મુખપૃષ્ઠ > મનોરંજન > ગુજરાતી સિનેમા > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
શિલ્પા પણ ટીવી પર !  Search similar articles

IFM
'બિગ બ્રધર'ના બેઝ પર બનેલી 'બિગ બોસ' શો ઘણી જ લોકપ્રિય થઈ હતી. આ વર્ષે આ શો 'કલર્સ'નામની નવી ચેનલ પર શરૂ થશે.

સાંભળવા મળ્યુ છે કે આ શો ના સંચાલન માટે શિલ્પા શેટ્ટીને ફાઈનલ કરી લીધા છે. જો કે આ ની પુષ્ટિ નથી થઈ. સૂત્રોના જણાવ્યા મુજબ શિલ્પાને આ શો નુ સંચાલન કરવા માટે ભારે રકમ આપવામાં આવી છે.

અક્ષય કુમારનો શો 'ખતરો કે ખેલાડી'ના પૂરા થયા પછી આ શો ની શરૂઆત થશે. આ પહેલા 'બિગ બોસ' નુ સંચાલન અરશદ વારસીએ કર્યુ હતુ, જેમાં રાહુલ રોય, કાશ્મીરા શાહ, રાખી સાવંત, રવિ કિશન જેવા કલાકારોએ ભાગ લીધો હતો.

શિલ્પા હાલ વધુ ફિલ્મો નથી કરી રહી. બોલીવુડના ઘણા મોટા સ્ટાર્સને ટીવી પર આવતા જોઈ તેમણે પણ કદાચ આ નાનાં પડદાં પર આવવાનુ નક્કી કરી લીધુ હશે.
ઘણું બધુ
'કલર્સ' ચેનલના કાર્યક્રમો
નવા જમાનાનુ મહાભારત
રાજકુમારી બનશે મુણાલ દેશરાજ
જ્યા ઈચ્છા હોય ત્યાં રસ્તો મળે જ
એકરિંગનો આનંદ ઉઠાવી રહી છે સંપદા
સુનયના : મેરા સપના સચ હો ગયા .