તે હોટ છે. તે મોહક છે અને તેનાથી પણ વધુ તે પરી છે. જી, હા તે શિલ્પા શેટ્ટીની નાની બહેન. પરંતુ તે નાને બહેન પેપી મિર્ચી મુવીઝમાં બાળકોની ફિલ્મ હરી પુત્તર, કોમેડી ઓફ ટેરરમાં બ્રૈટપેક જાયેન ખાન અને સ્વિની ખારાની સાથે જોવા મળશે.
હરી પુત્તર કોમેડી ઓફ ટેરરની રિલીઝના પ્રસંગે આ અભિનેત્રી સાથે થયેલ વાતચીતના અંશ.....
તમે હરી પુત્તર માટે એક ગીત ગાયુ છે શુ આ કોઈ ફન સોંગ છે ? હા, પરંતુ મને પહેલા એ વાતની ચોખવટ કરવા દો કે આ એક પ્રમોનશલ વીડિયો છે અને ફિલ્મનો કોઈ એક ભાગ નથી. ફિલ્મનુ શૂટિંગ થયા પછી પ્રોડ્યૂસર મારી પાસે આવ્યા. મને કોંસેપ્ટ ગમ્યો તેથી મેં હા પાડી દીધી.
નાના બાળકોની સાથે શૂટિંગ કરવાનો અનુભવ તમને કેવો લાગ્યો ? મેં દરેક ક્ષણનો આનંદ માણ્યો. આ વિચાર ખૂબ જ સારો હતો. મને બાળકોની સાથે નાચવુ પડ્યુ. મને આ ખૂબ જ રસપ્રદ લાગ્યુ તેથી મેં આ કર્યુ. મએન લાગે છે કે આ એક ફન સોંગ છે.
મીડિયા આ ગીતને આઈટમ નંબર કહી રહી છે ? આ એક મસ્તી નંબર છે, જેમાં મે પોતે કામ કર્યુ છે. આ સોંગ પેપી અને પંજાબી, એક ફન સોંગ છે. આને આયટમ નંબર કહેવુ યોગ્ય નથી. આ બાળકોની ફિલ્મ છે.
તમને બાળકો સાથે કામ કરવાની પ્રેરણા ક્યાંથી મળી ? મેં કદી બાળકોની ફિલ્મોમાં કામ કર્યુ નથી. હું ફક્ત ગીત જ કરવા માંગતી હતી, જેવી રીતે મેં પહેલા કહી ચૂકી છુ કે મને આની ક્યૂટનેસે આકર્ષિત કરી.
જાયન સાથે કામ કરવાનો અનુભવ કેવો હતો ? જાયન એક સારો અભિનેતા છે. તેની સાથે કામ કરવુ મજેદાર હતુ.
અમે તમને સિલ્વર સ્ક્રિન પર વધુ નથી જોયા, સિલેક્ટિવ થયા પાછળનુ કારણ શુ છે ? હું હાલ મારુ પ્રોડ્ક્શન હાઉસ ચલાવી રહી છુ. જેમાં મારો ખૂબ જ સમય જાય છે. મને ફિલ્મો કરવાનો વધુ સમય મળતો નથી. સાથે-સાથે મને એવી વસ્તુ જોઈએ જેને કરીને હું આનંદ અનુભવી શકુ.
એવુ કહેવાય છે કે શિલ્પા શેટ્ટી તમને અને અક્ષય કુમાર મુખ્ય પાત્ર તરીકે લઈને એક ફિલ્મ બનાવી રહી છે ? મારી ઈચ્છા છે કે આવા સમાચાર તમારા કરતા મને પહેલા મળે. નહી, શિલ્પા મને અને અક્ષયને લઈને કોઈ ફિલ્મ નથી બનાવવાની. આ બધી અફવાઓ છે.
ટીવી વિશે તમારા શુ વિચાર છે ? ટેલીવિઝન, નહી આ વિશે હું કદી વિચાર્યુ નથી. મે આજના સમયમાં જીવી રહી છુ, મને નથી ખબર કે ભવિષ્યમાં મારા માટે શુ છે. મેં આજે જે કામ હાથમાં લીધુ છે હું તેને જ સારી રીતે કરવા માંગુ છુ. જો ભવિષ્યમાં હુ વિચારું પણ તો એ સમયની માંગ હશે.
હરી પુત્તર એ કોમેડી ઓફ ટેરર કે યૂ. એસ.પીમાં તમે શુ અનુભવો છો ? ટિકિટ ખરીદ્યા પછી દરેક થિયેટરમાં કેમ જાય છે ? મનોરંજન માટે. હરી પુત્તર એ કોમેડી ઓફ ટેરર મનોરંજનના એ ગુણ છે. આ એક મનોરંજન પર આધારિત ફિલ્મ છે અને મને વિશ્વાસ છે કે આ જ કારણે દરેકને આ ફિલ્મ જોવી જોઈએ.
બાળકોની ફિલ્મના વિશે વાત કરીએ તો 'તારે જમીન પર' ને ઓસ્કરને માટે પસંદ કરવા બદલ તમને કેવુ લાગે છે ? તારે જમીન પર એક એવી ફિલ્મ છે જેને દરેક જોવી પસંદ કરે છે. આ ખૂબ જ શાનદાર રીતે બનાવેલી ફિલ્મ છે. મને ખૂબ જ ખુશી છે કે આ ફિલ્મ ઓસ્કરને માટે પસંદ કરવામાં આવી છે. મને વિશ્વાસ છે કે આ ફિલ્મ જીતશે.