નવી ફિલ્મો | ફિલ્મ સમીક્ષા | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ
મુખપૃષ્ઠ મનોરંજન  બોલીવુડ  કલાકારોની પ્રોફાઇલ > હુ સસલુ તો સેફ કાચબો છે - કરીના
કલાકારોની પ્રોફાઇલ

N.D
આ વર્ષેની સફળ ફિલ્મોમાંની એક ગોલમાલ રિટંસની વાત આવે તો કરીનાનુ નામ આવવુ પણ જરૂરી છે. કરીના પણ ફિલ્મની સફળતાથી ઘણી જ ખુશ છે. આજકાલ તે ઘણી જ વ્યસ્ત છે. એકસાથે ઘણી ફિલ્મોનું શૂટિંગ કરી રહી છે. તે કદી દેશમાં તો કદી વિદેશમાં હોય છે.

ગોલમાલ રિટંસની સફળતાને લઈને બેબો કહે છે કે જેમ જેમ મને આના સમાચાર મળે છે તેમ તેમ મારી ખુશી વધતી જાય છે કારણ કે જ્યારે પણ એક ફિલ્મ ફ્લોપ થઈ જાય છે તો લોકો કહે છે કે અરે આની તો ફિલ્મો ચાલતી જ નથી. ઘણીવાર સમજાતું નથી કે લોકો શુ માંગે છે

કરીના અને સેફના સંબંધો વિશે કોણ નથી જાણતું ? પરંતુ કરીના તો હવે પોતે પણ આ સંબંધને સ્વીકારી રહી છે. થોડા દિવસો પહેલા થયેલ એક ઈંટરવ્યુંમાં સેફની ઘણી ખૂબીઓ ગણાવી હતી. તેમણે સેફ વિશે કહ્યુ કે તે ઘણો જ વાતોડિયો છે અને અમે બંને ઘણી જ વાતો કરીએ છીએ.

આ સાથે બંનેની સમાનતાઓ પણ ગણાવી છે. બેબોના મુજબ અમે બંને લગભગ એક જેવી દુનિયામાં રહીએ છીએ. અને અમારુ પારિવારિક વાતાવરણ પણ એક જેવુ જ છે. હું જ્યારે પણ ઘરે પાછી ફરુ છુ તો લાગે છે કે હું સેફની પાસે પછી આવી ગઈ છુ. અમારી ઘણી વાતો એક જેવી છે. જેમ કે ટીવી પર આવનારા શો જે અમે જોઈએ છીએ, અમારું ખાવુ-પીવુ, અહીં સુધી કે અમારી આરામ કરવાની રીત પણ એક જેવી છે.

કેટલીક વાતો છે જે અમારા બંનેમાં જુદી છે. તેમના મુજબ સેફ બધા કામ ખૂબ જ આરામથી કરે છે, જ્યારે કે મને થોડી ઉતાવળ રહે છે. સાથે સાથે હું થોડી મહત્વાકાંક્ષી છુ, મે કેટલાક લક્ષ્ય નક્કી કર્યા છે, જે મારે મેળવવાના છે.

ખૂબ જ ખુલ્લા દિલથી વાત કરનારી બેબોએ પોતાના એક જમાનાના મિત્ર શાહિદ કપૂરના વિસેહ કશુ પણ કહેવાની ના પાડી દીધી. તેમના મુજબ ભૂતકાળ મારો છે અને હું તે વિશે કશું પણ કહેવા નથી માંગતી. તેમણે એ વાતનો ઈંકાર કર્યો કે છેલ્લે છેલ્લે તેમના બંને વચ્ચે ઝગડો થયો હતો, તેમના મુજબ આવુ કશુ નહોતુ થયુ. તેમને પોતાના પાછલા દિવસો સારી રીતે યાદ છે અને તે એને ભૂલવા પણ નથી માંગતી. કારણ કે એ તેનો વીતેલો સમય છે.

આમ તો કરીના બંને સાથે સંબંધો જાળવી રાખવા માંગે છે. હંમેશા તેમણે એ જ કહ્યુ કે શાહિદ સાથે પણ તેમની વાતચીત થતી રહે છે. થોડા દિવસો પહેલા જ થયેલ એક મુલાકાતમાં તેમને શાહિદ અને સેફ વચ્ચે સરખામણી કરવાની ના પાડી દીધી. તેમણે કહ્યુ કે આવુ કરવુ ઠીક નહી રહે. આવતા વર્ષે તેમની આવનારી ફિલ્મોમાં મે ઔર મિસેજ ખન્ના, કમબખ્ત ઈશ્ક, થ્રી ઈડિયટ્સ અને મિલેંગે-મિલેંગેનો સમાવેશ થાય છે.