કરીનાની ફિલ્મો ભલે ફ્લોપ જતી હોય, પરંતુ દર્શકોએ તેમણે હંમેશા પસંદ કરી છે. જબ વી મેટ'ની સફળતા પછી કરીના કેરિયરમાં સુખદ પરિવર્તન થયુ છે. અહી અમે રજૂ કરી રહ્યા છે કરીના સાથેની વાતચીતના અંશ ....
એવુ કહેવાય છે કે તમે સૌથી વધુ મહેનતાણું મેળવનારી અભિનેત્રી છો ? બીજાને શુ મળે છે તે મને ખબર નથી, અને ન તો મને એમા કોઈ રસ છે. મને એટલુ જ મળે છે જેટલુ મને મળવુ જોઈએ. એક કલાકારેન તેની યોગ્યતાના મુજબ જ પૈસો આપવામાં આવે છે.
શુ તમે કિમંતના બાબતે ઉદાર છો ? કાયમ ! મને તો કાયમ સારી ભૂમિકાઓની જ શોધ રહે છે.
દર્શકોને તમારી અને સેફની 'ટશન' ફિલ્મથી ઘણી આશાઓ હતી. અમે એ જ કર્યુ જ પટકથામાં હતુ. મને નથી લાગતું કે દર્શકો મારી અને સેફની પ્રેમકથા જોવા 'ટશન' જોવા આવ્યા હતા. અમે પાત્ર ભજવીએ છીએ અને એ જ દર્શકો પર પોતાની અસર છોડે છે. 'જબ વી મીટ' ચાલી, પરંતુ જ્યારે મારા અને શાહિદ વચ્ચે પ્રેમ હતો ત્યારે અમારી બંનેની કોઈ પણ ફિલ્મ સફળ ન થઈ શકી. તમે જાણો છો કેમ ?
તમે જ બતાવો કારણ કે આજકાલ ફિલ્મોમાં વાર્તા અને પટકથા જોવામાં આવે છે. બધા કલાકારો સારા પાત્રો અને સ્ક્રિપ્ટની શોધમાં છે.
સેફ અને તમારા સંબંધોને લઈને હંમેશા ચર્ચા થતી જ રહે છે. તમને આ વાતોથી ગભરાતા નથી ? કયારેક ગભરાઈ જવું છુ. સેફ અને મારા વિશે ઘણી ખોટી વાતો ઉડાડવામાં આવી રહી છે. પરંતુ હું તો મારુ કામ કરતી રહુ છુ અને આવી વાતોની અસર મારા પર નથી થવા દેતી.
તમે બંનેયે વધુ સાથે કામ નથી કર્યુ ? 'ટશન' પછી રેંજિલ ડિસિલ્વાની ફિલ્મમાં અમે સાથે છીએ. અમે એક સાથે સમય વિતાવવા માટે ફિલ્મો નથી કરતા. સેફ એક પરિપક્વ માણસ છે અને સમજે છે કે મારી માટે કેરિયર કેટલુ મહત્વનું છે. મને તો અહીં સુધી પહોંચવા માટે સખત મહેનત અને સંઘર્ષ કરવો પડ્યો. કેરિયર આ સમયે મારી માટે વધુ મહત્વપૂર્ણ છે.
પ્રેમ કરતા પણ વધુ મહત્વ તમે કેરિયરને આપો છો ? બંનેની તુલના નથી થઈ શકતી. જ્યારે હું કામ કરુ છુ તો કામ સિવાય કશુ જ નથી વિચારતી. સેફની સાથે હોઉ છુ તો કામ વિશે હું નથી વિચારતી. સેફ પણ સુપરસ્ટાર અને વ્યસ્ત માણસ છે.
એક અભિનેતાના રૂપમા તમે તેમને કેટલા નંબર આપવા માંગશો ? દસમાંથી દસ. જે રીતે તે દર્શકોને હંસાવે છે અને રડાવે છે, તે અદ્દભૂત છે.
શું તમે માનો છો કે 'જબ વી મેટ' પછી તમારા કેરિયરમાં સુખદ પરિવર્તના આવ્યુ છે ? મારી નવી શરૂઆત 'ઓંકારા' થી થઈ હતી. હવે હુ મારા કેરિયર પ્રત્યે વધુ ગંભીર થઈ છુ અને જવબદારી અનુભવી રહી છુ.
વર્તમાન સમય દરમિયાન તમે કંઈ ફિલ્મો કરી રહ્યા છો ? મારી બધી ફિલ્મો સારી છે, અને હુ દરેકમાં જુદુ જુદુ પાત્ર ભજવી રહી છુ. હુ રાજકુમાર હીરાનીની ફિલ્મ 'થ્રી ઈડિયટ્સ'માં આમિરની સાથે કામ કરીની ખૂબ જ ઉત્સાહીત છુ. આ એક હાસ્ય ફિલ્મ છે, જેમાં સંદેશ પણ છે.