. મિસેસ ઝુમરું - ડૉ. મારું ચેકઅપ કરતાં પહેલા બહાર ઉભેલી નર્સને અંદર બોલાવી લો. ડૉ.-કેમ, તમને મારી પર ભરોસો નથી. મિસેસ ઝુમરું - તમારી પર તો છે પણ બહાર ઉભેલી તમારા નર્સની આસપાસ ફરતા મારા પતિ પર ભરોસો નથી.
અજીત - પિટર, મોનાના બંને હાથ કાપી નાખો. પિટર - પણ, કેમ બોસ ? અજીત - આને ટાઈપીંગ તો આવડતુ નથી કમ સે કમ શોર્ટહેંડ તો શીખી લેશે.
પોપટ - બતાવો સેનામાં કયા જવાનનો બૂટ સૌથી મોટો હોય છે? પપ્પુ - તે જવાનનો જેનો પગ મોટો હોય છે.
મેનેજર (પોપટને) - આખરે તમે અમારી ફર્મમાં નોકરી કરવા કેમ માંગો છો? પોપટ - વાત એમ છે કે મારા ઘરમાં ભાઈ-બહેનોના શૉર-બકોરના કારણે ઊંધવું મુશ્કેલ થઈ જાય છે.
અજીત - ટેસ્ટ મેચમાં શુ થઈ રહ્યું છે ? પિટર - બોસ, લારા છક્કા પર છક્કા મારી રહ્યો છે, આપણે સટ્ટો હારી જઈશું. અજીત(લંચ બ્રેકમાં ફોન પર) - લારા, તારી મા મારા કબજામા છે, કાલે તારે પહેલા બોલે બોલ્ડ થવાનુ છે, નહિ તો અમે તારી માને ક્લિન બૉલ્ડ કરી દઈશું.
એક વૃદ્ધ માણસને જંગલમાં સિંહ મળે છે. સિંહ - હું તારું લોહી પી જઈશ. વૃદ્ધ - હું ધણો વૃદ્ધ છું અને મારું લોહી પણ ઠંડુ પડી ગયું છે, તું કોઈ જવાનને માર. સિંહ - પણ મારે તો આજે કોલ્ડડ્રિંક પીવાની ઈચ્છા છે.
|