નવી ફિલ્મો | ફિલ્મ સમીક્ષા | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ
મુખપૃષ્ઠ મનોરંજન  બોલીવુડ  કલાકારોની પ્રોફાઇલ > હજુ તો માત્ર શરૂઆત માત્ર છે - મિનિષા લાંબા
કલાકારોની પ્રોફાઇલ

N.D
દિલ્લીની રહેનારી મિનિષા લાંબાએ ક્યારેય પણ એ નહોતુ વિચાર્યુ એક કદે તે ફિલ્મોમાં પણ કામ કરશે. અભ્યાસની સાથે સાથે મોડેલિંગમાં તેમણે એક પછી એક સારા પ્રોજેક્ટસ મળતા ગયા અને એક દિવસ મિનિષાની પસે ફિલ્મની ઓફર આવી, જેને તે ઠુકરાવી ન શકી.

શુ તમે અત્યાર સુધીની ફિલ્મી યાત્રાથી સંતુષ્ટ છો ?
નહી હજુ તો શરૂઆત માત્ર છે. હું એક પ્રકારના પાત્રની ઈમેજમાં બંધાઆ નથી માંગતી અને પોતાની પર નવા નવા પ્રયોગો અજમાવવા માંગુ છુ. તેથી હું ઉતાવળમાં ઢગલો ફિલ્મો સાઈન કરવા નથી માંગતી. આજ સુધી જે પણ કાંઈ કર્યુ છે તે સમજી વિચારીને જ કર્યુ છે.

બચના યે હસીનો ની માહી અને કિડનેપની સોનિયામાંથી તમને કયુ પાત્ર ગમ્યુ ?
બંને ફિલ્મોમાં વિષય બિલકુલ અલગ અલગ છે. મેં સ્ક્રિપ્ટ મુજબ જ કામ કર્યુ છે. મને તો બંને પાત્રો ગમ્યા છે. આમ, તો ફિલ્મ 'કિડનેપ' માટે મેં મહેનત કરી હતી, પણ કલાકાર ગમે તેટલી મહેનત કરે ફિલ્મ તો નિર્દેશક પર જ આધારિત હોય છે.

પણ ફિલ્મ કિડનેપ બોક્સ ઓફિસ પર ન ચાલી શકી ?
હા, એ વાત સાચી છે, પરંતુ ફિલ્મે શરૂઆતમાં ઘણો સારો બિઝનેસ કર્યો હતો. આ તો દર્શકોનો નિર્ણય છે. દર્શકોથી મોટુ કોઈ નથી.

ફિલ્મમાં તમારા લુક અંગે ઘણી ચર્ચાઓ થઈ ?
હા, ચર્ચા તો થઈ. મારા વિશે એવુ કહેવાય છે કે હુ સુંદર તો છુ પણ હોટ નથી. મેં આ વિશે ઘણુ વિચાર્યુ છે અને લગભગ છ મહિનાના પ્રયત્નો પછી મેં મારી ફિગર મેંટેન કરી છે. આને માટે મેં મારા ખાવા-પીવા પર પણ અંકુશ લગાવ્યો હતો. હવે મારા મિત્રો પણ મારા વખાણ કરે છે.

તમારા મુજબ કોણ હોટ છે ટશનમાં કરીના છે કે દોસ્તાનામાં પ્રિયંકા ?
કરીના કપૂર ખૂબ જ સારી દેખાય છે અને દોસ્તાનાનો પ્રોમો જોઈને પ્રિયંકા પણ સારી લાગી. પણ મારી પસંદ 'ધૂમ 2'ની એશ્વર્યા છે. ફિલ્મમાં તેમણે જે રીતે પોતાની જાતને જે રીતે રજૂ કરી છે તે વખાણવા લાયક છે.