સૌદર્ય, અભિનય અને નૃત્ય કૌશલના દમ પર રૂપેરી પડદા પર સામ્રાજ્ય કાયમ કરનારી 'ડ્રીમ ગર્લ' હેમા માલિની જો હાર માની ગઈ હોત તો ન તો એ હાલ આ મુકામે પહોંચી હોત કે ન તો દર્શકોને આટલો ઉમ્દા અભિનેત્રી મળી શકત. કારણ કે શરૂઆતના દિવસોમાં તમિલ ફિલ્મોના નિર્દેશક શ્રીધરે તેમનામાં સ્ટાર અપીલ ન હોવાની વાત કહીને તેમને નામંજૂર કરી હતી.
'જોની મેરા નામ', 'સીતા ઔર ગીતા' અને 'શોલે' જેવી સુપર હિટ ફિલ્મોથી 'ડ્રીમગર્લ'નો ખિતાબ મેળવનારી હેમા માલિનીનો જન્મ 16 ઓક્ટોબર 1948ના રોજ અમ્મનકુડી (તમિલનાડું)માં વીએસઆર ચક્રવર્તી અને જયા ચક્રવર્તીના આયગર બ્રાહ્મણ પરિવારમાં થયો.
વર્ષ 1964માં જ્યારે હેમાએ ફિલ્મોમાં પ્રવેશ કરવાની કોશિશ કરી તો તમિલ નિર્દેશક શ્રીધરે તેમનામાં સ્ટાર અપીલ હોવાની વાત કહીને તેને ના કહી દીધુ, પરંતુ હેમાએ આ વિફળતાથી હાર નહી માની અને પોતાની દ્રઢ ઈચ્છાશક્તિના દમ પર તેમણે બોલીવુડમાં સફળતાની એક નવી વાર્તા લખી નાખી.