' જીમી' કેવી રીતે મળી ?
સફળ મોડલ બન્યા પછી વિવાનાની એક ઓળખાણ બની ગઈ અને ફિલ્મ નિર્માતાઓનુ ધ્યાન તેમની તરફ ગયુ. વિવાનાને પ્રસ્તાવ મળવા શરૂ થઈ ગયા, પણ વિવાના એક સારી ફિલ્મની રાહ જોઈ રહી હતી. તે પોતાનુ કેરિયર એક મહત્વપૂર્ણ ફિલ્મથી શરૂ કરવા માંગતી હતી.
'જિમી'ના નિર્દેશક રાજ એન. સિપ્પી અને નિર્માતા નવમાન મલિક અનુપમ ખેરની એક્ટિંગ શાળામાં પોતાની ફિલ્મને માટે હીરોઈનની શોધ કરવા આવ્યા. તેમણે વિવાના ગમી ગઈ અને તેમણે વિવાનાનો સ્ક્રિન ટેસ્ટ અને તે પસંદ કરી લેવામાં આવી. વિવાનાએ વિચાર્યુ પણ નહોતુ કે આટલુ જલ્દી તેનું સપનું પુરૂ થઈ જશે.
બગડેલી છોકરીનો રોલ
'જીમી'નુ નિર્માણ મિમોહને લોંચ કરવા માટે કરવામાં આવ્યુ છે. તેથી આની સ્ટોરી અને પટકથા મિમોહને ધ્યાનમાં મૂકીને લખવામાં આવી છે. વિવાના પણ આ હકીકત જાણતી હતી પણ તેમનુ માનવુ છે કે તેમનો રોલ પણ મહત્વપૂર્ણ છે. 'જિમી' ફિલ્મમાં વિવાના શ્રીમંત પરિવરની બગડેલી અને અભિમાની છોકરી મધુની ભૂમિકા ભજવી રહી છે, આ ફિલ્મમાં એક ઘટના પછી તે ફિલ્મના નાયકની નજીક આવી જાય છે અને બંનેને પ્રેમ થઈ જાય છે. ત્યાર બાદ એ બગડેલી છોકરી સુશીલ અને સભ્ય બની જાય છે.
વિવાના મુજબ આ ભૂમિકામાં તેણે કેટલાય શેડ્સ ભજવવા મળ્યા છે. તેમનુ માનવુ છે કે ફિલ્મ દર્શકોને પસંદ જરૂર આવશે કારણકે આ ફિલ્મમાં દર્શકોને ગમતાં બધા મસાલા છે.
સાઈબાબાની ભક્ત
વિવાનાને સાઈ બાબા પર ખૂબ જ ભરોસો છે. વિવાનાનુ કહેવુ છે કે 'હું સાઈ બાબાને ખૂબ માનુ છુ અને બાબા મને આગળ વધારશે એવો વિશ્વાસ છે. વિવાનાને સતત ફિલ્મોના પ્રસ્તાવ મળી રહ્યા છે, પણ તે ઉતાવળ કરવા નથી માંગતી.
તે એવુ કોઈ પગલું ઉઠાવવા નહોતી માંગતી જેને કારણે તેને પાછળથી પછતાવુ પડે. તે 'જિમી'ના પછી જ બીજી ફિલ્મો સાઈન કરશે.
|