નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » કલાકારોની પ્રોફાઇલ » પૈસો વધુ મહત્વનો નથી - અસિન
કલાકારોની પ્રોફાઇલ
Feedback Print Bookmark and Share
 

N.D
પોતાની પ્રથમ હિન્દી ફિલ્મ 'ગજિની'થી અસિને લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી. જ્યાં તેમની સુંદરતા દિલોમા વસી ગઈ. બીજી બાજુ એમની એક્ટિંગે પણ દર્શકોને તેમના ઘેલા બનાવી દીધા. 'ગજિની; એ સફળતાનો નવો રેકોર્ડ બનાવ્યો તો અસિનને પણ બેસ્ટ પ્રોમિસિંગ ન્યૂકમરનો ફિલ્મફેયર એવોર્ડ મળ્યો. પોતાની પહેલી ફિલ્મ મિસ્ટર પરફેક્ટનિસ્ટ સાથે કર્યા પછી અસિન હાલ બીજી હિન્દી ફિલ્મ સલમાન ખાન અને અજય દેવગન જેવા કલાકારો સાથે કરી રહી છે. અહીં અમે તમારી સામે તેમની સાથેની એક મુલાકાતના અંશ રજૂ કરી રહ્યા છીએ.

- આમિરની સાથે તમારી પહેલી ફિલ્મ ગજિની ખૂબ જ સફળ રહી. ત્યારબાદ એવુ તો શુ થયુ કે તમે આમિર સાથે જાહેરાતમાં ન દેખાયા ?
એવુ કશુ જ નથી. દક્ષિણમાં મારી ઘણી જાહેરાતોનુ શૂટિંગ ચાલી રહ્યુ હતુ. મારી પાસે સમય નહોતો.

-- એક જ ફિલ્મની મળેલી બે-બે સફળતાને તમે કેવી રીતે લો છો. ?
મેં મારા કેરિયરની શરૂઆત દક્ષિણની ફિલ્મોથી કરી હતી, જેમા કેટલીક ફિલ્મો ખૂબ જ સફળ રહી. ગજિનીની ઓરિજિનલ તમિલ ફિલ્મમાં મેં કામ કર્યુ હતુ જે ખૂબ જ સફળ રહી હતી. એ જ ફિલ્મને બીજીવાર હિન્દીમાં કરવી એ એક જુદો જ અનુભવ રહ્યો. હિન્દીમાં પણ આ ફિલ્મએ સફળતાના નવા રેકોર્ડૅ બનાવી નાખ્યા. બીજીવાર એ જ ફિલ્મમાં પોતાને જોવામાં ઘણી મજા આવી. આ ફિલ્મએ મને બોલીવુડમાં ઓળખ અપાવવાની સાથે સાથે નવો મુકામ પણ આપ્યો. જે મારી માટે ખૂબ જ મહત્વનો છે. આ ફિલ્મ દ્વારા મને મોસ્ટ પ્રોમિસિંગ ન્યૂ કમર નો એવોર્ડ પણ મળ્યો.

- બોલીવુડમાં આજકાલ જીરો સાઈઝની ફેશન છે, વધતા વજનથી તમને ડર નથી લાગતો ?
બિલકુલ નહી, હુ હેલ્ધી ફૂડ ખાવુ છુ. મારી મમ્મી ડોક્ટર છે અને એ મને યોગ્ય અને હેલ્ધી ફૂડની સલાહ આપે છે. મને સમય મળે છે ત્યારે હુ કાર્ડિયો એક્સરસાઈઝ કરુ છુ. સાઈઝ ઝીરોમાં હુ વિશ્વાસ નથી કરતી.

