલ્મોમાં કામ મેળવવુ ઘણુ મુશ્કેલ હોય છે અને તેને માટે સખત મહેનત કરવી પડે છે. ભાગ્ય એ લોકોનો સાથ આપે છે, જેમનામાં લગન હોય છે. વિવાના ઉપર તો અભિનયનુ ભૂત સવાર હતુ. તેણે જલ્દી એક જાહેરાત કંપનીમાં કામ કરવાની તક મળી ગઈ.
આ એક મોટી તક હતી કારણકે આ જાહેરાતમાં તેમણે બોલીવુડના સુપર સ્ટાર અક્ષય સાથે કામ કરવાનું હતુ. વિવાનાની મંજીલ ફિલ્મ હતી, પણ અક્ષયની સાથે કામ કરવાનો અવસર તે ગુમાવવા નહોતી માંગતી. તેણે તરત જ તક ઝડપી લીધી. સુંદર વિવાનાને ત્યારબાદ ઘણી મોટી કંપનીઓએ મોડલ બનાવી.
|