છગન - ડૉક્ટર સાહેબ, શુ મારા માથાના એક્સરેમાં બ્રેન ટ્યુમર છે ? ડૉક્ટર - તમે બ્રેન ટ્યુમરની વાત કરો છો, મને તો બ્રેન પણ ન મળ્યું.
રમેશ - કેટલું સારું હોત જો મારી પ્રેમિકા એક પુસ્તક હોત, અને હું તેને હંમેશા વાંચતો રહેતો. સુરેશ - કેટલું સારું હોત જો મારી પત્ની એક ડાયરી હોત અને હું સાલ પૂરુ થતાં જ તેને બદલી દેતો.
પ્રેમિકા(પ્રેમીને)- શું વાત છે, તુ ખૂબ ઉદાસ લાગી રહ્યો છે ? પ્રેમી - મેં હમણાં જ એક કરુણાંત બુક વાંચી છે. પ્રેમિકા - કઈ બુક ? પ્રેમી -બેંકની પાસબુક.
જજ- તમારી પત્ની ભાગી ગઈ તો પોલીસ સ્ટેશન જાવ, કોર્ટમાં કેમ આવ્યાં છો ? મગન- અરે આની પહેલાં ભાગી હતી તો હું પોલીસ સ્ટેશન જ ગયો હતો પણ પોલીસવાળા તેને શોધીને લઈ આવ્યા હતા.
નોકર - મેડમ, એક વ્યક્તિ પેકેટમાં એવું તે શુ લઈને આવેલો કે તેને જોતાં જ સાહેબ બેભાન થઈ ગયા ? મેડમ - અરે, એનો અર્થ તો એ જ કે ઝવેરીએ મારો ડાયમંડ નેકલેસ આપી દીધો
|