કરિશ્માએ અનેક સફળ ફિલ્મો આપી છે. ફિલ્મોમાં દરેક પ્રકારના પાત્ર ભજવ્યા પછી હાલ તેઓ ટેલીવિઝન પર રિયાલીટી શો 'હંસ બલિયે'માં જજનો રોલ ભજવી રહી છે. આ અગાઉ પણ એ નાના પડદાં પર 'નચ બલિયે'માં જજના રૂપમાં જ જોવા મળી હતી. કરિશ્માની સાથે બીજા જજના રૂપમાં નિર્દેશક ડેવિડ ધવન પણ છે જેની સાથે કરિશ્મા ઘણી હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. આ જોડી નવ વર્ષના લાંબા સમય પછી એકસાથે ફરી કામ કરી રહી છે. શોના લોંચિગ દરમિયાન કરિશ્માએ વેબદુનિયાના પ્રતિનિધિ સાથે વાતચીત કરી, અહી અમે તમારી સમક્ષ એના થોડા અંશ રજૂ કરીએ છીએ.
પ્ર - રિયાલિટી શોમાં જજની ભૂમિકા કરવા બદલ તમે શુ અનુભવો છો ? એક જુદો જ અનુભવ હોય છે. આમ તો એક જજ તરીકે હુ નચ બલિયેમાઅં ભાગ લઈ ચૂકી છુ. મે જોયુ છે કે આવા શો દરમિયાન લોકો એકબીજાની ખૂબ નિકટ આવી જાય છે. અહી સુધી કે ઘણીવાર તો આંખમાંથી આંસુ નીકળી પડે છે. 'નચ બલિયે' જ્યારે પુરૂ થયુ હતુ ત્યારે મને ખૂબ જ ખરાબ લાગ્યુ હતુ.
પ્ર- નચ બલિયે અને હસ બલિયેમાં શુ ફરક છે ? નચ બલિયે ડાંસ પર આધારિત શો હતો જ્યારે કે હંસ બલિયે એક કોમેડી શો છે. જેમા રિયલ લાઈફ પાર્ટનર કોમેડી કરતા જોવા મળશે. આ એકદમ નવો કોંસેપ્ટ છે જે દર્શકોને ખૂબ ગમશે.
પ્ર - એવુ કહેવાય છે કે લગ્ન પછી હ્યૂમર રહેતુ નથી, આપ શુ માનો છો ?
N.D
બિલકુલ નહી, અસલી હ્યૂમર તો લગ્ન પછી શરૂ થાય છે. પતિ-પત્ની વચ્ચેની પરસ્પર તુ તુ મે મે, તેમની નાની નાની લડાઈ જ તેમના જીવનને નવી દિશા આપે છે અને એ બંનેને એકબીજાની નજીક લાવે છે.
પ્ર - તમે ફિલ્મોમાં ક્યારે પાછા આવી રહ્યા છો ? હજુ સુધી કંઈ જ નક્કી નથી. હાલ તો ટીવીમાં વ્યસ્ત છુ. જો કોઈ સારુ પાત્ર મળશે અને મને દિલથી લાગશે કે હુ કરુ તો જરૂર ફિલ્મ કરીશ.
પ્ર- શુ કારણ છે કે મોટા મોટા ફિલ્મ સ્ટાર્સ ટીવી તરફ વળી રહ્યા છે ? વાત એમ છે કે ટીવી આજકાલ લોકો વચ્ચે પહોંચવાનુ મજબૂત સાધન બની છે. ફિલ્મો જોવા લોકો જાય છે, પરંતુ ટીવી દરેક ઘરમાં હોય છે અને તેના દ્વારા અમે સરળતાથી લોકો સુધી પહોંચી જઈએ છીએ. તેથી જ તો સલમાન, શાહરૂખ, અક્ષય બધા જ ફિલ્મોમાં કામ કરી રહ્યા છે.