ફિલ્મ 'જબ વી મેટ'માં ઉમ્દા અભિનય કરનાર શાહિદ, કરીનાના એક્સ પ્રેમી તરીકે વધુ જાણીતા છે. પોતાની છેલ્લી ફિલ્મ 'કિસ્મત કનેક્શન'ફ્લોપ જતા હવે ફિલ્મો ખૂબ જ સાવધાનીથી પસંદ કરી રહ્યા છે. શાહિદ અવનવી ગર્લફ્રેંડ બદલવા માટે પણ જાણીતા છે. તેમન નામ ક્યારેક વિદ્યા બાલન સાથે તો ક્યારેક ટેનિસ ખેલાડી સાનિયા સાથે જોડાતું રહે છે. આવો જાણીએ હાલ શાહિદ શુ કરી રહ્યા છે તે તેમના મોઢેથી.
શાહિદ, તમે આશુતોષ ગોવારીકર અને રાજકુમાર સંતોષી જેવા નિર્દેશકોની ફિલ્મો કેમ ઠુકરાવી ?
હું ફક્ત એક સમયમાં એક જ ફિલ્મ કરી શકુ છુ અને જ્યા સુધી મને સારી ફિલ્મ નહી મળે હું હા નથી કરતો. 'વિવાહ' રજૂ થવાના છ મહિના સુધી હું ઘરે જ બેસી રહ્યો. પછી મેં 'જબ વી મેટ'સાઈન કરી. મેં અભિનેતાના રૂપમાં પોતાની જવાબદારીનો અનુભવ કરુ છુ. જ્યા સુધી પટકથા મને પસંદ નથી પડતી ત્યાં સુધી હુ હા નથી કહેતો. મને લાગે છે કે એક અભિનેતાને માટે સારી એક્ટિંગ થી વધુ મહત્વપૂર્ણ છે એક સારી ફિલ્મને પસંદ કરવી.
શુ તમને આશુતોષની ફિલ્મ 'વ્હોટ ઈઝ યોર રાશિ'? ની ઓફર મળી હતી ?
આશુતોષ મારી સાથે ફિલ્મ કરવા માંગતા હતા, પરંતુ તેઓ નવેમ્બરથી શૂટિંગ શરૂ કરવા માંગતા હતા અને તે સમયે વ્યસ્ત હતા.
અને સંતોષીની ફિલ્મ ?
સંતોષીએ જે ફિલ્મની વાર્તા મને સંભળાવી હતી, તે 'જબ વી મેટ' જેવી જ હતી, તેથી અમે બંનેયે નિર્ણય કર્યો કે ભવિષ્યમાં સાથે કામ કરીશુ. હું સંતોષીની સાથે કામ કરવા માંગુ છુ, કારણ કે મારા પપ્પાએ પણ તેમના ઘણા વખાણ કર્યા છે.
તમારા પિતાજી તમને નિર્દેશિત કરવાના છે ?
આ વર્ષે મારા પિતાજે મને લઈને ફિલ્મ બનાવવાના છે. મેં તેમને છેલ્લા ત્રણ વર્ષોથી ફિલ્મ નિર્દેશિત કરવા માટે કહી રહ્યો હતો. મારા પિતાજીની ફિલ્મ શરૂ થતા પહેલા હું બધી ફિલ્મોનુ શૂટિંગ પુરૂ કરવા માંગુ છુ.
શુ કરીના કપૂર સાથે સંબંધિત પ્રશ્નો તમને પરેશાન કરે છે ?
નહી, બ્રેકઅપ થયે ઘણો સમય થઈ ગયો છે, હવે એનુ દર્દ ઓછુ થઈ ગયુ છે.
સાનિયા મિર્જા સાથે તમારુ નામ જોડાય રહ્યુ છે ?
આ વિશે હું કંઈ વાત કરવા નથી માંગતો. હા, હુ એટલુ જરૂર કહીશ કે અમે બંને એક-બીજાને જાણીએ છીએ. સારા મિત્રો છીએ અને સંપર્કમાં છીએ.
શુ તમે 'જબ વી મેટ'ને ટર્નિગ પોઈંટ માનો છો ?
'વિવાહ' નુ નામ પણ લઈશ કારણ કે તે પણ મોટી ફિલ્મ હતી. 'જબ વી મેટ' વધુ સફળ રહી કારણ કે આને હું ટર્નિગ પોઈન્ટ માની સકુ છુ.
નવા હીરો સતત આવી રહ્યા છે, શુ તમે આજે પણ પોતાને નવા હીરો માનો છો ?
વધુ નવો નથી. એ લોકોની તુલનામા મારી પાસે વધુ અનુભવ છે, જેમણે તાજેતરમાં જ શરૂઆત કરી છે. પરંતુ હુ ચાલીસ વર્ષની વય સુધી ફિલ્મોમાં 'બોય' બનવા માંગુ છુ. બીજા કલાકારો પણ આવુ જ કરી રહ્યા છે તો હું કેમ નથી કરી શકતો. હું ફિલ્મોમાં કોલેજ સ્ટુડેંટ બનીને ખૂબ જ ખુશ છુ.
તમે નિર્દેશકો સાથે કોઈ ગ્રુપ કેમ ન બનાવ્યુ ?
હું સતત એક જેવા નિર્દેશકોની સાથે કામ નથી કરી શકતો. જો કે તેમની જ સાથે વારંવાર કામ કરવુ આરામદાયક હોય છે. ફક્ત કેન ઘોષની સાથે જ મેં એકથી વધુ ફિલ્મ કરી છે અને હવે અમારી ત્રીજી ફિલ્મ શરૂ થવાની છે. યશરાજ ફિલ્મ્સની સાથે પણ હું પહેલીવાર કામ કરી રહ્યો છુ જેમા રાની મુખર્જી મારી નાયિકા છે.
તમારી બંનેની જોડી કદાચ જ સારી લાગે ?
'કિસ્મત કનેક્શન' હુ જ્યારે વિદ્યા બાલનની સાથે કામ કરી રહ્યો હતો, ત્યારે પણ આવુ જ કહેવામાં આવ્યુ હતુ પરંતુ જો ફિલ્મ અને પાત્રો કામ કરી જાય છે તો આ વાતો ગૌણ થઈ જાય છે.