મુખપૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > કલાકારોની પ્રોફાઇલ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મોડેલ અંજના સુખાનીની હવે ફિલ્‍મોમાં  Search similar articles
અંજના સુખાની કહે છે કોમેડી ફિલ્‍મો જોવી એ મારો ફેવરિટ ટાઈમપાસ છે.
IFM

મુંબઇ. ફિલ્‍મ સલામ-એ-ઈશ્‍કમાં ઘણાં મોટા સ્‍ટાર સાથે નાની ભૂમિકાથી દર્શકોનું ધ્‍યાન પોતાની તરફ ખેંચનારી અભિનેત્રી અંજના સુખાનીનું ફિલ્‍મી કેરિયર આજે પૂરજોશમાં છે. મોડલીંગ જગતમાં લોકપ્રિયતા મેળવ્‍યાં પછી ફિલ્‍મોમાં પ્રવેશ કરનારી અંજના હિંદી ફિલ્‍મોમાં ઝડપથી બધાની નજરે આવનાર અભિનેત્રીઓમાંથી એક છે.

આજકાલ એ "ગોલમાલ રિટંર્સ" અને "જય ઔર વીરૂ" જેવી ઘણી ફિલ્‍મોમાં વ્‍યસ્‍ત છે. ખૂબસુરત અંજનાએ થોડા દિવસો અગાઉ પોતાની પસંદ નાપસંદની માહિતી આપી હતી.

અંજના સુખાની કહે છે --
કોમેડી ફિલ્‍મો જોવી એ મારો ફેવરિટ ટાઈમપાસ છે. મેં ઈન્‍ટરનેશનલ બિઝનેસ અને ટ્રેડમાં માસ્‍ટર ડીગ્રીનો અભ્‍યાસ કર્યો છે, પરંતુ જ્‍યારે મોડલીંગ કરવા લાગી ત્‍યારે અભ્‍યાસથી કિનારે જવું પડયું હતું. આજે પણ જ્‍યારે મને શૂટીંગથી સમય મળે છે ત્‍યારે બિઝનેસ સંબંધિત પુસ્‍તકો વાંચુ છું. હંમેશાં કંઈક નવું જાણવાની ભૂખ મને હોય છે અને આ ભૂખને મટાડવા માટે પુસ્‍તકો વાંચુ છું.

બાળપણથી જ મને કામમાં રસ હતો અને આ મારી રૂચીને પૂરી કરવા માટે મેં કામનું પ્રશિક્ષણ લેવાની શરૂઆત કરી હતી. એટલા માટે આજે હું એક ટ્રેડ માસ્‍ટર બની ગઈ છું. આજે તો હું એકટ્રેસ બની ગઈ છું. એટલા માટે મને તેનો ફાયદો મળી રહ્યો છે.

જમવાનું બનાવવું મને ખૂબ સારૂં લાગે છે, જ્‍યારે પણ તક મળે છે ત્‍યારે હું રસોડામાં ઘૂસી જાવ છું અને નવી-નવી આઈટમ પર હાથ અજમાવતી રહું છું.
ઘણું બધુ
વિવાના : ચમકવાની ઈચ્છા
હું તેમને મિથુન કહીને બોલાવુ છુ : મિમોહ
જાતમહેનતથી ઉંચાઈ પર પહોંચેલા શશીકપૂર
એક્શન પ્રેમી અક્ષય કુમાર
મારુ 'ટશન' છે બે જોડી જીંસ-અનિલ કપૂર
કંગના રાનાવત