નવી ફિલ્મો | ફિલ્મ સમીક્ષા | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ
મુખપૃષ્ઠ મનોરંજન  બોલીવુડ  કલાકારોની પ્રોફાઇલ > શરૂઆત માટે 'ગજિની' આદર્શ - અસીન
કલાકારોની પ્રોફાઇલ

IFM
દક્ષિણ ભારતીય ભાષાઓની 17 ફિલ્મો કરી ચૂકેલ અસીન 'ગજિની' દ્વારા હિન્દી ફિલ્મોમાં ડગ માંડી રહી છે. પહેલી જ ફિલ્મમાં આમિર ખાનની નાયિકા બનવાની તક અને 'ગજિની' જેવી ચર્ચિત ફિલ્મ ઘણા ઓછા લોકોને મળે છે. આફિલ્મના રિલીઝ થત પહેલા જ અસીનને સલમાન ખાનની સાથે 'લંડન ડ્રીમ્સ' પણ મળી ગઈ. અહીં અમે રજૂ કરીએ છે અસીન સાથેની કે મુલાકાત -

પહેલી જ ફિલ્મમાં આમિર ખાનનો સાથ. આ અંગે આપ શુ કહેશો ?
બાળપણથી જ આમિરની ફિલ્મો જોઈ છે. તેમના અભિનયની, તેમની ફિલ્મોની અને તેમની હુ ઘણી પ્રશંસક છુ. આ બધુ સપનુ સાચું પડવા જેવુ છે. તેમણે આ ફિલ્મમાં મારી મદદ કરી અને ઉત્સાહ વધાર્યો. તેઓ આટલા મોટા સ્ટાર છે પરંતુ તેમનામાં જરાપણ ઘમંડ નથી. પોતાના કામ પ્રત્યે તેઓ ખૂબ જ ગંભીર છે.

તમે તમિલ ભાષામાં બનેલી 'ગજિની'માં કામ કર્યુ છે. હિન્દી ફિલ્મમાં પણ તમને જ લેવા પાછળ શુ કારણ છે ?
આ અંગે હુ નથી જાણતી. તમારે ગુરૂંગદાસને પૂછવુ પડશે. હુ તો મારી જાતને લકી માનુ છુ કે મને હિન્દી 'ગજિની'માં પણ કામ કરવાની તક મળી.

એકનું એક પાત્ર ફરી ભજવવામાં તમને સરળતા રહી હશે ?
હા, આ વાત સાચી છે. હુ મારા ચરિત્રને સારી રીતે જાણતી હતી. 'ગજિની' ના હિન્દી વર્જનમાં મારા પાત્રમાં કોઈ ફેરફાર નથી. હુ આમા એ જ કલ્પના બની છુ જે તમિલ વર્જનમાં હતી. ફિલ્મના બીજા હાફમાં થોડા ફેરફારો થયા છે. ફિલ્મનો ક્લાયમેક્સ પણ સારા માટે બદલવામાં આવ્યો છે.

IFM
આમિર ખાન જો 'ગજિની' નુ તમિલ વર્જન પસંદ ન કરતા તો તમારી પણ બોલીવુડમાં શરૂઆત ન થઈ શકતી
'ગજિની' ના પહેલા પણ મને હિન્દી ફિલ્મોના પ્રસ્તાવ મળ્યા હતા, પરંતુ હું યોગ્ય ફિલ્મની રાહ જોઈ રહી હતી. જેને માટે મને 'ગજિની' એકદમ પરફેક્ટ લાગી. હીરો આમિર ખાન, નિર્દેશક ગુરુંગદાસ, સંગીતકાર એ.આર. રહેમાન અને સિનિમોટોગ્રાફર રવિ. કે ચન્દ્રન વધુ શુ જોઈએ.

'ગજિની' ને તમે આમિર ખાનની ફિલ્મ કહેશો કે ગુરૂંગદાસની ફિલ્મ ?
આ આમિરખનની ફિલ્મ છે. સંજય સિંધાનિયાનુ પાત્ર તેમણે ભજવ્યું છે. અને આખી ફિલ્મ તેમની આસપાસ જ ફરે છે. ગુરુંગદાસની ફિલ્મ પણ કહેવા માંગુ છુ કારણ કે તેમણે તેમા લખ્યુ અને નિર્દેશિત કર્યુ છે. કલ્પના તેમની જ છે. કોમર્શિયલ રોમાંટિક એક્શન થ્રિલરની પરિભાષા પર આ ખરી ઉતરે છે.

પરફેક્ટનિસ્ટ આમિર ખાન કેટલા પરફેક્ટનિસ્ટ છે ?
આમિરનો પરિચય આપવા માટે પરફેક્ટનિસ્ટ એક સારો શબ્દ છે. પરંતુ મીડિયા આનો નકારાત્મક રીતે ઉપયોગ કરે છે. તેઓ ફિલ્મ સાથે જોડાયેલ દરેક વસ્તુનુ ખૂબ જ ઝીણવટાઈથી અવલોકન કરે છે. લોકોને લાગે છે એક તેઓ જ ફિલ્મ નિર્દેશિત કરે છે, પરંતુ તેઓ કોઈની પણ બાબતમાં દખલગીરી નથી કરતા. હા, નિર્દેશકને સલાહ જરૂર આપે છે.

ફિલ્મ સાથે સંકળાયેલી કોઈ યાદગાર ઘટના જણાવશો ?
આ ફિલ્મ અમે સેટને બદલે મુંબઈના રોડ અને બિલ્ડિંગ પર શૂટિંગ કર્યુ છે. આમિરની સાથે આ સ્થળો પર શૂટિગ કરવાની મજા જ અનોખી હતી. મને યાદ છે કે એક શોટમાં આમિર સ્કૂટી પર મારી પાછળ બેસ્યા હતા. મુંબઈના રસ્તાઓ પર જ્યારે અમે ફરતાં-ફરતાં શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે લોકોને નવાઈ લાગતી હતી.

તમે તમારા પ્રશંસકોને શુ સંદેશ આપશો ?
મને નથી ખબર. હું તો એટલુ જ કહેવા માંગુ છુ એક તેઓ 'ગજિની' જરૂર જુએ.

બીજી કંઈ ફિલ્મો તમે કરી રહ્યા છો ?
સલમાન અને અજય દેવગનની સાથે 'લંડન ડ્રીમ્સ'. વાલ્ટ ડિઝની પ્રોડક્શનની '19 વાઁ સ્ટેપ'. આ ઈંડિયન માર્શલ આર્ટ પર આધારિત છે. આમા મારી સાથે કમલ હસન અને જાપાની અભિનેતા અસાનૂ છે.