- મુંબઈ અને દક્ષિણની ફિલ્મોમા તમને શુ ફરક લાગે છે ?
દક્ષિણમાં બધા સમયના ખૂબ જ ચુસ્ત હોય છે. ત્યાં લોકોને કામને જલ્દી શરૂ કરીને સમયસર બંધ કરી દે છે. પરંતુ મુંબઈમાં એવુ નથી. મને શૂટિંગ હોય કે ઈવેંટ દરેક જગ્યાએ સમયસર પહોંચવાની ટેવ છે, પરંતુ અહી આવ્યા પછી જણાયુ કે મોડા આવવુ એ અહીંની ફેશન છે. રહી ફિલ્મ 'ગજિની'ની વાત તો ફિલ્મમાં બધા લોકો દક્ષિણવાળા જ હતા તેથી મને કોઈ વધુ અંતર ન લાગ્યુ. આમ જોવા જઈએ તો મારી પહેલી ફિલ્મ લંડન ડ્રીમ્સ છે, જેમા કામ કરવુ મને ખૂબ જ ગમ્યુ. ફિલ્મનુ બધુ શૂટિંગ લંડન અને પેરિસનુ છે.

- લંડન ડ્રીમ્સ' તમને કેવી રીતે મળી ?
જ્યારે હુ 'ગજિની'નુ શૂટિંગ કરી રહી હતી ત્યારે વિપુલ શાહ મારી પાસે 'લંડન ડ્રીમ્સ'ની સ્ક્રીપ્ટ લઈને આવ્યા હતા. ફિલ્મની સ્ટોરી મને ગમી ગઈ અને હુ એનો એક ભાગ બની ગઈ. સંબંધો પર આધારિત આ એક મ્યુઝિકલ ફિલ્મ છે. આ ફિલ્મમાં મારી સાથે અજય અને સલમાન કામ કરી રહ્યા છે.

-સલમાન અને અજય સાથે કામ કરવાનો આપનો અનુભવ કેવો રહ્યો ?
સલમાન હંમેશા શાંત રહે છે. મને એમનો એટ્ટીટ્યુડ ખૂબ જ ગમે છે, જ્યારે કે અજય ખૂબ જ સારા કલાકાર છે, મને લાગે છે કે અજય સીરિયસ પ્રકારના અને રિઝર્વ વ્યક્તિ છે, પરંતુ જ્યારે તેઓ મજાકના મૂડમાં રહેતા તો આખા સેટનુ મનોરંજન થઈ જતુ.

- શુ કારણ છે કે આપે 'લંડન ડ્રીમ્સ' પછી કોઈ ફિલ્મ સાઈન નથી કરી ? અહી સુધી કે આપે અક્ષય કુમાર સ્ટારર પ્રિયદર્શનની ફિલ્મ કરવાની પણ ના પાડી દીધી.?
હુ પ્રિયદર્શનની સાથે કામ કરવા માંગુ છુ, એમની મલાયલમ ફિલ્મો જોઈ-જોઈને તો હુ મોટી થઈ છુ. આ પહેલા પણ તેમણે મને તેમની સાથે કામ કરવાનુ કહ્યુ હતુ પણ ના પાડવાનુ આ બીજુ કારણ હતુ. મારી માટે ફિલ્મની સ્ક્રિપ્ટ વધુ મહત્વ ધરાવે છે પછી મારુ પાત્ર અને પછી નિર્દેશક અને પછી નિર્માતા અને સાથી કલાકારો. હુ મારી જાતને નસીબદાર સમજુ છુ કે અત્યાર સુધી મને શ્રેષ્ઠ કોમ્બીનેશન મળ્યા છે. સારી સ્ક્રિપ્ટની રાહ જોઈ શકુ છુ પણ એક જ જેવા પાત્રને વારંવાર નથી કરી શકતી.

- કહેવાય છે કે તમે તમારી ફી ઘણી વધારી દીધી છે ?
પૈસા મારી માટે મહત્વના નથી, હુ કામને એંજોય કરુ છુ અને તેમા જ મને ખુશી મળે છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: બોલીવુડ, અસિન, ગજિની, આમિર, સલમાન