નવી પેઢીની પ્રતિભા સંપન્ન અભિનેત્રીઓની ગણતરીમાં જે અભિનેત્રીઓ પ્રથમ હરોળમાં છે તેમા જેનેલિયા ડિસૂજાનો પણ સમાવેશ છે. જાહેરાતોની દુનિયામાંથી ફિલ્મોમા આવ્યા પછી તે થોડા સમયમાં જ યુવા દિલોની ધડકન બની ગઈ. જે અભિનય અને સુંદરતાનો તાલમેલ એક અભિનેત્રીમાં હોવો જોઈએ, એ જેનેલિયાની ચમકતી આંખોમાં જોવા મળે છે શરૂઆતથી જે તેણે પોતાની નટખટ નખરાળી અદાઓથી દર્શકોનુ દિલ જીતી લીધુ.
એક જ કેલેંડર વર્ષમાં જેનેલિયાની ચાર ભાષાઓમાં ચાર ફિલ્મો સુપરહિટ થઈ છે. તેને નાના પડદા પર એક જાહેરાતમાં અમિતાભ સાથે જોઈને લોકોએ પહેલીવાર તેને જોઈ હતી. આ એડ જોઈને ફિલ્મકાર પ્રભાવિત થયા અને આ ક્ષેત્રમાં તેમના પ્રવેશ માટેના દરવાજા ખુલી ગયા. તેમની પ્રથમ હિન્દી ફિલ્મ 'તુજે મેરી કસમ'થી જેમા તેમનો નાયક રિતેશ દેશમુખ હતો. આ એક સફળ ફિલ્મ સાબિત થઈ અને ત્યારથી જેનેલિયાની અભિનય યાત્રા સતત ચાલતી રહી. ગયા વર્ષે 'જાને તૂ યા જાને ના'ની સફળતાએ તો જાણે તેમના કેરિયરને પાંખ લગાવી દીધી. રૂમી જાફરીની નવી ફિલ્મ 'લાઈફ પાર્ટનર'માં તેઓ ફરદીન ખાનની સાથે છે. જેનેલિયા કહે છે કે - 'આ ફિલ્મમાં મારો રોલ જે રીતનો છે, હું એવી બિલકુલ નથી. મને આ પાત્ર ભજવતા ખૂબ જ આનંદ આવ્યો, કારણ કે આ મારા માટે એક ચેલેંજેબલ રોલ હતો. હુ મારી ગુડ ગર્લવાળી ઈમેજ કરતા થોડુ કંઈક જુદુ કરવા માંગતી હતી.
જો કે જેનેલિયાએ અત્યાર સુધી હિન્દીની માત્ર ગણતરીની જ ફિલ્મ કરી છે. છતા તેણે સારી એવી લોકપ્રિયતા મેળવી લીધી છે. દક્ષિણની ફિલ્મોની તો એ સુપરસ્ટાર છે. તેની ફિલ્મ 'બોમ્મારિતુ'ને ત્રણ ભાષા તમિલ, તેલુગુ અને કન્નડમાં બનાવી ચૂકાઈ છે અને બધી જ ફિલ્મ સુપરહિટ રહી છે. આ જ ફિલ્મની રિમેક હિન્દીમાં પણ બનાવાઈ રહી છે, જેને અનીસ અજ્મી નિર્દેશિત કરી રહ્યા છે. આ ફિલ્મનું નામ છે 'ઈટ્સ માય લાઈફ'. જેનેલિયનુ કહેવુ છે કે આ ફિલ્મની વાર્તા ખૂબ જ સરસ છે. જો ફિલ્મ દસ વાર પણ બને તો તક મળતા હુ દરેક વખતે કામ કરવુ પસંદ કરીશ. તેની એક વધુ ફિલ્મ 'હૂક યા કૂક' બની રહી છે. જેને ડેવિડ ધવન નિર્દેશિત કરી રહ્યા છે. જેમા જોન અબ્રાહમ તેની સાથે છે.
માયાનગરીમાં વધતી પ્રતિસ્પર્ધા વિશે જેનેલિયાના વિચારો થોડા જુદા જ છે. એનુ કહેવુ છે કે ' હુ કોઈની સાથે હરીફાઈ નથી કરતી . જો હુ બીજા વિશે આ બધુ વિચારતી રહીશ તો હુ મારા કામ પર ક્યારે ધ્યાન નહી આપી શકુ. મારી હરીફાઈ મારી પોતાની સાથે છે જે મને ગમે છે. મારુ માનવુ છે કે આવુ કરવાથી આપણા કામમાં ચમક આવે છે અને દરેક ફિલ્મમાં તમારો અભિનય સુધરતો જાય છે.
રિતેશ દેશમુખ સાથેના તેમના અફેયર અંગે તેમના વિચારો એકદમ ક્લીયર છે. તે કહે છે કે - હુ અને રિતેશ સારા મિત્રો છે. અમે ઘણા સમયથી સાથે છીએ તેથી બધી વાતો ઉડી રહી છે. આ અંગે મે કદી કોઈનાથી કશુ જ છુપાવ્યુ નથી. લોકો આ વાતને લઈને કંફ્યૂઝ્ડ તો હુ કશુ જ નથી કરી શકતી. લોકોની વાતથી રિતેશને મળવાનુ નથી છોડી શકતી અમે આજે પણ કોફી કે મૂવી માટે મળીએ છીએ.
N.D
જેનેલિયા એ પસંદગીની અભિનેત્રીઓમાંથી એક છે જેને દક્ષિણ અને હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં બરાબર પ્રેમ મળ્યો છે. તેના પ્રશંસકોમાં જેટલા હિન્દી ભાષી છે એટલા જ દક્ષિણ ભારતીય પણ છે. બંને ક્ષેત્રોમાં એ કેવી રીતે તાલમેલ રાખી શકે છે આ સવાલ પર તેણે જવાબ આપ્યો કે - મને જ્યારે કોઈ રોલ મળે છે ત્યારે હુ કોઈ હીરોઈન કે સ્ટાર નથી હોતી. ત્યારે હુ એ કામને મારા 100 ટકા આપી શકુ છુ. હુ બંને ઈંડસ્ટ્રીઝમાં કામ કરવુ સરળ માનુ છુ. હું બોલીવુડમાં વધુ કામ કરવા માંગુ છુ તેનો મતલબ એ નથી કે હુ સાઉથને બાય-બાય કરી દઉ.
આજકાલ જેનેલિયા જાહેરાતોની દુનિયામાં છવાઈ ગઈ છે. તેણે ઘણી જાહેરાતોમાં ટોચની હીરોઈનોનુ સ્થાન લઈ લીધુ છે. જેમા પ્રીતિ જિંટાની ચોકલેટની એડ અને રાની મુખર્જીની ઠંડા પીણાની જાહેરાતનો સમાવેશ થાય છે. જેટલી ઝડપથી તેનુ કેરિયર આગળ ધપી રહ્યુ છે એ જોતા લાગે છે કે તેનુ ભવિષ્ય હિન્દી અને દક્ષિણ ભારતીય ફિલ્મો બંનેમાં ઉજ્જવળ છે.