શોપિંગ કરીને પતિદેવે બંને હાથમાંના થેલા ઘરમાં ખુશી-ખુશી મુકતા પત્નીને કહ્યું કે, પ્રિયે ! આજે તેં જણાવેલી વસ્તુઓમાંથી એક પણ ચીજ ભૂલ્યો નથી. બધુ યાદ કરી-કરીને લાવ્યો છું..
પત્નીએ કહ્યુ - અરે વાહ, તમે તો સાચે જ બધુ લાવ્યા, પણ પીંટુ ક્યાં છે ? તેનો અવાજ નથી આવતો.
પતિદેવે માથું ખંજવાળતા દોડ લગાવતાં કહ્યું કે અરે, મેં પીંટુને મોલમાં એક શોપિંગ બાસ્કેટમાં બેસાડ્યો હતો એ તો ત્યાં જ રહી ગયો !!