ક્યૂટ ગર્લ - જેનેલિયા | |
'
જાને તૂ...યા જાને ના' ના સફળ થયા પછી ફિલ્મની નાયિકા જેનેલિયાની ડિસૂજાની જીંદગી જ બદલાઈ ગઈ. તેમણે સમજાઈ ગયુ છે કે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં સફળતા મેળવવા અને હિન્દી ફિલ્મોમાં સફળ થવામાં કેટલુ અંતર છે. જેનેલિયાએ વર્ષ 2003માં રજૂ થયેલ 'તુજે મેરી કસમ'થી શરૂઆત કરી હતી. છેલ્લા પાંચ વર્ષોમાં જેટલ લોકો તેને જાણતા હતા, તેનાથી ચાર ગણા લોકો તેને બે મહિનામાં ઓળખવા લાગ્યા છે. અચાનક લોકોને જેનેલિયા ક્યૂટ લાગવા માંડી છે. તેમના અભિનયના વખાણ કરવામાં આવી રહ્યા છે. નેચરલ અભિનેત્રી તરીકે ઓળખાઈ રહી છે. આટલા વખાણ સાંભળીને જેનેલિયા ખુશ છે, કારણ કે જેનેલિયાએ ફિલ્મોની સફળતા પહેલીવાર જ નથી જોઈ. તેણે દક્ષિણ ભારતમાં ઘણી સફળ ફિલ્મો આપી છે. ફરક માત્ર એટલો જ પડ્યો છે કે આ વખતે તેમની સફળતા આંકનારી હદ વધી છે. યુવાઓમાં લોકપ્રિય બોલીવુડના નિર્માતા-નિર્દેશક ખૂબ જ ચતુર વ્યવસાયી છે. તેઓ કલાકારની લોકપ્રિયતાને જોઈને તેની કિમંત આંકે છે. લોકપ્રિયતા પર ઘણા માપદંડો ધ્યાનમાં લેવામાં આવે છે. વર્તમાન સમયમાં મોટાભાગની ફિલ્મો યુવાઓને ધ્યાનમાં મુકીને બનાવવામાં આવે છે. સાથે સાથે એ વાતનુ પણ ધ્યાન રાખવામાં આવે છે કે યુવાનોમાં કયા કલાકારો વધુ લોકપ્રિય છે. જેનેલિયાને પસંદ કરનારાઓમાં યુવાનોની સંખ્યા વધુ છે. આ વાતને જોતા નિર્માત જેનેલિયાને પોતાની ફિલ્મમાં કામ કરતી જોવા માંગે છે. જેનેલિયા આ લોકપ્રિયતાનો ફાયદો લાંબા સમય સુધી ઉઠાવવા માંગે છે. તેથી તે સમજી-વિચારીને જ ફિલ્મો માટે હા પાડે છે.. તાજેતરમાં તે અનીસ બજ્મીની 'ઈટ્સ માય લાઈફ' કરી રહી છે, જેમા તેમના નાયક હરમન બાવેજા છે. નસીબના ખેલ જેનેલિયાના અભિનેત્રી બનવા પાછળ નસીબનો મોટો હાથ છે.. એક સામાન્ય છોકરીની જેમ જેનેલિયા ભણી-ગણીને પોતાના પગ પર ઉભી થવા માંગતી હતી, પરંતુ તેમના નસીબમાં કંઈક બીજુ જ લખ્યુ હતુ. એક લગ્નના કાર્યક્રમમાં હાજર થવા માટે તે પોતાની માઁ સાથે ગઈ હતી. જેનેલિયાના ચહેરાને ત્યાં હાજર રહેલ એક એડ એજંસીએમાં કામ કરનાર વ્યક્તિને આકર્ષિત કર્યો. જાહેરાતની દુનિયામાંથી ફિલ્મોમાં આવવા માટે તેને વધુ સમય ન લાગ્યો. પ્રેમની આગ મોટાભાગે જોવા મળે છે કે પહેલી ફિલ્મમાં પહેલીવાર કામ કરતા નાયક-નાયિકા વચ્ચે લાગણીના સંબંધો બંધાઈ જાય છે. જેનેલિયાનો પહેલો નાયક હતો રિતેશ દેશમુખ. એવુ કહેવાતુ હતુ કે શૂટિંગ દરમિયાન જેનેલિયા અને રિતેશનુ દિલ એક બીજા માટે ઘડકતું હતુ. બંને પોતાના સંબંધોને લઈને ગંભીર પણ હતા. કદાચ એ બંનેના પરિવારજનોએ તેમના સંબંધોને સ્વીકાર્યો નહી તેથી બંનેના રસ્તા જુદા થઈ ગયા. જેનેલિયાએ દક્ષિણની તરફ વધુ ડગલા માંડ્યા અને રિતેશ મુંબઈમાં વ્યસ્ત થઈ ગયો. થોડા દિવસો પહેલા રિતેશ મુંબઈમાં આવેલ એક સ્ટુડિયોમાં શૂટિંગ કરી રહ્યો હતો અને જ્યારે તેને ખબર પડી કે જેનેલિયા પણ એ જ સ્ટુડિયોમાં હાજર છે તે તે પોતાની જાતને રોકી શક્યો નહી. બંનેયે મુલાકાત કરીને પોતાના જુના સંબંધો તાજા કર્યા. આ ઘટનાથી એવુ કહી શકાય કે પ્રેમની આગ ઓલવાઈ નથી.