નવી ફિલ્મો | ફિલ્મ સમીક્ષા | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ
મુખપૃષ્ઠ મનોરંજન  બોલીવુડ  કલાકારોની પ્રોફાઇલ > સદાબહાર રેખા
કલાકારોની પ્રોફાઇલ

P.R
રેખા નામ સાંભળતા જ એક હસમુખ અને સદબહાર અભિનેત્રીનો ચહેરો નજર સમક્ષ આવી જાય છે. લાંબા વાળ, મોટો ચાંદલો અને મોટેભાગે સાડીના પહેરવેશમાં જોવા મળતી રેખાને આજે પણ જોવી ગમે છે. તેને જોઈને કોઈ નથી કહી શકતુ કે તે 50 ઉપર પહોંચી ગઈ છે.

નવીન નિશ્વલની સાથે રેખાની પહેલી ફિલ્મ આવી - 'સાવન ભાદો'. ફિલ્મને બહુ સફળતા મળી, અને હિંદી ફિલ્મોને એક નવો ચહેરો, જે સુંદરતા અને તાજગીથી ભરેલો હતો, જે ચેહરામાં જુદી જ કશિશ હતી.

રેખાની અંદર લપાયેલી પ્રતિભાને ઓળખવાનું અને તેને ખુલ્લુ આકાશ આપવાનું કામ કર્યુ, ઋષિકેશ મુખર્જીએ. ફિલ્મ 'ખૂબસૂરત'માં રેખાના અભિનયમાં જ્યાં એક પ્રકારની ચંચળતા અને મસ્તી જોવા મળે છે ત્યાં જ ધીરે ધીરે વધતી પરિપક્વતા પણ જોવા મળે છે તે પછી રેખામાં ખૂબ બદલાવ આવી ગયો. તેમના સૌદર્ય અને અભિનયની ઉડાન, બંને ચરમ સીમા પર હતી. એક બાજુ હિંદી સિનેમાના ગગનમાં રેખાની ઉડાન વધુ ઉંચી થતી જતી, ત્યાં જ બીજી બાજુ જીંદગીનું આકાશ ખાલી અને અંધકારમય હતુ.

રેખાના જીવન પર નજર નાખીએ તો ખબર પડે કે રેખાના જીવનમાં સુખનો સૂરજ કદી ઉગ્યો જ નથી. બધુ હોવા છતા તેની પાસે પોતાનુ કહી શકાય એવુ કોઈ નથી. તેને પ્રેમ કર્યો પણ તે પણ તેની માટે ક્ષણવારનો મહેમાન જ રહ્યો. તેને લગ્ન કર્યા તો એ પણ તેમને સાથ આપવાનુ તો દૂર પણ આ દુનિયામાંથી જ વિદાય થઈ ગયા.

P.R
આમ એક જાજરમાન અને હૃદયસ્પર્શી અભિનય કરનાર અભિનેત્રી આજે 54 વર્ષની વયે જીવનરૂપી રણપ્રદેશમાં એકલી આ જીવનયાત્રાનો સંઘર્ષ કરી રહી છે. લોકો એમના વિશે ગમે તે વાતો કરતા હોય પરંતુ તેમના રૂપ અને અભિનય વિશે તો માનવુ જ પડશે. આમ પણ આ દુનિયા એકલી સ્ત્રીને જીવવા નથી દેતી, તેની સાથે અનેક વિવાદોને જોડી નાખે છે. પુરૂષ વગર સ્ત્રીના અસ્તિત્વને ન સ્વીકારવુ એ દુનિયાની આદત છે, છતાં આ દુનિયામાં સંઘર્ષ કરીને અને આજે પણ રૂપેરી પડદે પોતાના અભિનયનું કૌશલ બતાવનારી અભિનેત્રીને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ....