નેહા ધૂપિયાની ફિલ્મી યાત્રા અજીબ પ્રકારની થઈ રહી છે. તેમને જૂહી જેવી બોલ્ડ ફિલ્મમાં કામ કરીને પ્રખ્યાત થઈ ગઈ. જો કે પોતાના બોલ અને વચનથી પણ ચર્ચાઓમાં જગ્યા મેળવતી રહી.
બોલીવુડમાં યા તો શાહરૂખ ખાન વેચાય છે અથવા તો સેક્સ જેવી ધમાકેદાર વાતો કરનારી નેહાએ જૂલી જેવા બીજા રોલ કરવાને બદલે 'ક્યા કૂલ હૈ હમ', 'શૂટ આઉટ એટ લોખંડવાલા' જેવ ઈ ફિલ્મો કરી. આ ફિલ્મો ખાસ કરીને 'શૂટ આઉટ...' માં અભિનય કર્યા વગર ચાલે તેમ નહોતુ અને નેહાએ કર્યો. મતલબ જ્યારે તેમને કામથી ખ્યાતિ નહોતી મળી રહી ત્યારે તેણે અંગ પ્રદર્શન અને મોટાબોલ બોલીને નામ કમાવ્યુ અને જેવી તક મળી કે તરત ફિલ્મોમાં પણ પોતાનો અભિનય બતાવી દીધો.
'ચુપ ચુપકે', 'એક ચાલીસકી લાસ્ટ લોકલ', 'મિથ્યા', 'સિંગ ઈઝ કિંગ' અને 'દસવિદાનિયા' જેવી ફિલ્મો દ્વારા નેહાની યાત્રા આગળ વધી. આ ફિલ્મોએ આ માદક અને સુંદર અભિનેત્રીને બોલીવુડની એક પ્રતિભાશાળી હીરોઈનના રૂપમાં સ્થાપિત કરી દીધી છે. આમ તો પોતાના વિશે એમનુ કહેવુ છે કે એ વધુ સુંદર નથી. બોલીવુડમાં તેમનાથી વધુ સુંદર નાયિકાઓ હાજર છે.
2002માં મિસ ઈંડિયાનો ખિતાબ જીતનારી આ અભિનેત્રી વાતો તો ઘણી જ રસપ્રદ કરે છે. થોડા દિવસો પહેલા જ તેણે કહ્યુ કે સુંદરતાનો કોઈ ખિતાબ જીતી લેવા માત્રથી ફિલ્મી દુનિયામાં કામ નથી ચાલતુ. તેનુ કહેવુ છે કે સૌદર્ય પ્રતિયોગિતા જીતી લેવા છતાં બોલીવુડમાં તમને સંઘર્ષ તો કરવો જ પડે છે.
વાતમાં દમ છે. ઠીક એ જ રીતે તે કહે છે કે બોલીવુડમાં તેમનાથી વધુ સુંદર બાળાઓ છે ત્યારે કદાચ એ કાંઈક બીજુ પણ કહી રહી હોય છે. બીજા શબ્દોમાં કહેવા જઈએ તો એ એવુ પણ કહી રહી હોય છે કે કેટલીક નાયિકાઓ સુંદરતામાં તેમનાથી આગળ હશે, પરંતુ અભિનયમાં કદાચ તેમનાથી પાછળ છે.
કેરલના કોચિનમાં જન્મેલી નેહાનુ શિક્ષણ દિલ્લીમાં થયુ. દિલ્લીની જીસસ એંડ મેરી કોલેજમાં તેમને ઈતિહાસ(ઓનર્સ)માં સ્નાતકની પદવી મેળવી. અભિનયની શરૂઆત તેમણે 'ગ્રેફિટી' નામના નાટકથી કરી. આ દરમિયાન જાણીતા બૈંડ 'યૂકોરિયા'ના સંગીત આલબમમાં તેમને તક મળી. 18 વર્ષની વયે તેમને 'રાજધાની' નામની સીરિયલ કરીને ટીવીમા પોતાની ઉપસ્થિતિ નોંધાવી.
સતત સંઘર્ષ કર્યા પછી નેહાની ફિલ્મો સતત આવી રહી છે. તાજેતરમાં તેમની છ ફિલ્મો લાઈનમાં લાગેલી છે. 'પેઈંગ ગેસ્ટ', 'પપ્પૂ કાંટ ડાંસ સાલા', 'રફ્તાર', 'રાત ગઈ બાત ગઈ', 'આઈ એમ 24' અને 'દે દનાદન' માં નેહા જોવા મળશે. જેમાંથી 'પપ્પૂ કાંટ ડાંસ સાલા' સંપૂર્ણ રીતે કોમેડી ફિલ્મ છે. નેહાને આ ફિલ્મથી ઘણી આશા છે. આ જ રીત પ્રિયદર્શન દ્વારા નિર્દેશિત ફિલ્મ 'દે દનાદન' પણ તેની માટે સફળતા લાવી શકે છે. આ ફિલ્મમાં તેઓ ઈમરાન હાશમી સાથે કામ કરી રહી છે.
'પપ્પૂ કાંટ ડાંસ સાલા' વિશે તેઓ કહે છે કે આ ફિલ્મમાં તેઓ વિનય પાઠક સાથે કામ કરી રહી છે. જેમા મારો રોલ એક મહારાષ્ટ્રીયન નૃત્યાંગનાનો છે. નેહાને આ રોલમાં ઘણો જ રસ છે. તેનુ કારણ એ પોતાનુ મહારાષ્ટ્રીયન ન હોવુ બતાવે છે. તેમના કહ્યા મુજબ આ રોલને સમજવામાં તેમને ખાસી મહેનત કરવી પડી, કારણ કે મહારાષ્ટ્રીયન લોકોના જીવનથી તે બિલકુલ પરિચિત નહોતી.
જો કે આ રોલ તેમને એ માટે પણ વધુ ગમી રહ્યો છે કે તે હવે એક જ પ્રકારના રોલ કરવા નથી માંગતી. તેમના કહ્યા મુજબ - અમારી ત્યાં કલાકારો ખાસ કરીને નાયિકાઓ ખૂબ જ જલ્દી એક જ પ્રકારની ભૂમિકામાં બંધાય જાય છે. નેહા આવુ કરવા નથી માંગતી. આપણે તો ઈશ્વરને પ્રાર્થના કરીએ કે નેહા પોતાના આ પ્રયાસોમાં સફળ રહે.