જો બધુ જ નક્કી કાર્યક્રમ મુજબનુ રહેશે તો બોલીવુડમાં આપણે જલ્દી એક વધુ નવો ચહેરો જોઈશુ. એ પણ એક મોટી ફિલ્મી બેનરના માધ્યમથી. નવા ચહેરાને તક આપવા માટે આ બેનર ઘણુ જાણીતુ છે. આ નવો ચહેરો છે શાજાંનો.
20 વર્ષીય શાજાં નામની આ યુવતીના માતા અને પિતા બંને જ પોત-પોતાના ક્ષેત્રની જાણીતી હસ્તિયો છે. જાહેરાત અને નાટકોની દુનિયાના જાણીતા નામ અલીક પદ્મસી અને દેશની પોપ ગાયકીમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવતી ગાયિકા શેરોન પ્રભાકરની પુત્રી શાજાં નાટક અને જાહેરાતો પછી હવે ફિલ્મોમાં આવી રહી છે.
શાજાંનુ આ ફિલ્મી સફર યશરાજ જેવા જાણીતા બેનરની ફિલ્મથી શરૂ થશે. આ આગામી ફિલ્મનુ નિર્દેશન શિમિત અમીનને સોંપવામાં આવ્યુ છ. ફિલ્મના હીરોનુ પાત્ર રણબીર કપૂર કરવા જઈ રહ્યા છે અને શાજાં આ ફિલ્મમાં રણબીર કપૂરની હીરોઈન બનશે.
શો બિજ સાથે જોડાયેલ સુવિખ્યાત દંપતિની સુપુત્રી શાજાંએ આમ તો 'અનસ્પોકન ડાયલોગ્સ'નામના નાટકમાં કામ પણ કર્યુ છે. આ નાટક ખૂબ જ ફેમસ થયુ. આ સિવાય નાટકોની તૈયારીમાં એ પોતાના માતા-પિતાની મદદ પણ કરાવે છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે શાજાંના પિતા અલીક પદ્મસી 50થી વધુ નાટક કરી ચૂક્યા છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંઘી પર રિચર્ડ એટનંબરો દ્વારા બનાવેલ વિશ્વવિખ્યાત ફિલ્મ 'ગાંઘી'માં અલીક પદ્મસીએ મોહમ્મદ અલી જિનાની પ્રભાવપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આમ તો શાજાંનુ ફિલ્મી દુનિયામાં સક્રિય થવાના સમાચાર ક્યારના આવી રહ્યા હતા. આ પહેલા એવા સમાચાર મળ્યા હતા કે વિવેક વાસવાનીની ફિલ્મથી એ અભિનય યાત્રા શરૂ કરી રહી છે. કોઈ કારણસર ત્યારે એ ફિલ્મ ન બની શકી. શિમિત અમીન દ્વારા નિર્દેશિત કરવામાં આવનારી યશરાજની ફિલ્મના વિશે એવુ કહેવાય છે કે આની હીરોઈન માટે બે દીગર નવા ચહેરા પર પણ વિચાર કરવામાં આવ્યો અને એ છે સોનમ કપૂર અને દીપિકા પાદુકોણ.
N.D
છેવટે શિમિત અમીનની વાત માની લેવામાં આવી. ઉક્ત બેનામ ફિલ્મમાં કોઈ નવો ચહેરો જ હોવો જોઈએ. આમ તો આ ચહેરાને શોઘવા માટે યશરાજ ફિલ્મ્સ દ્વારા ઘણા પ્રયત્ન કરવામાં આવ્યા. ઘણા દિવસોથી ત્યાં ઓડિશંસ ચાલી રહ્યુ હતુ. અનેક છોકરીઓના ઈંટરવ્યુ લેવામાં આવ્યા. જેમાંથી થોડાકને અંતિમ યાદીમાં મૂકવામાં આવ્યા. અને છેવટે આ બધામાંથી શાજાં બાજી મારી ગઈ.
હાલ તો શાજાં બહુ સાવચેત અને સતર્ક છે. પોતાના રોલ વિશે જ નહી એ તો પોતાના ફિલ્મ કરવાની વાતને પણ છુપાવી રહી છે. એક પત્રકારે જ્યારે તેને આ અંગે પ્રશ્ન કર્યો ત્યારે એ નવાઈ પામી બોલી -'તમને કોણે કહ્યુ' ?'