નવી ફિલ્મો | ફિલ્મ સમીક્ષા | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ
મુખપૃષ્ઠ મનોરંજન  બોલીવુડ  કલાકારોની પ્રોફાઇલ > હું ચોરને પ્રેમ કરુ છુ : નીતૂ ચંદ્રા
કલાકારોની પ્રોફાઇલ

P.R
'ગરમ મસાલા', 'ટ્રાફિક સિગ્નલ', 'વન ટૂ થ્રી' જેવી ફિલ્મો દ્વારા બોલીવુડમાં ઓળખ બનાવનારી નીતૂ ચંદ્રા 'ઓયે લકી, લકી ઓય, નામની નવી ફિલ્મમાં જોવા મળશે.

આ ફિલ્મનું નિર્દેશન 'ખોસલા કા ઘોસલા' જેવી ફિલ્મ બનાવનારા દિવાકર બેનર્જીએ કર્યુ છે. આવો નીતૂ પાસેથી જાણીએ આ ફિલ્મ અને તેના પાત્ર વિશે જાણીએ....

'ઓયે લકી, લકી ઓયે' તમને કેવી રીતે મળી ?
ફિલ્મના નિર્દેશક દિબાકરને હું પહેલાથી જ ઓળખું છું. મેં તેમની સાથે એક જાહેરાત પણ કરી છે, જેનું નિર્દેશન તેમણે બોલીવુડમાં આવતા પહેલા કર્યુ હતુ. જ્યારે ફિલ્મનો પ્રસ્તાવ મળ્યો તો મેં તરત જ હા પાડી દીધી.

આ ફિલ્મમાં તમારી શુ ભૂમિકા છે ?
આ ફિલ્મમાં હું એક સાધારણ અને મધ્યમ વર્ગીય છોકરી બની છુ, જે લકીની અસલિયત જાણવા છતાં તેને પ્રેમ કરે છે.

દિબાકર બેનર્જીની સાથે કામ કરવાનો તમારો અનુભવ કેવો રહ્યો ?
દિબાકર એક ખૂબ જ સારા નિર્દેશક છે, તેઓ ફિલ્મના માધ્યમથી સારી રીતે વાકેફ છે. તેમની સાથે કામ કરીને મેં ઘણું બધું શીખ્યું છે.

શુ તમે દિબાકરની અગાઉની ફિલ્મ 'ખોસલા કા ઘોસલા' જોઈ છે ?
ઘણીવાર. આ એક શાનદાર ફિલ્મ છે. તેથી હું 'ઓયે લકી, લકી ઓયે'માં કામ કરવા તૈયાર થઇ હતી.

આ ફિલ્મમાં તમારા નાયક અભય દેઓલ છે. તેમના વિશે કંઈક કહેવા માંગશો ?
અભય ખૂબ જ સારા સહયોગી કલાકાર છે. તેઓ સૌનો ઘણો ખ્યાલ રાખે છે અને તેમની સાથે કામ કરતી વખતે કોઈ પણ પ્રકારનું ટેન્શન નથી અનુભવતી. મને યાદ છે કે જ્યારે અમે મનાલીમાં શૂટિગ કરી રહ્યા હતા. હું બીમાર પડી ગઈ હતી. અભયે મારી સારી રીતે દેખરેખ કરી અને શૂટિંગમાં મારી ઘણી મદદ કરી.

ફિલ્મનું નામ 'ઓયે લકી, લકી ઓયે' એવુ કેમ મૂકવામાં આવ્યું ?
ફિલ્મમાં દિલ્લી બતાવવામાં આવ્યું છે. ત્યાં મોટા ભાગે લોકો બીજાને આ રીતે જ બોલાવે છે જેમ કે 'ઓયે લકી.

ફિલ્મમાં પરેશ રાવલ અને અર્ચના પૂરણસિંહ જેવા સિનિયર કલાકારો પણ છે, તેમના વિશે તમે શું કહેવા માંગશો ?
પરેશજીની સાથે હું ચાર ફિલ્મો કરી ચૂકી છુ અને તેઓ મારે માટે લકી છે. તેમની સાથે સ્ક્રીન પર આવવું મારે માટે નસીબની વાત છે. શૂટિંગના દરમિયાન અર્ચના અને મારી સારી મૈત્રી થઈ ગઈ. તેમની સાથે શૂટિંગ કરવામાં મને ઘણી મજા આવી.

ફિલ્મ એક ચોર પર આધારિત છે. જો તમને કોઈ વસ્તુ ચોરવાની તક મળે તો તમે શુ ચોરવું પસંદ કરશો ?
મને ચ્યૂંગમ ખૂબ જ પસંદ છે અને હું ઢગલો ચ્યુંગમ ચોરવાનું પસંદ કરીશ. એક સિક્રેટ વાત બતાવુ કે હું અવાર-નવાર ચ્યુંગમ મારા મિત્રોની બેગમાંથી ચોરી લઉં છુ.

આ ફિલ્મનસ્ટોરઅભય દેઓલની આસપાસ ફરે છે. શુ તમને તમારી પ્રતિભા બતાવવાની તક મળી છે ખરી ?
હું ફિલ્મની હીરોઈન છું અને આમાં જ તમારા પ્રશ્નનો જવાબ તમને મળી ગયો હશે. મને દિબાકર પર પૂરો વિશ્વાસ છે. ફિલ્મમાં અભય મને પ્રેમ કરે છે અને તેમનું બધું ધ્યાન મારી પર રહે છે.
IFM

ફિલ્મનું બધુ શૂટિંગ દિલ્લીમાં થયુછે. ત્યાં શૂટિંગ કરવું કેવુ લાગ્યુ ?
દિલ્લી ખૂબ જ સુંદર જગ્યા છે. હું પહેલા પણ ઘણીવાર અહીં આવી ચૂકી છું. દિલ્લીના લોકો મોટદિલને.

ફિલ્મમાં તમારા લુક વિશે તમે શુ કહેવા માંગશો ?
મારુ લુક એકદમ સાધારણ છે, કારણ કે હું મિડલ ક્લાસની છોકરીનું પાત્ર ભજવી રહી છુ. મને મોંધા કપડાં પહેરવા નથી મળ્યા કે નથી વધુ મેકઅપ કર્યો. મારા નિર્દેશકનું માનવું છે કે હું મેકઅપ વગર વધુ સુંદર લાગું છુ.