શ્યામ બેનેગલ જેવા નિર્દેશક સાથે કામ કર્યા પછી દરેક કલાકાર પોતાની જાતને ધન્ય સમજે છે.
અમૃતા રાવને પોતાન કેરિયરની શરૂઆતમાં જ આ તક મળી ગઈ. શ્યામની આવનારી ફિલ્મ 'વેલકમ ટૂ સજ્જનપુર'ની એ નાયિકા છે.
ગ્રામીણ પુષ્ઠભૂમિ પર આધારિત આ ફિલ્મમાં તે ગ્રામીણ બાળાના રૂપમાં જોવા મળશે. અહીં અમે રજૂ કરીએ છીએ તેમની સાથેની વાતચીતના થોડાક અંશ.....
કંઈ વાતને ધ્યાનમાં મૂકીને તમે 'વેલકમ ટૂ સજ્જનપુર' ફિલ્મમાં કામ કરવા માટે હાં પાડી દીધી ?
જ્યારથી મેં 'જુબેદા' ફિલ્મ જોઈ ત્યારથી મારી ઈચ્છા શ્યામ બેનેગલ જેવા નિર્દેશકની સાથે કામ કરવાની છે. મને તેમના ઓફિસમાંથી ફોન આવ્યો ત્યારે હું કેટલી ખુશ હતી તેને હું શબ્દોમાં વર્ણવી શકુ તેમ નથી. જ્યારે તેમને મળવા ગઈ હતી ત્યારે થોડી ગભરાઈ ગઈ હતી. ફિલ્મ વિશે મને કંઈ જ જાણ નહોતી, બસ મને તો ગમે તેમ કરીને તેમની આ ફિલ્મમાં કામ કરવુ હતુ.
શ્યામ બેનેગલની આ પહેલી કોમેડી ફિલ્મ છે. તેમના કોમિક સેંસના વિશે તમારું શુ કહેવુ છે ?
શ્યામજીના સેંસ ઓફ હ્યુમરનો તો જવાબ નથી. 'વેલકમ ટૂ સજ્જનપુર' એક મનોરંજક ફિલ્મ છે, જેની વાર્તા ખૂબ જ સરસ છે.
તમને તમારા પાત્રમાં શુ વિશેષ લાગ્યુ ?
મારું પાત્ર ફિલ્મમાં ધીરે ધીરે વિકસિત થાય છે. મારુ લુક ગ્રામીણ મહિલા જેવુ છે. મારી વાતચીતમાં પણ મેં બોલીનો ઉપયોગ કર્યો છે. મારા કપડાં એકદમ જ ગ્રામડાંની સ્ત્રીઓ જેવા છે. મને મારા પાત્રની દરેક વાત ખાસ લાગી.
આ પાત્ર ભજવવું તમારી માટે મુશ્કેલ કે સરળ રહ્યુ. શુ તમે ક્યાંકથી પ્રેરણા લીધી ?
આ એટલુ મુશ્કેલ પણ નહોતુ અને ન તો સરળ. મેં ઘણી ગ્રામીણ સ્ત્રીઓને જોઈ, તેમના પર આધારિત સમાચારો જોયા. ઘણા નાના ગામમાં જઈને તેમની સાથે સમય વિતાવ્યો. ઈંટરનેટ પર તેમના વિશે માહિતિ ભેગી કરી. એક વાત જરૂર કહેવા માંગીશ કે આ પાત્ર ભજવવા માટે મેં ઘણું હોમવર્ક કર્યુ.
શ્યામ બેનેગલ દ્વારા નિર્દેશિત કંઈ ફિલ્મ તમને સૌથી વધુ ગમે છે ?
પ્રશ્ન ઘણો અધરો છે. તેમની બધી જ ફિલ્મો શાનદાર છે. છતાં એક પસંદ કરવાનુ કહો છો તો હું 'જુબેદા' પસંદ કરીશ. મારા મતે આ એક અદ્દભૂત ફિલ્મ હતી.
ફિલ્મમાં પત્ર લખવાની વાત કહેવામાં આવી છે, શુ તમે પણ તમારા પ્રશંસકોને જવાબ આપો છો ?
બિલકુલ. જ્યારે પણ મને સમય મળે છે, હુ મારા પ્રશંસકોને જવાબ આપુ છુ. હું મારા કઝિંસને પણ પત્ર લખુ છુ.
આ ફિલ્મમાં તમે શ્રેયસ, દિવ્યા, રવિ કિશન, ઈલા અરુણ જેવા કલાકારો સાથે કામ કર્યુ છે. કેવો રહ્યો તમારો અનુભવ ?
શ્રેયસ ખૂબ જ શાનદાર કલાકાર છે. તેની સાથે કામ કરવામાં મજા આવી. દિવ્યા દત્તા ખૂબ જ પ્રતિભાશાળી છે. રવિકિશનને તો હું અભિનયનો પાવર હાઉસ કહેવા ,માંગીશ. ઈલા અરુણ સેટ પર એટલુ હંસાવતી હતી કે અમે બધા હંસી-હંસીને ગાંડા થઈ જતા હતા. આ બધાની સાથે આ ફિલ્મમાં કામ કરવાનો ઘણો આનંદ આવ્યો.
આ ફિલ્મમાં મોટાભાગના કલાકારોએ હિન્દી ભાષા બોલી છે, પરંતુ તમારી બોલીમાં સંવાદ છે. તમે આ કેવી રીતે ઉચ્ચારિત કર્યા.
મેં મારા સંવાદ રજૂ કરવા પર ઘણી મહેનત કરી. અશોક મિશ્રા જેમણે કે ફિલ્મ લખી છે, તેમણે પણ આ બાબતે મારી ખૂબ જ મદદ કરી.