બોલીવુડમાં બે સુંદરીઓ મોટા બેનરની ફિલ્મોમાં ટોચના અભિનેતાઓ સાથે આવી રહી છે. આમાંથી એક છે અસિન જે આમિર ખાન અભિનિત ચર્ચિત ફિલ્મ 'ગજની'માં આવી રહી છે. એ.આર મુરુંગદાસ દ્વારા નિર્દેશિત આ નામની તમિલ ફિલ્મની હીરોઈન પણ અસિન જ હતી. તેને જ હવે હિન્દીમાં બનાવવામાં આવી છે. જેમા હીરો રૂપે છે આમિર ખાન અને તેમણે જે લુક આ ફિલ્મામાં અપનાવ્યું છે તેની ચર્ચા બધે થઈ રહી છે.
અસિન સિવાય જે બીજા નવા ચેહરો ઈંડસ્ટ્રીમાં આવ્યો - તે છે અનુષ્કા શર્માનો છે. અનુષ્કાનો સંબંધ બેંગલોર સાથે છે. તેઓ મોડેલિંગ સાથે સંકળાયેલ છે. ફિલ્મ જગતના સુપ્રસિધ્ધ ચોપડા પરિવારથી આવેલા આદિત્ય ચોપડાની ફિલ્મ 'રબ ને બના દી જોડી'માં તેઓ શાહરૂખ ખાનની સાથે હીરોઈન તરીકે આવી રહી છે.
અનુષ્કાની હરીફાઈમાં જોવા જઈએ તો અસિને વધુ ફિલ્મોમાં કામ કર્યુ છે. ખાસ કરીને તમિલ ફિલ્મો વધુ કરી છે. જેની સંખ્યા 10 છે. આ પછી તેલુગૂ ફિલ્મોનો નંબર આવે છે. અત્યાર સુધી તે કુલ 6 તેલુગૂ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તેમણે પોતાનો પહેલો ફિલ્મફેયર એવોર્ડ પણ તેલુગુ ફિલ્મના દ્વાર જ જીત્યો.
આમ તો આ જાણવુ ખૂબ જ રસપ્રદ છે કે આસિને પોતાની અભિનય યાત્રાની શરૂઆત મલયાલી ફિલ્મથી કરી છે. સન 2001માં આવેલ આ ફિલ્મ પછી 2003માં તેમની બે તેલુગુ ફિલ્મો આવી. આમાંથી 'અમ્મા નન્ના ઓ તમિલા અમ્માઈ'ના માટે તેમણે ફિલ્મફેયરનો એવોર્ડ મળ્યો હતો. જેની ચર્ચા ઉપર કરવામાં આવી ચૂકી છે. પોતાના સશક્ત અભિનય અને કુદરતે આપેલ સૌદર્યના બળ પર અસિન આજે દક્ષિણ ભારતની લોકપ્રિય અભિનેત્રીઓમાંથી એક છે. 2005માં તમિલ ફિલ્મ ગજની રિલિજ થયા પછી તે તો જાણે દક્ષિણ ભારતીય દર્શકોના આંખનો તારો બની ચૂકી છે. બધા જાણે છે કે દેશના દક્ષિણી ભાગોમાં હીરો-હીરોઈંસ માટે કેવી દિવાનગી હોય છે. 'ગજની' માટે અસિનને પોતાનો બીજો ફિલ્મ ફેયર એવોર્ડ મળ્યો. 2006માં આવેલ તમિલ ભાષાની 'વરાલરુ'એ સફળતાને માટે નવા રેકોર્ડ કાયમ કર્યા. આ એક્શન કોમેડીએ તે વર્ષની સૌથી વધુ કમાણી આપનારી ફિલ્મોમાં સમાવી છે. આમ તો એવું નથી કે અસિનની હિન્દી ફિલ્મોમાં એંટ્રી ગજની જેવી મોટી ફિલ્મથી થઈ રહી છે. પરંતુ બોલીવુડમાં તેમણે એક વધુ મોટી ફિલ્મ 'લંડન ડ્રીમ્સ' પણ મળી ગઈ છે. કહેવાય રહ્યુ છે કે આ ફિલ્મને માટે અસિને એક અભિનેત્રી રૂપે દોઢ કરોડનું મહેનતાણું લીધુ છે.
N.D
બીજી બાજુ એક મોટા બેનરની ફિલ્મ 'રબ ને....'થી ફિલ્મી યાત્રા શરૂ કરનારી અનુષ્કા શર્મા બિલકુલ નવો ચહેરો છે. મોડેલિંગથી તેમને ઘણો જ પ્રેમ છે. પોતાની આકર્ષક આંખોથી લોભાવનારી આ સુંદરીએ થોડા દિવસો પહેલા એક મુલાકાતમાં કહ્યું ' હું મોડેલિંગ સિવાય કશુ કરવાનું વિચારી જ નહોતી શકતી' તાજેતરમં તે અર્થશાસ્ત્રમાં ડિગ્રી મેળવવા માટે ભણી રહી છે.
5 ફૂટ 9 ઈંચ લાંબી, 19 વર્ષીય અનુષ્કાને છેલ્લી ફેશન વીક દરમિયાન વેંડેલ રોડ્રિક્સની ફાઈનલ મોડલ તરીકે પસંદ કરવામાં આવી છે. ત્યારથી તે દેશના ઘણા પ્રખ્યાત ઉત્પાદોની જાહેરાત કરી ચૂકી છે. આર્મી સ્કૂલમાં શિક્ષા મેળવનારી આ સુંદર બાળાએ બેંગલુરના માઉંટ કાર્મેલ કોલેજથી આર્ટસનો અભ્યાસ કર્યો. અનુષ્કાના પિતાજી સેનામાં પોતાની સેવાઓ આપી રહ્યા છે અને તેમના ભાઈ મર્ચંટ નેવીમાં છે. હવે અનુષ્કાએ ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો છે જોઈએ આગળ તેનું ભવિષ્ય શુ કહે છે.